Parking Dispute Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/parking-dispute/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 08 Aug 2025 04:31:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Parking Dispute Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/parking-dispute/ 32 32 પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા https://www.gujaratinside.com/2025/08/08/huma-qureshi-cousin-murdered-in-delhi-parking-dispute/ https://www.gujaratinside.com/2025/08/08/huma-qureshi-cousin-murdered-in-delhi-parking-dispute/#respond Fri, 08 Aug 2025 04:31:39 +0000 https://www.gujaratinside.com/?p=16023 બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈ આસિફ કુરૈશીની દિલ્હીમાં કરૂણ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગને લઇને ઝઘડો થયો હતો. ઝઘડો એ તદ્દન સામાન્ય બાબતથી શરૂ થયો હતો — સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાના મામલે. ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ...

The post પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈ આસિફ કુરૈશીની દિલ્હીમાં કરૂણ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગને લઇને ઝઘડો થયો હતો. ઝઘડો એ તદ્દન સામાન્ય બાબતથી શરૂ થયો હતો — સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાના મામલે.

ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ આસિફ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ થયેલા આસિફને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. દુઃખદ વિષય એ છે કે પાડી શકાય તેવી સામાન્ય વાતે આટલી હિંસક પરિસ્થિતિ ઊભી થઈ.

આ ઘટનાએ આસિફના પરિવારજનોને તોડી નાખ્યા છે. મૃતકની પત્નીએ જણાવ્યું કે આ કોઈ પહેલી ઘટના નહોતી — અગાઉ પણ પાર્કિંગને લઈને પાડોશીઓ સાથે વિવાદ થયો હતો. “મારા પતિએ માત્ર એટલૂજ કહ્યું કે સ્કૂટી હટાવો, પણ બદલે દાદાગીરી થઈ અને મારણ થયું,” તેમ દુઃખ સાથે તેમણે જણાવ્યું.

પોલીસે ઘટનાસ્થળેથી બંને આરોપીઓને ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આસિફ કુરૈશી માટે હવે ન્યાય જ એકમાત્ર આશા રહી ગઈ છે.

The post પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/huma-qureshi-cousin-murdered-in-delhi-parking-dispute/feed/ 0