Parliament Monsoon Session Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/parliament-monsoon-session/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 22 Aug 2025 04:39:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Parliament Monsoon Session Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/parliament-monsoon-session/ 32 32 સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ https://www.gujaratinside.com/2025/08/22/parliament-monsoon-session-bihar-voter-list-disruption/ https://www.gujaratinside.com/2025/08/22/parliament-monsoon-session-bihar-voter-list-disruption/#respond Fri, 22 Aug 2025 04:39:59 +0000 https://www.gujaratinside.com/?p=16936 નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ...

The post સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો.

વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ વધી હતી અને લોકસભામાં 12 બિલ તથા રાજ્યસભામાં 15 બિલ પસાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, ગંભીર અપરાધોમાં ધરપકડ કરાયેલા વડાપ્રધાન, મુખ્ય પ્રધાનો અને પ્રધાનોને હટાવવાની જોગવાઈ ધરાવતા બિલને લઈને ભારે તંગદિલી જોવા મળી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે આ બિલ રજૂ કર્યું ત્યારે વિરોધ પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો અને બિલની નકલો ફાડી નાખી હતી, જેના કારણે સત્તા અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા.

સત્ર દરમિયાન ભારે હોબાળાને કારણે 84 કલાક બરબાદ થયા, જે 18મી લોકસભાના કોઈ પણ સત્રમાં સૌથી વધુ સમયનો વેડફાટ માનવામાં આવે છે. સત્રમાં ફક્ત 37 કલાક 7 મિનિટનું કામકાજ થયું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષની વર્તણૂકને બિનસંસદીય ગણાવી અને તેને કમનસીબ ગણાવ્યું હતું.

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આ ચોમાસું સત્ર સરકાર અને દેશ માટે ફળદાયી રહ્યું, જ્યારે વિપક્ષ માટે નિષ્ફળ સાબિત થયું.

 

The post સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/parliament-monsoon-session-bihar-voter-list-disruption/feed/ 0
‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન https://www.gujaratinside.com/2025/07/30/jaya-bachchan-slams-government-operation-sindoor-priyanka-chaturvedi-parliament/ https://www.gujaratinside.com/2025/07/30/jaya-bachchan-slams-government-operation-sindoor-priyanka-chaturvedi-parliament/#respond Wed, 30 Jul 2025 16:50:42 +0000 https://www.gujaratinside.com/?p=15742 સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું, “પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.” ‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન...

The post ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું,

“પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.”

‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન સિંદૂર?’

ચર્ચા દરમિયાન જયા બચ્ચને પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 નિર્દોષ લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે સવાલ ઉઠાવ્યો,

“જ્યારે આ હુમલામાં અનેક મહિલાઓનું સિંદૂર ઉજડી ગયું છે, તો ઓપરેશનનું નામ ‘સિંદૂર’ કેમ રાખવામાં આવ્યું?”
તેમણે સરકારની નામકરણ નીતિ પર તીખી ટીકાની કરી અને જણાવ્યું કે સત્તાધારી પક્ષ એવા લેખકો રાખે છે જે “મોટા-મોટા નામ આપે છે.”

‘કલમ 370 બાદ શું બદલાયું?’

જયા બચ્ચને સરકાર પર આરોપ લગાવ્યો કે કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદનો ખાતમો થશે તેવી છાતી ઠોકી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં હુમલા રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ.

“જે પ્રવાસીઓ પહલગામ ગયા હતા, તેઓ કોના ભરોસા પર ગયા હતા? 25 જીવ બચાવી શક્યા નહીં અને તે પરિવારો તમને ક્યારેય માફ નહીં કરે,” એમ તેમણે જણાવ્યું.
તેમણે સરકારને આતંકી હુમલાના ભોગ બનેલા પરિવારોની માફી માંગવાની સલાહ આપી.

પ્રિયંકા ચતુર્વેદી સાથે તણાવપૂર્ણ ક્ષણ

ભાષણ દરમિયાન જ્યારે સત્તાધારી પક્ષના સભ્યો ટોકવા લાગ્યા, ત્યારે જયા બચ્ચન ભડકી ઉઠ્યા. તેમણે કહ્યું,

“તમે બોલો અથવા મને બોલવા દો. જ્યારે તમે બોલો છો, ત્યારે હું વચમાં બોલતી નથી. જ્યારે કોઈ મહિલા બોલે છે, તો હું ક્યારેય વચમાં બોલતી નથી, તેથી તમારી જીભ પર કાબૂ રાખો.”
આ દરમિયાન પ્રિયંકા ચતુર્વેદીએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જયા બચ્ચને તીખો પ્રતિકાર આપ્યો:
“પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.”

પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર

22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

The post ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/30/jaya-bachchan-slams-government-operation-sindoor-priyanka-chaturvedi-parliament/feed/ 0
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા” https://www.gujaratinside.com/2025/07/23/rahul-gandhi-questions-modi-over-trump-ceasefire-claims/ https://www.gujaratinside.com/2025/07/23/rahul-gandhi-questions-modi-over-trump-ceasefire-claims/#respond Wed, 23 Jul 2025 11:32:21 +0000 https://www.gujaratinside.com/?p=15110 લોકસભા અને રાજ્યસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે, પરંતુ વિપક્ષના સતત હોબાળા વચ્ચે ત્રણ દિવસથી સંસદની કાર્યવાહી પૂર્વવત્ ચાલુ રહી શકી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અંગે ચર્ચા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં 28 જુલાઈ અને રાજ્યસભામાં 29 જુલાઈએ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે, જ્યાં...

The post રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લોકસભા અને રાજ્યસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે, પરંતુ વિપક્ષના સતત હોબાળા વચ્ચે ત્રણ દિવસથી સંસદની કાર્યવાહી પૂર્વવત્ ચાલુ રહી શકી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અંગે ચર્ચા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં 28 જુલાઈ અને રાજ્યસભામાં 29 જુલાઈએ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે, જ્યાં દરેક સદનમાં 16-16 કલાકનો સમય ફાળવાયો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે ઓપરેશન સિંદૂર ચાલુ હોવાનો દાવો કર્યો છે, જ્યારે ટ્રમ્પ કહે છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું છે. ટ્રમ્પે આ વાત લગભગ 25 વખત જાહેરપણે કહી છે, છતાં પીએમ મોદીએ આ મુદ્દે મૌન ધર્યું છે. રાહુલના મતે, જ્યારે કોઈ દેશે ભારતને આ મામલે ખુલ્લો સાથ આપ્યો નથી ત્યારે પીએમનું મૌન ઘણા સવાલો ઊભા કરે છે.

સંસદમાં બીજો મહત્વપૂર્ણ મુદ્દો “બિહાર વોટર વેરિફિકેશન” રહ્યો. આ મુદ્દે વિપક્ષે ભારે વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષી સાંસદોએ કાળા કપડા પહેરીને અને સૂત્રોચ્ચાર સાથે વેલમાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શાંતિ રાખવાની અપીલ કરી હતી અને સ્પષ્ટ જણાવ્યું કે સંસદમાં રસ્તાની ભાષા નહીં ચાલે. વિરોધના પગલે આજે બંને સદન ગુરુવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા.

પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને 10 મેના રોજ સીઝફાયરની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે આ સીઝફાયર તેમની મધ્યસ્થીના કારણે શક્ય થયું. ભારત સરકારે તેમના દાવાઓનો ઇનકાર કર્યો હોવા છતાં, ટ્રમ્પ અનેકવાર તેમના જ સૂત્રોને પુનરાવૃત્ત કરતા રહ્યા છે.

The post રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/rahul-gandhi-questions-modi-over-trump-ceasefire-claims/feed/ 0