નવી દિલ્હી: ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરીથી ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ વિધાનસભા વિસ્તારોમાં સક્રિય વોટર-ID કાર્ડ છે. તેમણે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ અભિયાન પર પણ સવાલ ઉઠાવતા દાવો કર્યો કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું...
