#PMModi Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/pmmodi/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 02 Jul 2025 18:02:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #PMModi Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/pmmodi/ 32 32 પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત https://www.gujaratinside.com/2025/07/02/prime-minister-modi-reached-ghana-received-grand-welcome-at-the-airport/ https://www.gujaratinside.com/2025/07/02/prime-minister-modi-reached-ghana-received-grand-welcome-at-the-airport/#respond Wed, 02 Jul 2025 18:01:32 +0000 https://www.gujaratinside.com/?p=14564 પ્રધાનમંત્રી મોદી 5 દેશની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં બુધવાર 2 જુલાઈએ ઘાના પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ ભારત અને ઘાનાની વચ્ચે મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 30 વર્ષમાં ઘાનાની મુસાફરી કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. પીએમ...

The post પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પ્રધાનમંત્રી મોદી 5 દેશની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં બુધવાર 2 જુલાઈએ ઘાના પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ ભારત અને ઘાનાની વચ્ચે મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 30 વર્ષમાં ઘાનાની મુસાફરી કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે.

પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનરની સાથે 21 તોપોની સલામી આપવામાં આવી

આ પ્રવાસ ઘાનાના રાષ્ટ્રપતિના ખાસ આમંત્રણ પર થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ મહામાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ અને પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનરની સાથે 21 તોપોની સલામી આપવામાં આવી. વિદેશ મંત્રાલય મુજબ પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ભારત-ઘાના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્રિત છે. પ્રધાનમંત્રી મોદી પોતાના પ્રવાસ દરમિયાન ઘાનાના રાષ્ટ્રપતિની સાથે રોકાણ, ઊર્જા, સ્વાસ્થ્ય, સુરક્ષા અને વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત વાતચીત કરશે. સાથે જ બંને નેતા આર્થિક અને સંરક્ષણ સહયોગને વધારવા માટે આગળની રણનીતિ નક્કી કરશે.

પ્રધાનમંત્રી મોદીનો પાંચ દેશનો પ્રવાસ 2થી 9 જુલાઈ સુધી ચાલશે, જેમાં તે ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામિબિયાનો પ્રવાસ કરશે. આ પ્રવાસનો ઉદ્દેશ્ય ભારતના વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત કરવાનો છે. ઘાના બાદ પીએમ મોદી 3-4 જુલાઈ સુધી ત્રિનિદાદ અને ટોબેગોની મુસાફરી પર રહેશે. જ્યાં તે રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કંગાલૂ અને વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર સાથે મુલાકાત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામીબિયાની મુલાકાત પર જશે.

The post પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/02/prime-minister-modi-reached-ghana-received-grand-welcome-at-the-airport/feed/ 0