Pokhara protests Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/pokhara-protests/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 10:31:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Pokhara protests Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/pokhara-protests/ 32 32 નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી https://www.gujaratinside.com/2025/09/12/indian-volleyball-team-rescued-nepal-violence/ https://www.gujaratinside.com/2025/09/12/indian-volleyball-team-rescued-nepal-violence/#respond Fri, 12 Sep 2025 10:45:13 +0000 https://www.gujaratinside.com/?p=19235 નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે પ્રશંસનીય ઝડપ દર્શાવી ભારતીય વૉલીબૉલ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઉપાસના ગિલ વૉલીબૉલ લીગ માટે નેપાળના પોખરા શહેરમાં હતી, પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે અને ટીમના સભ્યો ફસાઈ...

The post નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે પ્રશંસનીય ઝડપ દર્શાવી ભારતીય વૉલીબૉલ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

ઉપાસના ગિલ વૉલીબૉલ લીગ માટે નેપાળના પોખરા શહેરમાં હતી, પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે અને ટીમના સભ્યો ફસાઈ ગયા. વીડિયોમાં ઉપાસનાએ ભારતીય દૂતાવાસને સીધી અપીલ કરી હતી કે તેઓ તાત્કાલિક મદદ કરે.

ઉપાસનાએ પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે જે હોટલમાં તે રોકાઈ હતી તે ઉપદ્રવીઓએ સળગી દીધી હતી અને તેનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તેણીએ જણાવ્યું કે તે સમયે તે સ્પામાં હતી અને મોટા પ્રયત્નો પછી પોતાની જાન બચાવી શકી.

વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મેળવ્યો અને તરત જ દૂતાવાસ હરકતમાં આવ્યું. દૂતાવાસે ટીમ સાથે સંપર્ક સાધી તેમને કાઠમંડુના એક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમના મોટાભાગના સભ્યો ભારત પરત આવી ગયા છે અને બાકી ખેલાડીઓને પણ પરત લાવવા માટે વ્યવસ્થા ચાલી રહી છે.

નેપાળમાં હિંસક દેખાવો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ શરૂ થયા હતા, જે ટૂંક સમયમાં ભ્રષ્ટાચાર અને નેપોટિઝમ સામેના વ્યાપક આંદોલનમાં ફેરવાઈ ગયા. પરિસ્થિતિ એટલી હદે વણસી કે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું.

કાઠમંડુથી પોખરા સુધી હોટલો અને સરકારી ઇમારતોને આગચાંપી દેવામાં આવી, જેના કારણે સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. સરકાર ઉથલાવ્યા બાદ પણ પરિસ્થિતિ હજુ તંગ છે અને હિંસક દેખાવો ચાલુ છે.

ભારતીય દૂતાવાસે અન્ય ફસાયેલા ભારતીયોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે અને કાઠમંડુમાં કંટ્રોલ રૂમ સતત સક્રિય છે. આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે વિદેશમાં ફસાયેલા ભારતીયોની સલામતી સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા છે.

 

The post નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/indian-volleyball-team-rescued-nepal-violence/feed/ 0