Police Encounter Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/police-encounter/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 24 Aug 2025 10:12:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Police Encounter Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/police-encounter/ 32 32 ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર https://www.gujaratinside.com/2025/08/24/vipin-bhati-encounter-nikki-dowry-murder-greater-noida/ https://www.gujaratinside.com/2025/08/24/vipin-bhati-encounter-nikki-dowry-murder-greater-noida/#respond Sun, 24 Aug 2025 10:12:07 +0000 https://www.gujaratinside.com/?p=17133 ગ્રેટર નોઈડામાં દહેજ માટે પોતાની પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા આરોપી વિપિન ભાટીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. પોલીસે માહિતી આપી હતી કે કોર્ટમાં હાજર કરવા લઈ જતા સમયે આરોપીએ પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો. આ ઘટના સિરસા ચાર રસ્તા નજીક બની હતી. પોલીસના...

The post ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગ્રેટર નોઈડામાં દહેજ માટે પોતાની પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા આરોપી વિપિન ભાટીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. પોલીસે માહિતી આપી હતી કે કોર્ટમાં હાજર કરવા લઈ જતા સમયે આરોપીએ પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો.

આ ઘટના સિરસા ચાર રસ્તા નજીક બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીને ગત રોજ જ પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આઘાતજનક ઘટના ગયા ગુરુવારે બની હતી, જ્યારે વિપિન ભાટી અને તેના સાસરિયાઓએ 36 લાખ રૂપિયાના દહેજની માંગણી પૂર્ણ ન થતાં નિક્કીને ત્રાસ આપીને જીવતી બાળી નાખી હતી. નિક્કીના છ વર્ષના પુત્રએ ખુલાસો કર્યો કે પિતાએ મમ્મી પર કંઈક રેડ્યું, પછી થપ્પડ મારી અને લાઇટરથી આગ લગાવી દીધી.

પીડિતાની બહેન કંચને જણાવ્યું કે દહેજની માંગણીને કારણે મારી બહેન પર અનેકવાર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેણે આક્ષેપ કર્યો કે મારી બહેનને તેના પતિ અને સાસરિયાઓએ નિર્દયતાથી મારી નાખી હતી. કંચન પોતે પણ આ હુમલામાં ઘાયલ થઈ હતી.

નિક્કીને ગંભીર દાઝેલી હાલતમાં ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી તેને સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. પરંતુ ઈજાઓને કારણે 21 ઓગસ્ટના રોજ તેનો મોત નિપજ્યો. હાલમાં, વિપિન ભાટી પોલીસ કસ્ટડીમાં છે અને બાકી આરોપીઓને પકડવા માટે ટીમ બનાવાઈ છે.

 

The post ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/vipin-bhati-encounter-nikki-dowry-murder-greater-noida/feed/ 0