Political News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/political-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 10:51:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Political News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/political-news/ 32 32 તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર https://www.gujaratinside.com/2025/09/21/tejpratap-yadav-oath-mahua-candidacy-bihar-election-2025/ https://www.gujaratinside.com/2025/09/21/tejpratap-yadav-oath-mahua-candidacy-bihar-election-2025/#respond Sun, 21 Sep 2025 11:29:41 +0000 https://www.gujaratinside.com/?p=19789 બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આરજેડી છોડ્યા બાદ તેજપ્રતાપ યાદવે મહુઆ મતવિસ્તારથી પોતાની ઉમેદવારી જાહેર કરીને પોતાના નવા રાજકીય માર્ગનો સંકેત આપ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેજપ્રતાપ યાદવે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “હું ગીતા અને ભગવાન કૃષ્ણના...

The post તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

આરજેડી છોડ્યા બાદ તેજપ્રતાપ યાદવે મહુઆ મતવિસ્તારથી પોતાની ઉમેદવારી જાહેર કરીને પોતાના નવા રાજકીય માર્ગનો સંકેત આપ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેજપ્રતાપ યાદવે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “હું ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ લઉં છું કે હું ક્યારેય આરજેડીમાં પાછો નહીં ફરું.”

તેમણે વધુમાં ઉમેર્યું કે ગમે તેટલા આમંત્રણો મળે, તેઓ આરજેડીમાં પરત નહીં જાય અને પોતાનો રાજકીય માર્ગ અલગ રીતે બનાવશે.

પોતાના પરિવાર પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરતાં તેજપ્રતાપે કહ્યું કે, “અમારા માતા-પિતા અમારા દેવતા જેવા છે અને અમે તેમનો આદર કરીએ છીએ, પરંતુ રાજકારણ અને પરિવાર અલગ બાબતો છે.”

મહુઆમાંથી ઉમેદવારી જાહેર કરીને તેજપ્રતાપે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની રાજકીય કારકિર્દી સ્વતંત્ર રીતે આગળ ધપાવશે. તેમણે બહેનોને પણ ખુલ્લું આમંત્રણ આપ્યું કે જો તેઓ ઇચ્છે તો તેમની પાર્ટીમાં જોડાઈ શકે છે અને તેમને ટિકિટ પણ મળશે.

રાજકીય વિશ્લેષકો માને છે કે તેજપ્રતાપનો આ નિર્ણય બિહારના રાજકીય પરિદૃશ્યને વધુ રસપ્રદ બનાવશે, કારણ કે તેઓ હવે આરજેડી વિના પોતાની અલગ રાજકીય ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

The post તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/tejpratap-yadav-oath-mahua-candidacy-bihar-election-2025/feed/ 0
એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી https://www.gujaratinside.com/2025/09/02/nda-announces-bihar-bandh-over-pm-modi-mother-remarks/ https://www.gujaratinside.com/2025/09/02/nda-announces-bihar-bandh-over-pm-modi-mother-remarks/#respond Tue, 02 Sep 2025 11:50:06 +0000 https://www.gujaratinside.com/?p=18104 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરૂદ્ધ વિપક્ષની રેલીમાં અપશબ્દો કહેવામાં આવ્યા હોવાના પ્રત્યાઘાતે એનડીએએ 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બિહાર બંધનું એલાન કર્યું છે. રાજ્યમાં 4 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વ્યવસાયિક, શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. એનડીએ દ્વારા આપવામાં આવેલી આ જાહેરાત વડાપ્રધાન અને તેમના પરિવારમાં થયેલા અપમાનને લઈને વિરોધ પ્રદર્શનો...

The post એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરૂદ્ધ વિપક્ષની રેલીમાં અપશબ્દો કહેવામાં આવ્યા હોવાના પ્રત્યાઘાતે એનડીએએ 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બિહાર બંધનું એલાન કર્યું છે. રાજ્યમાં 4 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વ્યવસાયિક, શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. એનડીએ દ્વારા આપવામાં આવેલી આ જાહેરાત વડાપ્રધાન અને તેમના પરિવારમાં થયેલા અપમાનને લઈને વિરોધ પ્રદર્શનો માટે કરવામાં આવી છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા મહિનામાં આરજેડી-કોંગ્રેસની રેલીમાં તેમના માતા હીરાબેન મોદા વિરૂદ્ધ અપશબ્દો બોલવામાં આવ્યા હતા, જે માત્ર તેમના માટે જ નહીં, પરંતુ દેશની તમામ માતા અને બહેનો માટે અપમાનજનક છે.

વડાપ્રધાનએ જણાવ્યું કે, “માતા તો આપણું સ્વાભિમાન છે. હું માફ કરી દઈશ, પરંતુ ભારતની ધરતી આ અપમાનને ક્યારેય માફ નહીં કરશે.” પીએમ મોદાએ વિપક્ષને છઠી મૈયા પાસે માફી માગવા અનુરોધ કર્યો છે અને કહ્યું કે મહિલા વિરોધી માનસિકતા સત્તામાં આવે તો માતા-બહેનોને તકલીફ સહન કરવી પડશે.

વડાપ્રધાન મોદાએ રાજ્ય જીવિકા નીધિ સાખ સહકારી સંઘ લિમિટેડનું વર્ચ્યુલી ઉદ્ધાટન કરતી વખતે કહ્યું કે, તેમની માતાએ ગરીબીમાંથી પરિવારને બહાર કાઢવા અવિરત મહેનત કરી, બીમારીમાં પણ કામ કર્યું અને બાળકો માટે દર પાઈ પાઈ બચાવી. આ પ્રસંગે તેમણે દેશના 20 લાખ મહિલાઓને સંબોધતાં જણાવ્યું કે, મહિલાઓની મહેનત અને યોગદાનને હંમેશા માન આપવું જોઈએ.

 

The post એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/nda-announces-bihar-bandh-over-pm-modi-mother-remarks/feed/ 0
મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ https://www.gujaratinside.com/2025/09/01/maratha-reservation-manoj-jarange-ultimatum-to-cm-fadnavis/ https://www.gujaratinside.com/2025/09/01/maratha-reservation-manoj-jarange-ultimatum-to-cm-fadnavis/#respond Mon, 01 Sep 2025 14:15:20 +0000 https://www.gujaratinside.com/?p=18009 મરાઠા અનામત આંદોલનના નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અલ્ટિમેટ આપતાં કહ્યું છે કે, જો મરાઠાઓની માગ સ્વીકારવામાં ન આવે, તો પાંચ કરોડથી વધુ લોકો મુંબઈમાં આવશે. તેમણે સાથે જ આંદોલનકારીઓને શહેરમાં સામાન્ય લોકો પર અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત મુદ્દે સુનાવણી શરૂ કરી...

The post મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મરાઠા અનામત આંદોલનના નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અલ્ટિમેટ આપતાં કહ્યું છે કે, જો મરાઠાઓની માગ સ્વીકારવામાં ન આવે, તો પાંચ કરોડથી વધુ લોકો મુંબઈમાં આવશે. તેમણે સાથે જ આંદોલનકારીઓને શહેરમાં સામાન્ય લોકો પર અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી છે.

બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત મુદ્દે સુનાવણી શરૂ કરી છે. હાઈકોર્ટે મનોજ જરાંગે અને તેમના સમર્થકોને મંગળવાર, 2 સપ્ટેમ્બર સુધીમાં સ્થિતિ સુધારવાની અને મુંબઈના રસ્તાઓ ખાલી કરવાની નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, મનોજ જરાંગેના નેતૃત્વમાં આ વિરોધ શાંતિપૂર્ણ નથી અને તેમાં તમામ શરતોનો ઉલ્લંઘન થયો છે. હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ પૂછ્યું કે, આવી પરિસ્થિતિનો સામનો કરવા શું યોજનાબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે.

મનોજ જરાંગે ચાર દિવસથી આમરણ ઉપવાસ પર છે. તેમણે કહ્યું કે, મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણીમાં અનામત આપવા માટે આ માંગ ચાલુ રહેશે. જરાંગે જણાવ્યું કે, સરકાર તેમના રેકોર્ડ પ્રમાણે અનામત આપતો સરકારી આદેશ જારી કરે.

મહારાષ્ટ્ર સરકારે 29 ઓગસ્ટથી જરાંગે અને તેમના સમર્થકોના ઉપવાસ અંગે કાર્યવાહી અંગે કહ્યું કે, મરાઠા સમુદાયને OBC દરજ્જો આપવાના હૈદરાબાદ ગેઝેટિયરને લાગુ કરવા કાનૂની અભિપ્રાય લઈશું. જો કે, જરાંગે આથી પ્રભાવિત થયા નથી અને આઝાદ મેદાનમાં અનિશ્ચિત સમય સુધી ઉપવાસ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે.

 

The post મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/maratha-reservation-manoj-jarange-ultimatum-to-cm-fadnavis/feed/ 0
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો https://www.gujaratinside.com/2025/07/23/arvind-kejriwal-bhagwant-mann-gujarat-visit-attacks-bjp/ https://www.gujaratinside.com/2025/07/23/arvind-kejriwal-bhagwant-mann-gujarat-visit-attacks-bjp/#respond Wed, 23 Jul 2025 16:30:45 +0000 https://www.gujaratinside.com/?p=15123 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના...

The post અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતો તેમજ પશુપાલકોના હકોના મુદ્દે સરકારને ઘેરી હતી.

અરવિંદ કેજરીવાલે જાહેરમાં કહ્યું કે, “30 વર્ષના શાસન પછી ભાજપનો ભ્રષ્ટાચાર અને અહંકાર ચરમસીમાએ છે. ખેડૂતો અને પશુપાલકો પોતાની યોગ્ય માંગણી માટે રેલી કરે છે ત્યારે તેમના પર લાઠીચાર્જ થાય છે અને તેઓ માર્યા જાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર દ્વારા હજુ પણ મૃતક અશોક ચૌધરીના પરિવારને વળતર મળ્યું નથી. “ભાજપના નેતાઓ ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મહેલ બનાવી રહ્યા છે,” એવો આક્ષેપ કરી તેઓએ દેડિયાપાડા ખાતે ચૈતરભાઈ વસાવાની સભામાં હાજરી આપવાની જાહેરાત પણ કરી.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર તીખો પ્રહાર કરતા આરોપ મૂક્યો કે, “C.R. પાટીલે કમલમ બનાવવા માટે ગુજરાતભરમાં જમીનો ખરીદવામાં ગરીબ ખેડૂતના હકના પૈસાનો દુરુપયોગ કર્યો છે.” તેમણે કહ્યું કે, આઝાદી પછી પણ જો ખેડૂત પશુપાલક મહાપંચાયત યોજવી પડે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.

ઇશુદાન ગઢવીએ ચેતવણી આપી કે, “ભાજપે જેમ કાંગ્રેસે કરેલી ભૂલ પુનરાવૃત્તિ કરીને ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર કર્યા છે, તેનું પરિણામ 2027ની ચૂંટણીમાં ભોગવવું પડશે.” તેમણે સાબર ડેરીની ઘટનાને ભાજપના અહંકારનું જીવું ઉદાહરણ ગણાવ્યું.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી ચૂંટણીઓમાં ખેડૂતો અને પશુપાલકોના મુદ્દાને લઈને રણનીતિ બનાવવામાં આવશે.

The post અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/arvind-kejriwal-bhagwant-mann-gujarat-visit-attacks-bjp/feed/ 0