Political Rally Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/political-rally/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 10:54:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Political Rally Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/political-rally/ 32 32 અસામમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ: “કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધું ઝેર પચાવી જઉ છું.” https://www.gujaratinside.com/2025/09/14/pm-modi-assam-speech-shiv-bhakt-congress-attack/ https://www.gujaratinside.com/2025/09/14/pm-modi-assam-speech-shiv-bhakt-congress-attack/#respond Sun, 14 Sep 2025 11:05:50 +0000 https://www.gujaratinside.com/?p=19335 દરાંગ (અસામ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરાંગ જિલ્લામાં રૂ. 6300 કરોડના હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેમણે દરાંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ અને જીએનએમ સ્કૂલના બાંધકામની શરૂઆત કરી જેમાં રૂ. 570 કરોડનું રોકાણ થવાનું છે. જનસભાને સંબોધતા વડાપ્રધાને પોતાને ભગવાન શિવનો ભક્ત ગણાવ્યો અને કહ્યું કે, “કોઈ મને ગમે...

The post અસામમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ: “કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધું ઝેર પચાવી જઉ છું.” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દરાંગ (અસામ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરાંગ જિલ્લામાં રૂ. 6300 કરોડના હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેમણે દરાંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ અને જીએનએમ સ્કૂલના બાંધકામની શરૂઆત કરી જેમાં રૂ. 570 કરોડનું રોકાણ થવાનું છે.

જનસભાને સંબોધતા વડાપ્રધાને પોતાને ભગવાન શિવનો ભક્ત ગણાવ્યો અને કહ્યું કે, “કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધું ઝેર પચાવી જઉ છું.” કોંગ્રેસ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, “મારું રિમોટ કંટ્રોલ દેશની 140 કરોડ જનતા છે. એ જ મારા માલિક છે. મારી પ્રજા જ મારો ભગવાન છે.”

પીએમ મોદીએ થોડા દિવસ પહેલાં બિહારના દરભંગામાં I.N.D.I.A ગઠબંધનના કાર્યકરો દ્વારા તેમના અને તેમની માતા સામે કરાયેલા અપશબ્દોના વીડિયોને લઈને પણ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે પ્રજાનું અપમાન તેઓ સહન નહીં કરે, પરંતુ તેઓ શિવભક્ત હોવાને કારણે બધું ઝેર પચાવી લે છે.

આ પ્રસંગે વડાપ્રધાને દરાંગ અને ગોલાઘાટ જિલ્લાઓમાં રૂ. 18530 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને આસામની પ્રગતિની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આસામ 13 ટકાના વિકાસદર સાથે આગળ વધી રહ્યું છે અને ભાજપની ડબલ એન્જિન સરકારના યોગદાનથી રાજ્ય ઝડપથી વિકસતું બની રહ્યું છે.

 

The post અસામમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ: “કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધું ઝેર પચાવી જઉ છું.” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/pm-modi-assam-speech-shiv-bhakt-congress-attack/feed/ 0
નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-tejashwi-yadav-voter-fraud-allegation/ https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-tejashwi-yadav-voter-fraud-allegation/#respond Mon, 01 Sep 2025 13:15:16 +0000 https://www.gujaratinside.com/?p=18000 વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું સમાપન પટણામાં થયું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી. બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા અને દાવો કર્યો કે, નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં લઈ ગયા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગારી માટે સીધો...

The post નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું સમાપન પટણામાં થયું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી. બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા અને દાવો કર્યો કે, નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં લઈ ગયા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગારી માટે સીધો હુમલો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વૉટ ચોરી માત્ર ચૂંટણીમાં ગેરરીતિ નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. વૉટ ચોરી એટલે અધિકારો, આરક્ષણ, રોજગાર અને શિક્ષણના અવસરોની ચોરી. તેમણે મહારાષ્ટ્રની ચૂંટણી ઉદાહરણ આપતાં પુછ્યું કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં લગભગ સમાન મત મળવા છતાં, એક કરોડ નવા મતદારોના વોટ કેવી રીતે ભાજપના ખાતામાં ગયા? આ દર્શાવે છે કે ચૂંટણી પંચ અને ભાજપ મળીને વૉટ ચોરી કરી રહ્યા છે.

રાહુલ ગાંધી દ્વારા મહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જે શક્તિઓએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, તે જ શક્તિઓ આજે સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમના આગ્રહ પ્રમાણે આવું નહીં થવા દઈએ. તેમણે જણાવ્યું કે મતદાતા અધિકાર યાત્રાને સમગ્ર બિહાર અને દેશભરમાંથી અપાર સમર્થન મળ્યું છે.

તે જ સમયે, તેજસ્વી યાદવે જણાવ્યું કે, ભાજપ લોકશાહીને નબળી પાડવાનું ષડયંત્ર રચી રહી છે, પરંતુ બિહારની 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જનતા તેની યોગ્ય જવાબ આપશે. યાત્રાના સમાપન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા.

The post નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-tejashwi-yadav-voter-fraud-allegation/feed/ 0