Political Violence Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/political-violence/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 12:41:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Political Violence Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/political-violence/ 32 32 નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર https://www.gujaratinside.com/2025/09/11/nadiad-municipality-bjp-congress-clash-police-intervene/ https://www.gujaratinside.com/2025/09/11/nadiad-municipality-bjp-congress-clash-police-intervene/#respond Thu, 11 Sep 2025 12:41:14 +0000 https://www.gujaratinside.com/?p=19145 નડિયાદ નગરપાલિકામાં ગુરુવારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની હતી અને પરિસ્થિતિ છૂટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાએ પાલિકાના વાતાવરણમાં અફરાતફરી મચાવી હતી. મળતી માહિતી મુજબ બંને પક્ષના કાર્યકરો પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા માટે નગરપાલિકા કચેરીએ એકઠા થયા હતા. રજૂઆત...

The post નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નડિયાદ નગરપાલિકામાં ગુરુવારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની હતી અને પરિસ્થિતિ છૂટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી.

ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાએ પાલિકાના વાતાવરણમાં અફરાતફરી મચાવી હતી. મળતી માહિતી મુજબ બંને પક્ષના કાર્યકરો પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા માટે નગરપાલિકા કચેરીએ એકઠા થયા હતા.

રજૂઆત દરમિયાન મુદ્દાને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ અને વાતચીત ધીમે ધીમે તણાવપૂર્ણ બની. થોડા સમયમાં પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ અને બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર છૂટ્ટા હાથની મારામારી શરૂ કરી દીધી.

આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં બની હોવાને કારણે હંગામો વધુ ચિંતાજનક બની ગયો હતો. પોલીસે તાત્કાલિક દખલ કરીને બંને પક્ષોને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો, જોકે શરૂઆતમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો.

હંગામાને કારણે ઓફિસમાં કામકાજ માટે આવેલા અન્ય કર્મચારીઓ અને નાગરિકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે એકબીજા પર મારામારી શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો કે કોંગ્રેસના કાર્યકરોએ પહેલા હુમલો કર્યો હતો, જ્યારે કોંગ્રેસના નેતાઓએ આરોપ મૂક્યો કે ભાજપના કાર્યકરોએ ઉશ્કેરણીજનક વર્તન કરીને ઝઘડો શરૂ કર્યો હતો.

પોલીસે હાલ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ ઘટનાથી નગરપાલિકામાં થોડાક સમય માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.

 

The post નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/nadiad-municipality-bjp-congress-clash-police-intervene/feed/ 0
ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ https://www.gujaratinside.com/2025/09/11/charlie-kirk-shot-dead-utah-university/ https://www.gujaratinside.com/2025/09/11/charlie-kirk-shot-dead-utah-university/#respond Thu, 11 Sep 2025 03:22:12 +0000 https://www.gujaratinside.com/?p=19070 અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ ‘ટર્નિંગ પોઇન્ટ યુએસએ’ના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી એક ડિબેટ ઈવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ચાર્લી કર્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાર્લીના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને સમગ્ર અમેરિકામાં...

The post ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ ‘ટર્નિંગ પોઇન્ટ યુએસએ’ના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી એક ડિબેટ ઈવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

ચાર્લી કર્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાર્લીના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને સમગ્ર અમેરિકામાં રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો હતો.

અહેવાલો અનુસાર, ડિબેટ દરમિયાન કર્ક બોલી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ઘટનાથી પહેલાં જ યુનિવર્સિટીમાં કર્કની હાજરીનો વિરોધ થઈ રહ્યો હતો અને એક ઓનલાઈન અરજી દ્વારા કાર્યક્રમ રદ કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં લગભગ 1,000 લોકોના હસ્તાક્ષર હતાં. તેમ છતાં યુનિવર્સિટી પ્રશાસને કાર્યક્રમ રદ ન કરવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સ્વતંત્ર ચર્ચા અને વાણી સ્વતંત્રતાનો ભાગ છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ગ્રેટ અને લેજન્ડરી ચાર્લી કર્ક હવે આપણી વચ્ચે નથી. અમેરિકાના યુવાનોને તેનાથી વધુ કોઈ સમજી શક્યું નથી. મેલાનિયા અને હું તેમની પત્ની એરિકા અને પરિવાર પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. ચાર્લી, અમે તમને પ્રેમ કરીએ છીએ.”

 

The post ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/charlie-kirk-shot-dead-utah-university/feed/ 0
બાંગ્લાદેશમાં હિંસા ભડકી: સૂફી સંતનું મૃતદેહ કબરમાંથી બહાર કાઢી આગ લગાવાઈ, 100થી વધુ ઈજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/09/06/bangladesh-sufi-saint-violence/ https://www.gujaratinside.com/2025/09/06/bangladesh-sufi-saint-violence/#respond Sat, 06 Sep 2025 13:15:20 +0000 https://www.gujaratinside.com/?p=18595 બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં ફરીથી હિંસા ભડકી છે, જે દેશના રાજકીય અને સામાજિક વાતાવરણ માટે ચિંતાજનક છે. શુક્રવારે જુમાની નમાઝ પછી મુસ્લિમ કટ્ટરપંથીઓએ જૂમાની નમાઝ પછી બે ગંભીર ઘટનાઓ અંજામ આપી હતી. સૌથી પહેલા કટ્ટરપંથીઓએ સૂફી સંત નૂરા પગલાની કબર અપવિત્ર કરી અને તેમના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી આગ લગાવી દીધી. આ ઘટનાથી નૂરા પગલાના અનુયાયીઓ અને...

The post બાંગ્લાદેશમાં હિંસા ભડકી: સૂફી સંતનું મૃતદેહ કબરમાંથી બહાર કાઢી આગ લગાવાઈ, 100થી વધુ ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં ફરીથી હિંસા ભડકી છે, જે દેશના રાજકીય અને સામાજિક વાતાવરણ માટે ચિંતાજનક છે. શુક્રવારે જુમાની નમાઝ પછી મુસ્લિમ કટ્ટરપંથીઓએ જૂમાની નમાઝ પછી બે ગંભીર ઘટનાઓ અંજામ આપી હતી. સૌથી પહેલા કટ્ટરપંથીઓએ સૂફી સંત નૂરા પગલાની કબર અપવિત્ર કરી અને તેમના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી આગ લગાવી દીધી.

આ ઘટનાથી નૂરા પગલાના અનુયાયીઓ અને સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો. હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન દરગાહમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

આ સાથે જ, બાંગ્લાદેશની જાતીય પાર્ટીની દાકા સ્થિત કેન્દ્રીય કાર્યાલય પર પણ હુમલો થયો, જેમાં ફર્નિચર તોડી અને આગ લગાવવામાં આવી. જાપા મહાસચિવ શમીમ હૈદર પટવારીએ આ ઘટના માટે ગોનો અધિકાર પરિષદને જવાબદાર ઠેરવ્યો છે અને સરકારને આ મામલે ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી છે.

જાતીય પાર્ટીના કાર્યાલય પર હુમલો છેલ્લા અઠવાડિયામાં બીજો હતો. અગાઉ, 30 ઓગસ્ટના રોજ જાપાના કેન્દ્રીય કાર્યાલયમાં તોડફોડ અને આગ લગાવવાના ઘટના થઈ હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, વધતી રાજકીય હિંસા અને કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ પર હુમલા બાંગ્લાદેશમાં લાંબા સમયથી ચાલી રહ્યા છે, ખાસ કરીને તખ્તાપલટ પછી દેશમાં આ પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે.

સ્થાનિક સત્તાઓ અને ફાયર સર્વિસીસે હિંસાની ઘટના સ્થળે પહોંચી કુદરતી નિયંત્રણ માટે કાર્યવાહી શરૂ કરી છે. લોકો અને અનુયાયીઓને સલામત રહેવા અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

The post બાંગ્લાદેશમાં હિંસા ભડકી: સૂફી સંતનું મૃતદેહ કબરમાંથી બહાર કાઢી આગ લગાવાઈ, 100થી વધુ ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/bangladesh-sufi-saint-violence/feed/ 0
બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’ https://www.gujaratinside.com/2025/08/29/bihar-bjp-congress-clash-rahul-gandhi-statement/ https://www.gujaratinside.com/2025/08/29/bihar-bjp-congress-clash-rahul-gandhi-statement/#respond Fri, 29 Aug 2025 13:01:44 +0000 https://www.gujaratinside.com/?p=17711 બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ...

The post બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ‘સત્ય અને અહિંસા સામે અસત્ય અને હિંસા ટકી શકતા નથી. જેટલું મારવું-તોડવું હોય એટલું મારો અને તોડો, અમે સત્ય અને બંધારણનું રક્ષણ કરતા રહીશું. સત્યમેવ જયતે.’ વાસ્તવમાં, ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા અંગે કથિત અભદ્ર ભાષાનો ઉપયોગ થયા બાદ ભાજપે પટણા માર્ચ કાઢી, જે દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ.

મીડિયા એજન્સી દ્વારા પ્રકાશિત વીડિયો પ્રમાણે, બંને પક્ષના કાર્યકરો ઝપાઝપી કરતા અને એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા. કાર્યાલયમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તૂટી ગયા અને પથ્થરમારો થયો. કેટલીક ઘટના દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા, જેમાં એક કાર્યકરનું માથું ફાટી ગયું. પોલીસ પરિસ્થિતિને અંકુશમાં લેવા બળનો ઉપયોગ કરી રહી છે.

દરભંગામાં બુધવારે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની વોટર અધિકાર રેલી દરમિયાન અમુક લોકોએ મંચ પરથી વડાપ્રધાન અને તેમની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી, જેના વિવાદ બાદ વિરુદ્ધ પક્ષે વિરોધ નોંધાવ્યો. પોલીસને આરોપી રિઝવી ઉર્ફ રાજાની ધરપકડ કરી છે. BJPના ધારાસભ્ય નીતિન નાબીએ કહ્યું કે બિહારમાં માતાનું અપમાન કરવા બદલ કોંગ્રેસને જવાબદારી લેવી જોઈએ.

 

The post બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/bihar-bjp-congress-clash-rahul-gandhi-statement/feed/ 0
વડાપ્રધાન મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોમાં હિંસક ઘર્ષણ https://www.gujaratinside.com/2025/08/29/bjp-congress-clash-patna-pm-modi-abuse/ https://www.gujaratinside.com/2025/08/29/bjp-congress-clash-patna-pm-modi-abuse/#respond Fri, 29 Aug 2025 09:32:25 +0000 https://www.gujaratinside.com/?p=17660 પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમની માતાને અપશબ્દ બોલવાના મામલે આજે પટનામાં ભાજપ અને કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે ધમાકેદાર મારામારી થઈ. ભાજપના કાર્યકરો દરભંગામાં થયેલી રેલી દરમિયાન પીએમ મોદીને અને તેમની માતાને અભદ્ર ટીપ્પણી કરવાનાં વિરોધમાં કૉંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવા કર્યા હતા, જે બાદમાં આક્રમક બની ગયા. માધ્યમોમાં આવી રહેલા વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજાં પર...

The post વડાપ્રધાન મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોમાં હિંસક ઘર્ષણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમની માતાને અપશબ્દ બોલવાના મામલે આજે પટનામાં ભાજપ અને કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે ધમાકેદાર મારામારી થઈ. ભાજપના કાર્યકરો દરભંગામાં થયેલી રેલી દરમિયાન પીએમ મોદીને અને તેમની માતાને અભદ્ર ટીપ્પણી કરવાનાં વિરોધમાં કૉંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવા કર્યા હતા, જે બાદમાં આક્રમક બની ગયા.

માધ્યમોમાં આવી રહેલા વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજાં પર હુમલો કરતા, પક્ષના ઝંડા તોડતા અને પથ્થરમારો કરતાં જોવા મળ્યા. ઘટનાની જાણ મળતાં નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેતા બળપ્રયોગનો સહારો લીધો. કૉંગ્રેસના નેતાઓએ આરોપ મૂક્યો કે, ભાજપના કાર્યકરો કાર્યાલયના ગેટ તોડી અંદર ઘૂસ્યા, લાઠીઓ ઉગામી અને પાર્ક કરેલી કારના કાચ તોડ્યા. ભાજપના કાર્યકરો રેલી દરમિયાન કૉંગ્રેસના કાર્યાલય સદાકત આશ્રમમાં તોડફોડ કરી, જેમાં બંને પક્ષ વચ્ચે લાઠીઓ અને પથ્થરમારો થયો. કોઈ ગંભીર જાનહાની થઈ નથી, પરંતુ કેટલાક કાર્યકરોને ઇજા પહોંચી હતી.

ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે, બુધવારે દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની વોટર અધિકાર રેલી દરમિયાન કેટલાક લોકોએ મંચ પરથી વડાપ્રધાન મોદીને અને તેમની માતાને અપશબ્દો બોલ્યા હતા. આ સમયે neither રાહુલ ગાંધી ન તજસ્વી યાદવ મંચ પર હાજર ન હતા. આરોપી રિઝવી ઉર્ફ રાજાને ધરપકડ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ અને આરજેડીને આ બાબતમાં કડક ટીકા કરી છે અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે, આવા અભદ્ર ભાષાનો ઉપયોગ આપણા લોકતંત્ર માટે લાજ્જાજનક છે. તેમણે જણાવ્યું કે જો રાહુલ ગાંધીમાં થોડી પણ શરમ હોય તો તેમને માફી માગવી જોઈએ.

 

The post વડાપ્રધાન મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોમાં હિંસક ઘર્ષણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/bjp-congress-clash-patna-pm-modi-abuse/feed/ 0
બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/08/27/bihar-minister-shravan-kumar-attack-nalanda/ https://www.gujaratinside.com/2025/08/27/bihar-minister-shravan-kumar-attack-nalanda/#respond Wed, 27 Aug 2025 10:02:34 +0000 https://www.gujaratinside.com/?p=17462 બિહારના નાલંદા જિલ્લામાં ગ્રામીણ વિકાસ મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર ગ્રામીણોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મલાવા ગામે બની હતી, જ્યાં મંત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના પરિજનોને મળવા માટે પહોંચ્યા હતા. માહિતી મુજબ, મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયા પણ હાજર હતા. મુલાકાત દરમિયાન...

The post બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના નાલંદા જિલ્લામાં ગ્રામીણ વિકાસ મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર ગ્રામીણોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મલાવા ગામે બની હતી, જ્યાં મંત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના પરિજનોને મળવા માટે પહોંચ્યા હતા.

માહિતી મુજબ, મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયા પણ હાજર હતા. મુલાકાત દરમિયાન અચાનક અસામાજિક તત્વોએ પથ્થરમારો અને હિંસક હુમલો શરૂ કર્યો. હુમલા દરમિયાન મંત્રીનો બોડીગાર્ડ સહિત અનેક સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા. ગ્રામીણોએ મંત્રીના કાફલાનો એક કિલોમીટર સુધી પીછો કરીને હુમલો ચાલુ રાખ્યો અને તેમને ગામમાંથી ભગાડી દીધા.

ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને સુરક્ષા વધારવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

The post બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/bihar-minister-shravan-kumar-attack-nalanda/feed/ 0