Politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/politics/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 11:57:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/politics/ 32 32 બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત https://www.gujaratinside.com/2025/09/22/banas-dairy-election-parbat-patel-form/ https://www.gujaratinside.com/2025/09/22/banas-dairy-election-parbat-patel-form/#respond Mon, 22 Sep 2025 13:15:16 +0000 https://www.gujaratinside.com/?p=19875 બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની નિયામક મંડળની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. પૂર્વ સાંસદ પરબત પટેલે ધાનેરા બેઠક પરથી ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું છે. તેમણે જણાવ્યું કે, આજની પ્રક્રિયા પૂરી થયા પછી લગભગ સમગ્ર નિયામક મંડળ બિનહરિફ થવાનો સંકેત છે. પેટલના જણાવ્યા અનુસાર, તેમણે ફોર્મ ભરતા કહ્યું કે બનાસ ડેરીની પ્રતિષ્ઠા,...

The post બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની નિયામક મંડળની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. પૂર્વ સાંસદ પરબત પટેલે ધાનેરા બેઠક પરથી ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું છે.

તેમણે જણાવ્યું કે, આજની પ્રક્રિયા પૂરી થયા પછી લગભગ સમગ્ર નિયામક મંડળ બિનહરિફ થવાનો સંકેત છે.

પેટલના જણાવ્યા અનુસાર, તેમણે ફોર્મ ભરતા કહ્યું કે બનાસ ડેરીની પ્રતિષ્ઠા, માન અને મરતબો જોતા તેમને વિશ્વાસ છે કે સમગ્ર મંડળ માટે કોઈ સ્પર્ધા ઊભી નહીં રહે.

તેમણે અગાઉ પણ સંકેત આપ્યા હતા કે ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ સામે કોઈ વિપક્ષ ઉમેદવાર નહીં લડે, જેના કારણે બિનહરીફ થવાનો માહોલ સર્જાયો છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી 23 સપ્ટેમ્બરે થશે, જ્યારે માન્ય ઉમેદવારી પત્રોની યાદી 24 સપ્ટેમ્બરે જાહેર થશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર અને હરીફ ઉમેદવારોની આખરી યાદી 30 સપ્ટેમ્બરે જાહેર થશે. મતગણતરી 11 ઓક્ટોબરે યોજાશે.

આ વખતની ચૂંટણીને લઈને જિલ્લાભરમાં રાજકારણ ગરમાયું છે.

આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોટા પ્રમાણમાં ઉમેદવારો મેદાનમાં ઉતરવાની શક્યતા છે, જેના આધારે સ્પર્ધા બની કે બિનહરીફ રહે તે અંગે સ્પષ્ટ ચિત્ર સાંજ સુધી સામે આવશે.

The post બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/banas-dairy-election-parbat-patel-form/feed/ 0
સાઉથના સુપરસ્ટાર વિજય વિવાદમાં, બાઉન્સરોના હુમલાના આરોપે મામલો ગરમાયો https://www.gujaratinside.com/2025/08/27/vijay-controversy-tvks-event-case-filed/ https://www.gujaratinside.com/2025/08/27/vijay-controversy-tvks-event-case-filed/#respond Wed, 27 Aug 2025 13:18:52 +0000 https://www.gujaratinside.com/?p=17515 સાઉથ સિનેમા જગતના સુપરસ્ટાર વિજય હાલ ગંભીર વિવાદમાં અટવાયા છે. મદુરાઈ જિલ્લાના પારાપથીમાં 20 ઓગસ્ટે યોજાયેલ તમિલગા વેત્રી કઝગમ (TVK)ના બીજા રાજ્ય પરિષદ દરમિયાન થયેલી એક ઘટના બાદ કુન્નમ પોલીસે વિજય સહિત 10 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. માહિતી અનુસાર, કાર્યક્રમ દરમિયાન રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરતા કાર્યકર્તા શરથકુમારને વિજયના બાઉન્સરોએ બળજબરીથી ધક્કો માર્યો હતો....

The post સાઉથના સુપરસ્ટાર વિજય વિવાદમાં, બાઉન્સરોના હુમલાના આરોપે મામલો ગરમાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સાઉથ સિનેમા જગતના સુપરસ્ટાર વિજય હાલ ગંભીર વિવાદમાં અટવાયા છે. મદુરાઈ જિલ્લાના પારાપથીમાં 20 ઓગસ્ટે યોજાયેલ તમિલગા વેત્રી કઝગમ (TVK)ના બીજા રાજ્ય પરિષદ દરમિયાન થયેલી એક ઘટના બાદ કુન્નમ પોલીસે વિજય સહિત 10 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

માહિતી અનુસાર, કાર્યક્રમ દરમિયાન રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરતા કાર્યકર્તા શરથકુમારને વિજયના બાઉન્સરોએ બળજબરીથી ધક્કો માર્યો હતો. આ ઘટનામાં શરથકુમાર પડી ગયા અને તેમની છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી. ફરિયાદ બાદ શરથકુમાર પેરામ્બલુર જિલ્લા પોલીસ અધિક્ષક કાર્યાલયમાં પહોંચ્યા અને વિગતવાર ફરિયાદ નોંધાવી. તેમણે જણાવ્યું કે, “વિજયના બાઉન્સરોએ અમારી સાથે મારપીટ કરી, ત્યારબાદ છાતીમાં દુઃખાવો થવા લાગ્યો.”

આ ઘટનાને લઈને કુન્નમ પોલીસે વિજય અને તેના સુરક્ષા સ્ટાફ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કાર્યક્રમમાં 1.5 લાખથી વધુ લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે વિજયને જોવા માટે વહેલી સવારે જ ભારે ભીડ ઉમટી હતી.

તે ઉપરાંત, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બીજા એક વીડિયોમાં જોવા મળે છે કે એક ચાહક વિજયનું ધ્યાન ખેંચવા રેલિંગ પર લટકી રહ્યો હતો. પોલીસે અને સુરક્ષા કર્મચારીઓએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ વિજય પોતે આગળ વધી ચાહકને શાંતિપૂર્વક નીચે ઉતાર્યો અને મામલો ઠંડો પાડ્યો.

 

 

The post સાઉથના સુપરસ્ટાર વિજય વિવાદમાં, બાઉન્સરોના હુમલાના આરોપે મામલો ગરમાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/vijay-controversy-tvks-event-case-filed/feed/ 0
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/ https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/#respond Wed, 27 Aug 2025 11:00:03 +0000 https://www.gujaratinside.com/?p=17478 કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે...

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વોટ ચોરી થઈ રહી છે અને એ કારણે જ લોકો અમારી યાત્રા સાથે જોડાઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રસ્તામાં મળેલા 6 વર્ષના બાળકો પણ હવે સમજવા લાગ્યા છે કે દેશમાં વોટ ચોરી થઈ રહી છે. તેમણે અમિત શાહના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “અમિત શાહે કહ્યું હતું કે ભાજપ આગામી 40 વર્ષ સુધી સત્તામાં રહેશે. પરંતુ રાજકારણમાં કાલે શું થશે તે કોઈ નથી જાણતું, તો પછી એમને 40 વર્ષનું ભવિષ્ય કેવી રીતે ખબર છે? કારણ છે વોટ ચોરી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોટાપાયે ગડબડી થઈ હતી. “ઓપિનિયન પોલ એક વાત કહી રહ્યા હતા, પરંતુ પરિણામ કંઈક અલગ જ આવ્યું. વડાપ્રધાન મોદીએ પહેલેથી જ 300 બેઠકોનો દાવો કર્યો હતો અને એ જ પરિણામ આવ્યું. આ બધું ગુજરાત મોડલ પરથી શરૂ થયું છે,” એમ રાહુલ ગાંધીએ જણાવ્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મતદાર યાદી તથા વીડિયો રેકોર્ડિંગથી મોટી છેતરપિંડીના પુરાવા મળ્યા છે. એક વિધાનસભા ક્ષેત્રમાં એક લાખ નકલી મત મળી આવ્યા અને હજારો ડુપ્લિકેટ નામ પણ બહાર આવ્યા.

 

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/feed/ 0
‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/ https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/#respond Sun, 24 Aug 2025 12:00:21 +0000 https://www.gujaratinside.com/?p=17176 બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે. તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક,...

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે.

તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને હરિયાણામાં અમારી પાર્ટીને વોટર લિસ્ટ પણ આપવામાં આવી નથી. અમે બિહારમાં વોટ ચોરી થવા દઇશું નહીં.”

રાહુલ ગાંધીના અનુસાર, તેમણે કર્ણાટકના મહાદેવપુરા સંબંધિત ડેટા રાખ્યો હતો અને ચૂંટણી પંચને પુછ્યું કે 1 લાખ નકલી મતદારો ક્યાંથી આવ્યા? જો કે, ચૂંટણી પંચનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. તેમણે જણાવ્યું કે, તેમના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પંચે સોગંદનામું માંગ્યું, જ્યારે ભાજપના અનુરાગ ઠાકુરને તે જરૂરી ન હતું, જે પંચની તટસ્થતા પર પ્રશ્ન ઉભો કરે છે. તેમણે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પદ્ધતિ અને 65 લાખ બિહારી મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનો બાબત પર ઉઠાવ્યા પ્રશ્નો. બિહારમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે રાહુલ મૌન રહ્યા.

તેજસ્વી યાદવે કહ્યું કે, ચૂંટણી પંચ હવે એક “ગોદી પંચ” બની ગયું છે અને ભાજપના કાર્યકર તરીકે કાર્યરત છે. તેમણે પંચની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હોવાનું જણાવ્યું. તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જણાવ્યું કે, તેઓ અફવાઓ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બિહાર પ્રવાસ દરમિયાન ઉલ્લેખ કરેલા ઘુસણખોરોના નામ ચૂંટણી પંચના સોગંદનામામાં સમાવિષ્ટ નથી.

કોંગ્રેસ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં વોટર અધિકાર યાત્રા ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેના દ્વારા મતદારોમાં જાગૃતતા વધારવી અને તેમના અધિકારોને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે. આ યાત્રામાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય I.N.D.I.A મહાગઠબંધનના નેતાઓ પણ જોડાયેલા છે, જેમણે વિવિધ જિલ્લાઓમાં જનસભા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા મતદારો સાથે સંવાદ કર્યો.

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/feed/ 0
રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-security-breach-bike-rally-kiss-incident/ https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-security-breach-bike-rally-kiss-incident/#respond Sun, 24 Aug 2025 09:56:27 +0000 https://www.gujaratinside.com/?p=17129 બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન બાઇક રેલીમાં એક અજાણી વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક આવી ગયો અને અચાનક તેને કિસ કરી નાખ્યો. ત્યારબાદ સુરક્ષા માટે તૈનાત કમાન્ડો દોડી આવ્યા અને તે યુવકને પકડીને થપ્પડ માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ...

The post રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન બાઇક રેલીમાં એક અજાણી વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક આવી ગયો અને અચાનક તેને કિસ કરી નાખ્યો. ત્યારબાદ સુરક્ષા માટે તૈનાત કમાન્ડો દોડી આવ્યા અને તે યુવકને પકડીને થપ્પડ માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના રવિવારે પૂર્ણિયામાં બની હતી, જ્યાં રાહુલ ગાંધી બુલેટ પર સવાર હતા અને બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ તેમની પાછળ બેઠા હતા. રેલી દરમિયાન એક યુવક તેમની બાઇક પાસે પહોંચ્યો અને અચાનક કિસ કરવાની કોશિશ કરી. સુરક્ષા ગાર્ડે તરત જ તેને રોકી લીધો અને થપ્પડ મારીને દૂર હટાવી દીધો.

રાહુલ ગાંધી હાલમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે સંયુક્ત નેતૃત્વમાં બિહારમાં મતદાર અધિકાર યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. આ યાત્રાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ છે. પૂર્ણિયામાં રાહુલ ગાંધીને બાઇક પર જોઈને સ્થાનિક કોંગ્રેસ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર અને ભાજપ પર મત ચોરી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપે ગરીબ વર્ગો માટે તકોના દરવાજા બંધ કરી દીધા છે અને હવે તે બિહારમાં મત ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલે ભારપૂર્વક કહ્યું કે ભાજપ અને આરએસએસ એ વિચારોના વિરોધી છે, જે બાબાસાહેબ આંબેડકરના સંવિધાનમાં દર્શાવવામાં આવ્યા છે.

 

The post રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-security-breach-bike-rally-kiss-incident/feed/ 0
બિહારમાં SIR હેઠળ CPI-ML (લિબરેશન) એકમાત્ર રાજકીય પક્ષ, કોંગ્રેસ- RJD પ્રક્રિયાથી દૂર https://www.gujaratinside.com/2025/08/23/bihar-sir-cpi-ml-only-active/ https://www.gujaratinside.com/2025/08/23/bihar-sir-cpi-ml-only-active/#respond Sat, 23 Aug 2025 11:39:36 +0000 https://www.gujaratinside.com/?p=17063 બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદારોના દાવા અને વાંધા દાખલ કરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી માત્ર CPI-ML (લિબરેશન) પાર્ટી જ સક્રિય રહી છે. આ પાર્ટી દ્વારા કુલ 9 દાવા અને વાંધા દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષો જેમ કે કોંગ્રેસ અને RJD હજુ સુધી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા નથી. ચૂંટણી...

The post બિહારમાં SIR હેઠળ CPI-ML (લિબરેશન) એકમાત્ર રાજકીય પક્ષ, કોંગ્રેસ- RJD પ્રક્રિયાથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદારોના દાવા અને વાંધા દાખલ કરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી માત્ર CPI-ML (લિબરેશન) પાર્ટી જ સક્રિય રહી છે. આ પાર્ટી દ્વારા કુલ 9 દાવા અને વાંધા દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષો જેમ કે કોંગ્રેસ અને RJD હજુ સુધી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા નથી.

ચૂંટણી પંચે દૈનિક બુલેટિનમાં જણાવ્યું કે, મતદારો દ્વારા મતદાર યાદીમાં ભૂલો દૂર કરવા માટે કુલ 99,656 દાવા અને વાંધા દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 7,367 અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સાથે જ 18 વર્ષ પૂરાં કરનારા અને નવા મતદારો દ્વારા 2,83,042 લોકોએ ફોર્મ-6 અને ઘોષણા ફોર્મ સબમિટ કર્યા છે, જેમાં રાજકીય પક્ષોના BLA તરીકે સબમિટ કરેલા 6 ફોર્મ પણ શામેલ છે.

ચૂંટણી પંચે 1 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી હતી, અને દાવા-વાંધા દાખલ કરવાની પ્રક્રિયા 9 દિવસમાં પૂર્ણ થશે. નિયમો અનુસાર, દાવા અને વાંધાઓના નિરાકરણ સંબંધિત ERO અને AERO દ્વારા પાત્રતાની ચકાસણી પછી જ કરવામાં આવશે. SIR આદેશો મુજબ, ERO અને AERO ડ્રાફ્ટ યાદીમાંથી કોઈપણ નામની તપાસ અને બોલવાના આદેશ વિના દૂર કરી શકતા નથી.

જો કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ હોવા છતાં, કોંગ્રેસ અને RJD જેવા મુખ્ય વિપક્ષી પક્ષો SIR પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા નથી. સુપ્રીમ કોર્ટે બિહારના તમામ 12 રાજકીય પક્ષોને આદેશ આપ્યો હતો કે તેઓ SIR હેઠળ મતદારોની અરજીઓ ભરવામાં મદદ કરે.

 

The post બિહારમાં SIR હેઠળ CPI-ML (લિબરેશન) એકમાત્ર રાજકીય પક્ષ, કોંગ્રેસ- RJD પ્રક્રિયાથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/bihar-sir-cpi-ml-only-active/feed/ 0
સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ https://www.gujaratinside.com/2025/08/22/parliament-monsoon-session-bihar-voter-list-disruption/ https://www.gujaratinside.com/2025/08/22/parliament-monsoon-session-bihar-voter-list-disruption/#respond Fri, 22 Aug 2025 04:39:59 +0000 https://www.gujaratinside.com/?p=16936 નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ...

The post સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો.

વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ વધી હતી અને લોકસભામાં 12 બિલ તથા રાજ્યસભામાં 15 બિલ પસાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, ગંભીર અપરાધોમાં ધરપકડ કરાયેલા વડાપ્રધાન, મુખ્ય પ્રધાનો અને પ્રધાનોને હટાવવાની જોગવાઈ ધરાવતા બિલને લઈને ભારે તંગદિલી જોવા મળી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે આ બિલ રજૂ કર્યું ત્યારે વિરોધ પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો અને બિલની નકલો ફાડી નાખી હતી, જેના કારણે સત્તા અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા.

સત્ર દરમિયાન ભારે હોબાળાને કારણે 84 કલાક બરબાદ થયા, જે 18મી લોકસભાના કોઈ પણ સત્રમાં સૌથી વધુ સમયનો વેડફાટ માનવામાં આવે છે. સત્રમાં ફક્ત 37 કલાક 7 મિનિટનું કામકાજ થયું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષની વર્તણૂકને બિનસંસદીય ગણાવી અને તેને કમનસીબ ગણાવ્યું હતું.

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આ ચોમાસું સત્ર સરકાર અને દેશ માટે ફળદાયી રહ્યું, જ્યારે વિપક્ષ માટે નિષ્ફળ સાબિત થયું.

 

The post સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/parliament-monsoon-session-bihar-voter-list-disruption/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/ https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/#respond Mon, 18 Aug 2025 15:11:48 +0000 https://www.gujaratinside.com/?p=16625 આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે ચૂંટણીમાં મહત્વનો ફર્ક પાડી શકે છે.

પીટીઆઈના અહેવાલ મુજબ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાર્ટી પ્રમુખ જગન મોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી હતી અને શાસક ગઠબંધનના ઉમેદવાર માટે પ્રાદેશિક પાર્ટીના સમર્થન માંગ્યું હતું. રાજકીય રીતે આ નિર્ણય ખુબ જ મહત્વનો માનવામાં આવે છે કારણ કે વાયએસઆર કોંગ્રેસ એનડીએનો ભાગ નથી અને ઈન્ડિયા ગઠબંધન સાથે પણ નથી, તેમ છતાં એનડીએને સમર્થન આપી રહી છે.

આ પહેલાં પણ વાયએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએને સમર્થન આપ્યું હતું, જેમ કે રામનાથ કોવિંદ, દ્રૌપદી મુર્મુ, વેંકૈયા નાયડુ અને જગદીપ ધનખડના ઉમેદવારી સમયગાળા દરમિયાન. હાલમાં એનડીએ પાસે લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132 સાંસદોનું સમર્થન છે. વાયએસઆરસીપીના 11 સાંસદોના સમર્થન સાથે આ આંકડો 435થી વધુ પહોંચવાની સંભાવના છે, જે સી.પી. રાધાકૃષ્ણનની જીત લગભગ નિશ્ચિત બનાવે છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે એનડીએનું પ્રભાવ રાષ્ટ્રીય સ્તરે વધી રહ્યું છે અને પ્રાદેશિક પક્ષો સાથેના તેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/feed/ 0
સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંક્ચર કરી દેશે : નીતિન ગડકરીનું સૂચક નિવેદન https://www.gujaratinside.com/2025/07/27/nitin-gadkari-government-failure-statement/ https://www.gujaratinside.com/2025/07/27/nitin-gadkari-government-failure-statement/#respond Sun, 27 Jul 2025 16:10:30 +0000 https://www.gujaratinside.com/?p=15609 કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણ નશા જેવું છે, જ્યાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણિક હોય છે. ગડકરીએ સરકારની અસમર્થતાની ટીકા કરતાં જણાવ્યું કે, “સરકાર ખૂબ નકામી વસ્તુ છે, કોર્પોરેશનના ભરોસે કોઈ કામ પૂરું થતું નથી. આ...

The post સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંક્ચર કરી દેશે : નીતિન ગડકરીનું સૂચક નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણ નશા જેવું છે, જ્યાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણિક હોય છે. ગડકરીએ સરકારની અસમર્થતાની ટીકા કરતાં જણાવ્યું કે, “સરકાર ખૂબ નકામી વસ્તુ છે, કોર્પોરેશનના ભરોસે કોઈ કામ પૂરું થતું નથી. આ લોકો ચાલતી ગાડીમાં પંક્ચર કરવાનું કૌશલ્ય ધરાવે છે.”

ગડકરીએ વધુમાં જણાવ્યું કે, ખરાબ સમયમાં પૂછનાર કોઈ હોતું નથી, જ્યારે સારા દિવસોમાં પ્રશંસકોની કમી નથી હોતી. તેમણે નાગપુરમાં 300 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવા ઇચ્છા વ્યક્ત કરી અને જણાવ્યું કે, “સ્પોર્ટ્સ સુવિધાઓ માટે ફી લેવી જરૂરી છે, મફતમાં ન શિખવાડવું જોઈએ.” તેમણે ઉલ્લેખ કર્યો કે, “હું રાજકારણમાં છું અને તેમાં ફોગટ્યાઓનું બજાર છે. હું મફતમાં કઈ આપતો નથી.”

તેમણે જણાવ્યું કે, તેઓ પૈસા આપ્યા વગર રૂ.5 લાખ કરોડનું કામ કરાવી શકે છે. ગડકરીએ યુવાઓને કોઈપણ ક્ષેત્રમાં ઈમાનદારી અને મહેનત સાથે કામ કરવાની સલાહ આપી.

The post સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંક્ચર કરી દેશે : નીતિન ગડકરીનું સૂચક નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/nitin-gadkari-government-failure-statement/feed/ 0
રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે” https://www.gujaratinside.com/2025/07/15/rahul-gandhi-quips-countrys-foreign-policy-has-been-turned-into-a-circus/ https://www.gujaratinside.com/2025/07/15/rahul-gandhi-quips-countrys-foreign-policy-has-been-turned-into-a-circus/#respond Tue, 15 Jul 2025 10:44:04 +0000 https://www.gujaratinside.com/?p=14792 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતને લઈને કટાક્ષ કર્યો છે. મંગળવારે (15 જુલાઈ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ભારતની વિદેશ નીતિને એક “સંપૂર્ણ વિકસિત સર્કસ”માં ફેરવી રહી છે. શું કહ્યું રાહુલ ગાંધીએ?...

The post રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતને લઈને કટાક્ષ કર્યો છે. મંગળવારે (15 જુલાઈ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ભારતની વિદેશ નીતિને એક “સંપૂર્ણ વિકસિત સર્કસ”માં ફેરવી રહી છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ?

રાહુલે લખ્યું, “ચીની વિદેશ મંત્રી આવશે અને મોદીજીને ચીન-ભારત સંબંધોની હાલની પરિસ્થિતિ વિશે માહિતગાર કરશે! Meanwhile, આપણા વિદેશ મંત્રી ભારતની વિદેશ નીતિને બરબાદ કરવાના હેતુથી એક સંપૂર્ણ સર્કસ ચલાવી રહ્યા છે.”

તેમણે વધુમાં કહ્યું કે જયશંકરે શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી શુભેચ્છા પાઠવી હતી. રાહુલનો આ તિખો પ્રહાર ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સંબંધોની સ્થિતિ અને સરકારના વલણ પર સવાલ ઉભા કરે છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં ચીનની મુલાકાત પર છે, જ્યાં તેઓ શંધાઈ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતમાં તેમણે આપણે દ્વિપક્ષીય સંબંધોની હાલની પરિસ્થિતિથી માહિતગાર કર્યા. તેમણે આપના નેતૃત્વને મહત્ત્વ આપ્યું છે.”

જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે પણ બેઠક કરી હતી, જેમાં દ્રષ્ટિવાન, સ્થિર અને રચનાત્મક સંબંધોનું નિર્માણ કરવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી.

The post રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/15/rahul-gandhi-quips-countrys-foreign-policy-has-been-turned-into-a-circus/feed/ 0