Prakash Raj Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/prakash-raj/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 21 Jul 2025 15:23:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Prakash Raj Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/prakash-raj/ 32 32 પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ https://www.gujaratinside.com/2025/07/21/prakash-raj-vijay-deverakonda-ed-summons-betting-app-case/ https://www.gujaratinside.com/2025/07/21/prakash-raj-vijay-deverakonda-ed-summons-betting-app-case/#respond Mon, 21 Jul 2025 15:23:46 +0000 https://www.gujaratinside.com/?p=15036 એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને લક્ષ્મી માંચૂ સહિત ચાર સ્ટાર્સને સમન્સ મોકલ્યા છે. આ સમન્સ ઓનલાઈન બેટિંગ એપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઈને મોકલાયા છે. EDએ આ કાર્યવાહી સાઈબરાબાદ પોલીસે નોંધેલી FIRના આધારે શરૂ કરી છે. સ્ટાર્સ પર આરોપ છે કે તેઓ ગેરકાયદે બેટિંગ એપનો પ્રમોશન કરીને યુવાનોને આકર્ષિત...

The post પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને લક્ષ્મી માંચૂ સહિત ચાર સ્ટાર્સને સમન્સ મોકલ્યા છે. આ સમન્સ ઓનલાઈન બેટિંગ એપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઈને મોકલાયા છે. EDએ આ કાર્યવાહી સાઈબરાબાદ પોલીસે નોંધેલી FIRના આધારે શરૂ કરી છે. સ્ટાર્સ પર આરોપ છે કે તેઓ ગેરકાયદે બેટિંગ એપનો પ્રમોશન કરીને યુવાનોને આકર્ષિત કરતા હતા.

EDએ રાણા દગ્ગુબાતીને 23 જુલાઈ, પ્રકાશ રાજને 30 જુલાઈ, વિજય દેવરકોંડાને 6 ઑગસ્ટ અને લક્ષ્મી માંચૂને 13 ઑગસ્ટે પૂછપરછ માટે હાજર થવા સૂચના આપી છે. FIR મુજબ, આ કેસમાં કુલ 29 સેલિબ્રિટીઝના નામ આવ્યા છે જેમાં નિધિ અગ્રવાલ, પ્રણીતા સુભાષ, અનન્યા નાગલ્લા, શ્રીમુખી, યૂટ્યૂબર હર્ષા સાઈ અને સની યાદવ સહિત અનેક લોકપ્રિય ચહેરાઓ શામેલ છે.

પોલીસની તપાસમાં ખુલ્યું છે કે સ્ટાર્સ દ્વારા પ્રમોટ કરેલી એપ્લિકેશન્સ યુવાનોને ઝડપથી પૈસા કમાવાની લાલચ આપતી હતી. પરિણામે ઘણા યુવાનો આર્થિક મુશ્કેલીઓમાં ફસાઈ ગયા હતા. ED હવે આ સ્ટાર્સને પૂછપરછ દ્વારા જાણી રહી છે કે તેમણે કેટલાં પૈસામાં એપનો પ્રમોશન કર્યો હતો, તેમને કેટલા પૈસા મળ્યા, કેવો ટેક્સ ભરાયો અને આ તમામ વિગતો કેવી રીતે સંચાલિત થઈ.

આ સમગ્ર કેસની શરૂઆત મિયાપુરના ઉદ્યોગપતિ ફણીન્દ્ર શર્માની ફરિયાદથી થઈ હતી. તેઓએ જણાવ્યું કે આ પ્રકારના પ્રમોશનથી મધ્યમ વર્ગના પરિવારોને મોટું આર્થિક નુકસાન થાય છે. તેમની ફરિયાદ બાદ 19 માર્ચ 2025ના રોજ સાઈબરાબાદ પોલીસ સ્ટેશનમાં સ્ટાર્સ વિરુદ્ધ FIR નોંધાઈ હતી.

The post પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/21/prakash-raj-vijay-deverakonda-ed-summons-betting-app-case/feed/ 0