Priyadarshan Retirement Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/priyadarshan-retirement/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 15:04:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Priyadarshan Retirement Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/priyadarshan-retirement/ 32 32 ‘હેરા ફેરી 3’ બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કરશે પ્રિયદર્શન, કહ્યું- હવે થાકી ગયો છું https://www.gujaratinside.com/2025/08/25/priyadarshan-to-retire-after-hera-pheri-3/ https://www.gujaratinside.com/2025/08/25/priyadarshan-to-retire-after-hera-pheri-3/#respond Mon, 25 Aug 2025 15:04:55 +0000 https://www.gujaratinside.com/?p=17307 પ્રખ્યાત ફિલ્મમેકર પ્રિયદર્શન હાલમાં તેમની આવનારી ફિલ્મ ‘હેવાન’ને લઈને ચર્ચામાં છે, જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર સાથે નજર આવશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કેરળના કોચીમાં ચાલી રહ્યું છે. પ્રિયદર્શને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હેવાન’ પછી તે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ‘હેરા ફેરી 3’નું શૂટિંગ શરૂ કરશે. જોકે,...

The post ‘હેરા ફેરી 3’ બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કરશે પ્રિયદર્શન, કહ્યું- હવે થાકી ગયો છું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પ્રખ્યાત ફિલ્મમેકર પ્રિયદર્શન હાલમાં તેમની આવનારી ફિલ્મ ‘હેવાન’ને લઈને ચર્ચામાં છે, જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર સાથે નજર આવશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કેરળના કોચીમાં ચાલી રહ્યું છે. પ્રિયદર્શને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હેવાન’ પછી તે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ‘હેરા ફેરી 3’નું શૂટિંગ શરૂ કરશે. જોકે, તેમણે એ પણ સંકેત આપ્યા છે કે આ ફિલ્મ બાદ તે સિનેમા જગતને અલવિદા કહી દેશે.

પ્રિયદર્શને કહ્યું, “હું સામાન્ય રીતે મારી જૂની ફિલ્મોના સિક્વલ બનાવતો નથી, પરંતુ ‘હેરા ફેરી 3’ માટે ઘણા દિવસોથી માંગ ચાલી રહી હતી, એટલે આ ફિલ્મ જરૂર બનાવીશ. પરંતુ હવે હું થાકી ગયો છું, તેથી આ પછી નિવૃત્તિ લઈશ.” અને ‘હેવાન’ પછી ફિલ્મનું દિગ્દર્શન કરાશે, જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ફિલ્મના સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે અને આવતી સાલે શૂટિંગ શરૂ થશે. મોહનલાલ અને પ્રિયદર્શન બાળપણના મિત્રો છે અને તેઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું 1984માં, જ્યારે પ્રિયદર્શને ફિલ્મ ‘પુકાકોરૂ મુકુદી’નું દિગ્દર્શન કર્યું હતું.

 

The post ‘હેરા ફેરી 3’ બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કરશે પ્રિયદર્શન, કહ્યું- હવે થાકી ગયો છું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/priyadarshan-to-retire-after-hera-pheri-3/feed/ 0