Property Tax Reform Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/property-tax-reform/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 19 Aug 2025 11:36:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Property Tax Reform Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/property-tax-reform/ 32 32 વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે https://www.gujaratinside.com/2025/08/19/vadodara-corporation-special-grant-gis-mapping/ https://www.gujaratinside.com/2025/08/19/vadodara-corporation-special-grant-gis-mapping/#respond Tue, 19 Aug 2025 11:36:28 +0000 https://www.gujaratinside.com/?p=16702 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મેળવવા રાજ્ય સરકારે તાકીદ કરી છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી સુધારાઓ અને કાર્યવાહી કરવી પડશે. નાણાં મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ રાજ્યોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને વડોદરા કોર્પોરેશનને તેમાં શહેરી આયોજન તથા શાસન સુધારાઓ અમલમાં મુકવાના...

The post વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મેળવવા રાજ્ય સરકારે તાકીદ કરી છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી સુધારાઓ અને કાર્યવાહી કરવી પડશે. નાણાં મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ રાજ્યોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને વડોદરા કોર્પોરેશનને તેમાં શહેરી આયોજન તથા શાસન સુધારાઓ અમલમાં મુકવાના રહેશે.

યોજનામાં બે ભાગમાં ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી રૂ. 13,000 કરોડ શહેરી સુધારાઓ માટે અને રૂ. 5,000 કરોડ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે રાખવામાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશનને એન્જિનિયરિંગ વિભાગમાં પબ્લિક હેલ્થ, મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ વિભાગમાં ભરતી કરવાની રહેશે, જેમાંથી 50% ભરતી કોન્ટ્રાક્ટ આધારિત થશે. સાથે જ એન્વાયરમેન્ટલ એન્જિનિયર અને હાઇડ્રોલોજિસ્ટની નિમણૂક પણ કરવી પડશે.

યોજનાના ભાગરૂપે પાણી, સુવેઝ અને સ્ટોર્મ ડ્રેનેજ નેટવર્ક માટે જીઆઇએસ આધારિત યુટીલીટી મેપિંગ કરાવવું ફરજિયાત છે, જે સપ્ટેમ્બર 2025 સુધી પૂર્ણ કરવાનું રહેશે. ઓગસ્ટના અંત સુધી ડિજિટલ ટ્વીન મોડેલિંગ શરૂ કરવાની સાથે, ઇન્ટિગ્રેટેડ પ્રોપર્ટી ટેક્સ પોર્ટલ યુનિક આઇડી સાથે લોન્ચ કરવાનું રહેશે. આવકમાં 10% વધારો લાવવા માટે પ્રોપર્ટી ટેક્સ અને અન્ય સ્ત્રોતોમાં વધારો કરવાની કામગીરી હાથ ધરાશે અને તેનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને આપવો રહેશે.

રાજ્ય સરકારે પાલિકાને ઐતિહાસિક સ્થળો પુનર્જીવિત કરવાના પ્રોજેક્ટ, જેમ કે સુરસાગર તળાવ વિસ્તારનું રીડેવલપમેન્ટ, રજૂ કરવા જણાવ્યું છે. થીમ આધારિત ગ્રીનફિલ્ડ શહેરો, નેબરહુડ સુધારા, સ્પોન્જ શહેરો અને શહેરી જંગલો જેવા પ્રોજેક્ટ માટે એક્શન પ્લાન તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવાનું રહેશે. ઉપરાંત, શહેરમાં ગ્રીન સ્પેસ વિકસાવવા માટે પાંચથી વધુ જગ્યાઓ પસંદ કરીને 50 એકર વિસ્તારના ઉદ્યાનોની યોજના રજૂ કરવી પડશે. હાલના કુવાઓને જીવંત બનાવવા માટે વોટર બોડી રીવાઈટલાઈઝેશન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરાશે.

 

The post વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/vadodara-corporation-special-grant-gis-mapping/feed/ 0