Public Meeting Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/public-meeting/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 13:27:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Public Meeting Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/public-meeting/ 32 32 અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ https://www.gujaratinside.com/2025/08/31/ahmedabad-congress-voter-rights-rally-bjp-vote-fraud/ https://www.gujaratinside.com/2025/08/31/ahmedabad-congress-voter-rights-rally-bjp-vote-fraud/#respond Sun, 31 Aug 2025 14:05:37 +0000 https://www.gujaratinside.com/?p=17913 ગુજરાતમાં વોટચોરીના મામલે રાજકીય ગરમાવો વધતા, કોંગ્રેસે રાજ્યમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રવિવારે (31મી ઓગસ્ટ) ‘વોટર અધિકાર’ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન પટેલ, ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગેનીબેને આ પ્રસંગે કહ્યું કે, ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું છે. 2017ની ચૂંટણી દરમિયાન 7,500...

The post અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વોટચોરીના મામલે રાજકીય ગરમાવો વધતા, કોંગ્રેસે રાજ્યમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રવિવારે (31મી ઓગસ્ટ) ‘વોટર અધિકાર’ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન પટેલ, ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગેનીબેને આ પ્રસંગે કહ્યું કે, ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું છે. 2017ની ચૂંટણી દરમિયાન 7,500 ખોટા મતદારો પકડાયા હતા, પરંતુ ચૂંટણી પંચે કોઈ પગલાં ન લીધા.’

આ કાર્યક્રમ ‘વોટર ચોર, ગાદી છોડ’ના બેનર હેઠળ યોજાયો હતો. ગેનીબેનો દાવો છે કે સત્તાધારીઓએ લોકોને આપેલા વચનો પૂરા કર્યા નહીં, ત્યારે નાગરિકો માટે બંધારણ મુજબ સત્તા પરિવર્તન માટે મતાધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘કેન્દ્રીય મંત્રીઓના મત વિસ્તારમાં ખોટા મતદારોની યાદી મળવી ખૂબ શરમજનક છે. ગુજરાતના તમામ વિધાનસભા મત વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવશે. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક પ્રશ્નો હલ થવા જોઈએ.’

 

The post અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/ahmedabad-congress-voter-rights-rally-bjp-vote-fraud/feed/ 0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/#respond Mon, 25 Aug 2025 13:42:26 +0000 https://www.gujaratinside.com/?p=17292 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા....

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા. તેમાં રૂ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત અને રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાસ હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ. 133 કરોડના ખર્ચે રામાપીરના ટેકરાના સેક્ટર-3માં ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું. અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવનનું ખાતમૂહૂર્ત પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું.

ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ચાર માર્ગીય વ્યવસ્થા છ માર્ગીય બનાવવા માટે બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ રૂ. 1624 કરોડના ખર્ચ સાથે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થયું. પીએમ મોદીએ નિકોલ ખાતે જનસભામાં વક્તવ્ય આપીને વિકાસ અને પ્રગતિના પ્રયાસો અંગે પ્રજાને માહિતી આપી.

 

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/feed/ 0
અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ https://www.gujaratinside.com/2025/08/23/pm-modi-rally-ahmedabad-teachers-mandatory-attendance/ https://www.gujaratinside.com/2025/08/23/pm-modi-rally-ahmedabad-teachers-mandatory-attendance/#respond Sat, 23 Aug 2025 12:53:32 +0000 https://www.gujaratinside.com/?p=17075 અમદાવાદમાં 25 ઓગસ્ટે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કડક આક્ષેપ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, દરેક સ્કૂલમાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે અને આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ મિટિંગો યોજી રહ્યા છે. વોટ્સએપ સંદેશાઓ અને શાળાના આચાર્યોને...

The post અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં 25 ઓગસ્ટે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કડક આક્ષેપ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, દરેક સ્કૂલમાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે અને આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ મિટિંગો યોજી રહ્યા છે.

વોટ્સએપ સંદેશાઓ અને શાળાના આચાર્યોને આપવામાં આવેલી સૂચનાઓ મુજબ, શિક્ષકોને નક્કી કરાયેલા સ્થળે હાજર રહેવું પડશે અને AMTS બસ દ્વારા સભા સ્થળે લઈ જવાશે.

કांग्रेस દાવો કરે છે કે, પ્રત્યેક બીટમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર્સ મીટિંગ લઈ રહ્યા છે જેથી આ કાર્યક્રમ સફળ થાય. આચાર્યોને જણાવવામાં આવ્યું છે કે જો 10 કરતા વધારે શિક્ષકો હાજર રહેવા માંગે તો શાળામાં સંપૂર્ણ રજા રાખવી પડે છતાં રજા આપવામાં આવી છે.

એક વોટ્સએપ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમારા શાળાના શિક્ષકોને બપોરે 2:30 કલાકે I.P. Mission સ્કૂલ ખાતે બસ ઉપલબ્ધ છે. તમામ શિક્ષકો ફરજિયાત બસમાં જ જવા અને સમયસર હાજરી આપવા જરૂરી છે.’

કांग्रेस પ્રવક્તાએ આ પ્રકારના પગલાં પર કડક પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે, ‘એક તરફ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ નથી મળતું અને બીજી તરફ PMની સભા માટે ખાલી ખુરશીઓ ભરી પ્રજાના સમર્થન દર્શાવવાનું પ્રયાસ થઈ રહ્યું છે. આચાર્યોએ શિક્ષકોને સીધું સભામાં જવાનું નહીં પરંતુ પહેલાં નક્કી કરેલા સ્થળે પહોંચવાનું કહ્યું છે અને ત્યાંથી AMTS બસ દ્વારા સભામાં હાજરી આપવી છે.’

તેમણે આ કાર્યવાહી વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ગુજરાતની અંદર શિક્ષકોને અગાઉ તીડ ભેગા કરવા, કોરોના દરમિયાન લાશો ગણવા, સ્વ ખર્ચે પ્રવેશોત્સવ કરાવવા મોકલવામાં આવ્યા હતા, પરંતુ હવે માત્ર PMની સભામાં ખાલી ખુરશીઓ ભરવા માટે શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે વિદ્યાર્થીઓના ભણતર પર દુર્લક્ષ્ય દર્શાવે છે.’

The post અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/pm-modi-rally-ahmedabad-teachers-mandatory-attendance/feed/ 0