Punjab floods Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/punjab-floods/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 07 Sep 2025 03:50:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Punjab floods Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/punjab-floods/ 32 32 ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી https://www.gujaratinside.com/2025/09/07/punjab-floods-himachal-landslides-destruction/ https://www.gujaratinside.com/2025/09/07/punjab-floods-himachal-landslides-destruction/#respond Sun, 07 Sep 2025 03:48:38 +0000 https://www.gujaratinside.com/?p=18631 પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શનિવારે પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ યથાવત રહી હતી. સતલજ અને બિયાસ નદીમાં આવેલા પૂરના કારણે પંજાબમાં 40 વર્ષમાં સૌથી ભયાનક પૂર આવ્યું છે. રાજ્યમાં 2,000થી વધુ ગામો જળબંબાકાર બન્યા છે અને 3.87 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 46થી વધુ લોકોનાં મોત થયા છે....

The post ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શનિવારે પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ યથાવત રહી હતી. સતલજ અને બિયાસ નદીમાં આવેલા પૂરના કારણે પંજાબમાં 40 વર્ષમાં સૌથી ભયાનક પૂર આવ્યું છે. રાજ્યમાં 2,000થી વધુ ગામો જળબંબાકાર બન્યા છે અને 3.87 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 46થી વધુ લોકોનાં મોત થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 21,929 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે અને 196 રાહત કેમ્પ સ્થાપિત થયા છે, જેમાં 7,108 લોકો આશરો લઈ રહ્યા છે. પૂરનાં કારણે 1.75 લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીનને નુકસાન થયું છે, રસ્તા, પુલ અને મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવશે.

પંજાબમાં પોંગ ડેમ અને ભાખરા ડેમમાં પાણીનું સ્તર થોડું ઘટ્યું હોવા છતાં હજી જોખમી સ્તર નજીક છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પોંગ ડેમમાંથી પાણી છોડાતા હોશિયારપુર, દસુયા અને મુકેરિયન સબડિવિઝનના ગામોમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે.

હરિયાણામાં સતત વરસાદ અને નદીઓ-નાળાઓ ભરાઈ જતા સૈન્યની મદદ લેવાઈ છે. બહાદુરગઢમાં 80 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ફરિદાબાદની યમુના, સિરસાની ઘગ્ગર, કુરુક્ષેત્રની મારકંડા અને અંબાલાની ટાંગરી નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે.

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધીમાં 360 લોકોનાં મોત થયા છે અને 426 ઘાયલ થયા છે. રાજ્યમાં 1,087 રસ્તાઓ અવરોધિત થયા છે અને 1,440 પશુઓના મોત થયા છે. કુલ આર્થિક નુકસાન રૂ. 3,979.52 કરોડથી વધુ હોવાનું અંદાજ છે. મણિમહેશ યાત્રા દરમિયાન ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવવા સૈન્ય દ્વારા વિશેષ અભિયાન ચલાવાયું હતું, જેમાં એમઆઈ-17 હેલિકોપ્ટરની મદદથી 64 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

દિલ્લીમાં હથિનીકુંડ બેરેજ પર 106 કલાક પછી જળસ્તર જોખમી સ્તરથી નીચે આવ્યું છે. જળસ્તર ઘટતા બેરેજના ફ્લડગેટ ખોલવામાં આવતા હિસાર-ચંડીગઢ, કોટપૂતલી-બઠિંડા અને દિલ્હી-હિસાર હાઈવે પર પાણી ભરાયા હતા. આ કારણે 70થી વધુ પરિવારોને ખસેડવા પડ્યા હતા.

રાજસ્થાનમાં હવામાન વિભાગે સિરોહી, બાલોતરા, બાડમેર અને જાલોર જિલ્લામાં આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

 

The post ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/punjab-floods-himachal-landslides-destruction/feed/ 0
દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ https://www.gujaratinside.com/2025/09/05/india-floods-report-24-rivers-50-dams-crisis/ https://www.gujaratinside.com/2025/09/05/india-floods-report-24-rivers-50-dams-crisis/#respond Fri, 05 Sep 2025 15:25:55 +0000 https://www.gujaratinside.com/?p=18530 દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં...

The post દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં પણ નર્મદા, તાપી અને મહિસાગર નદીઓના જળસ્તરમાં વધારો થવાથી પૂરનું સંકટ ઊભું થયું છે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ડેમમાંથી પાણી છોડાતા પંજાબની સતલજ, બિયાસ અને રાવી નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. પરિણામે પંજાબના તમામ 23 જિલ્લામાં 1655થી વધુ ગામોમાં 3.55 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. રાજ્યમાં 37 વર્ષ પછી સૌથી ગંભીર પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. 1 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. બચાવ કામગીરી માટે સેના અને NDRFની ટીમો સતત કાર્યરત છે.

દિલ્હીમાં યમુના નદી છેલ્લા ચાર દિવસથી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. યમુના નજીકના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેમાં રાજઘાટ, કશ્મીરી ગેટ અને મુખ્યમંત્રી કાર્યાલય જેવા વિસ્તાર સામેલ છે. સુરક્ષા કારણોસર 10,000થી વધુ લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતર કરાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ઝેલમ નદી બેકાબૂ બનતાં શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં 2014 જેવી પરિસ્થિતિ ફરી સર્જાઈ છે. ઓડિશાની બુરહાબલંગ, સુવર્ણરેખા અને મહાનદી નદીઓ તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશની ગંગા અને કોસી નદીઓ ખતરાની સપાટી ઉપર વહી રહી છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

 

The post દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/india-floods-report-24-rivers-50-dams-crisis/feed/ 0
દિલ્હીમાં યમુનાનો હાહાકાર: રાહત કેમ્પોમાં ઘૂસ્યું પૂરનું પાણી, રાજધાની સાથે ઉત્તર ભારતમાં હાહાકાર https://www.gujaratinside.com/2025/09/04/yamuna-floods-delhi-relief-camps-submerged/ https://www.gujaratinside.com/2025/09/04/yamuna-floods-delhi-relief-camps-submerged/#respond Thu, 04 Sep 2025 04:41:51 +0000 https://www.gujaratinside.com/?p=18275 નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ચોમાસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક રાજ્યોમાં હાહાકાર મચ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતા યમુના નદીએ 1963 પછી પાંચમી વખત ભયજનક સપાટી વટાવી છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. લોકો માટે બનાવાયેલા રાહત કેમ્પોમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કેન્દ્રીય...

The post દિલ્હીમાં યમુનાનો હાહાકાર: રાહત કેમ્પોમાં ઘૂસ્યું પૂરનું પાણી, રાજધાની સાથે ઉત્તર ભારતમાં હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ચોમાસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક રાજ્યોમાં હાહાકાર મચ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતા યમુના નદીએ 1963 પછી પાંચમી વખત ભયજનક સપાટી વટાવી છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. લોકો માટે બનાવાયેલા રાહત કેમ્પોમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

કેન્દ્રીય જળ આયોગ (CWC)એ બુધવારે નવી એડવાઈઝરી જારી કરી હતી, જેમાં જણાવાયું હતું કે યમુનાનું જળસ્તર 207.40 મીટર સુધી પહોંચી શકે છે, જે ખતરાની સપાટીથી ઉપર છે. છેલ્લે 2023માં યમુનાનું સ્તર 208.66 મીટર સુધી પહોંચ્યું હતું. પૂરના પાણી દિલ્હીના સૌથી જૂના સ્મશાન મેદાન નિગમબોધ ઘાટ સુધી ઘૂસી ગયા હતા.

પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક એલર્ટ જાહેર કર્યું છે અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ડાયવર્ઝન કરાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. બીજી બાજુ, પંજાબમાં પણ ભારે વરસાદને કારણે 1998ના વિનાશક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સિંધુ જળ સિસ્ટમની નદીઓ ખતરાની સપાટી વટાવી જતા અનેક ગામોમાં પૂર આવ્યું છે. પરિસ્થિતિને કારણે તમામ સ્કૂલ-કોલેજો 7 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવ્યા છે.

છત્તીસગઢના બલરામપુરમાં એક ડેમ તૂટી પડતાં પૂર આવ્યું, જેમાં એક જ પરિવારના છ સભ્યો સહિત સાત લોકોના મોત નિપજ્યાની આશંકા છે. પોલીસને અત્યાર સુધી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. રાજસ્થાનના કોટા અને જયપુરમાં પણ ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી અકનૂર વિસ્તારમાં એક મહિલા અને તેની પુત્રીનું મોત થયું, જ્યારે 40 લોકો પૂરમાં ફસાઈ ગયા હતા, જેમને બાદમાં BSF દ્વારા બચાવવામાં આવ્યા. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર ભારે ભૂસ્ખલન થતા રસ્તો સતત બીજા દિવસે બંધ રહ્યો હતો.

 

The post દિલ્હીમાં યમુનાનો હાહાકાર: રાહત કેમ્પોમાં ઘૂસ્યું પૂરનું પાણી, રાજધાની સાથે ઉત્તર ભારતમાં હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/yamuna-floods-delhi-relief-camps-submerged/feed/ 0
પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ https://www.gujaratinside.com/2025/09/03/punjab-floods-2025-reasons-damage-evacuation/ https://www.gujaratinside.com/2025/09/03/punjab-floods-2025-reasons-damage-evacuation/#respond Wed, 03 Sep 2025 04:48:08 +0000 https://www.gujaratinside.com/?p=18168 ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. હાલ પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ છે. અત્યાર સુધીમાં 1,000 થી વધુ ગામો પૂરથી...

The post પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. હાલ પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ છે. અત્યાર સુધીમાં 1,000 થી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો પ્રયાસ ચાલુ છે.

વડાપ્રધાનનો તાત્કાલિક સંવાદ
ચીનમાં યોજાયેલી SCO બેઠકમાંથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કરી અને પૂર પરિસ્થિતિની માહિતી મેળવી હતી.

પૂરની તબાહીનો વ્યાપ
પંજાબના 23માંથી 12 જિલ્લા ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયાની માહિતી મળી છે, જ્યારે 15 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. અંદાજે 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ખેતી પર પણ ભારે અસર થઈ છે—લગભગ 3 લાખ એકર જમીન પરના પાક જેમ કે ડાંગર, કપાસ અને મકાઈ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

રેકોર્ડબ્રેક વરસાદ અને રેડ એલર્ટ
હવામાન વિભાગે પંજાબમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેથી પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો થવાની સંભાવના ઓછી છે. મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માન પૂરના વિસ્તારોમાં પહોંચ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે સ્વીકાર્યું કે કુદરતી આફત સામે સરકારના પ્રયત્નો મર્યાદિત રહે છે, પરંતુ પૂર સામે પૂરતી તૈયારીનો અભાવ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

છેલ્લાં 6 વર્ષમાં ત્રીજીવાર પૂર
પંજાબમાં છેલ્લા છ વર્ષમાં ત્રીજીવાર આવી પરિસ્થિતિ સર્જાઈ છે. 2023 અને 2019માં પણ રાજ્ય પૂરથી પ્રભાવિત થયું હતું, જેમાં હજારો હેક્ટર જમીન અને પાક નાશ પામ્યા હતા.

પૂર પાછળના 5 મોટા કારણો

  1. પૂર્વ તૈયારીનો અભાવ – દર વર્ષે યોજાતી પૂર તૈયારી બેઠક આ વર્ષે મોડે યોજાઈ, કારણ કે AAP સરકારે ચૂંટણી પર વધુ ધ્યાન આપ્યું.
  2. ડેમ મેનેજમેન્ટમાં વિલંબ – ભાખરા નાંગલ ડેમના પાણીના વહેણ મુદ્દે હરિયાણા અને રાજસ્થાન સાથે વિવાદ ચાલ્યો, જેના કારણે યોગ્ય તૈયારી થઈ શકી નહીં.
  3. ભારે વરસાદ અને હવામાન પરિવર્તન – રેકોર્ડબ્રેક વરસાદને કારણે નદીઓ ખતરનાક સ્તરે પહોંચી ગઈ.
  4. અતિરિક્ત પાણી છોડવું પડ્યું – ચોમાસામાં પર્વતોમાંથી વધારાનું પાણી આવતા ડેમમાંથી પાણી છોડવું પડ્યું.
  5. અસંગઠિત આપત્તિ વ્યવસ્થાપન – આપત્તિ વ્યવસ્થાપનમાં સંકલનની કમીને કારણે તાત્કાલિક પગલાં લેવામાં મોડું થયું.

પંજાબમાં આ તબાહી ફરીથી ચેતવણી આપે છે કે પૂર સામેની તૈયારી અને ડેમ મેનેજમેન્ટમાં સુધારો જરૂરી છે.

 

The post પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/punjab-floods-2025-reasons-damage-evacuation/feed/ 0
પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર https://www.gujaratinside.com/2025/09/02/punjab-floods-himachal-uttarakhand-landslide/ https://www.gujaratinside.com/2025/09/02/punjab-floods-himachal-uttarakhand-landslide/#respond Tue, 02 Sep 2025 04:40:58 +0000 https://www.gujaratinside.com/?p=18046 નવી દિલ્હી: પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે રાજ્યના 12 જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને આશરે ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે. 16 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પઠાણકોટ...

The post પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે રાજ્યના 12 જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને આશરે ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે. 16 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પઠાણકોટ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે.

પંજાબ સરકારે પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને 3 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં રાહત માટે ટ્રેક્ટર-ટ્રોલીઓને કેમ્પમાં ફેરવવામાં આવ્યા છે. સૈન્ય અને SDRF ટીમો દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પંજાબ, જમ્મુ અને હિમાચલમાં 21 ટન રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. ખેતીને પણ ભારે નુકસાન થયું છે, અંદાજે એક લાખ હેક્ટર જમીન પૂરમાં ગરકાવ થઈ છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણથી ચાર દિવસ ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ રહેશે. દેહરાદૂનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે હરિયાણામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામમાં ખાનગી અને સરકારી ક્ષેત્રે વર્ક ફ્રોમ હોમ માટે એડવાઇઝરી જાહેર થઈ છે.

દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં યમુના નદી ખતરનાક સપાટીએ પહોંચતા પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણાથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડાતા દિલ્હી સરકારે એલર્ટ જાહેર કર્યો છે. બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનના કારણે સાત લોકોના મોત થયા છે અને અનેક રસ્તાઓ બંધ થતા ટ્રાફિક જામ જોવા મળ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા સતત સાતમા દિવસે સ્થગિત રહી છે.

 

The post પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/punjab-floods-himachal-uttarakhand-landslide/feed/ 0
ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/ https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/#respond Mon, 01 Sep 2025 04:55:27 +0000 https://www.gujaratinside.com/?p=17949 ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પુલો તૂટી ગયા, રસ્તાઓ બંધ થયા અને ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ...

The post ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પુલો તૂટી ગયા, રસ્તાઓ બંધ થયા અને ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે.

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ કાટમાળથી ભરાઈ ગયા છે અને શિમલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂસ્ખલનથી અનેક માર્ગો અવરોધિત થયા છે. કુલ્લુમાં ભૂસ્ખલનથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પ્રભાવિત થયો છે. ચંબામાં મણિ મહેશ યાત્રા રોકી દેવામાં આવી છે અને હજારો શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના નીતિ ઘાટીમાં મુખ્ય પુલ તૂટી જતાં અનેક ગામો કટોકટીમાં આવી ગયા છે. નીતિ-મલારી હાઈવે પર તમક નાળાનો પુલ તૂટી પડ્યો છે, જ્યારે ઉત્તરકાશીમાં યમુના નદીનું જળસ્તર ખતરનાક સપાટી પર પહોંચી ગયું છે. વિકાસનગર અને સરહદીય ગામોમાં મકાનો ધરાશાયી થયા છે અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં રામબન, ઉધમપુર અને જમ્મુ જિલ્લામાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે હાઈવે તૂટી ગયો છે, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ છે. કટરામાં ઘરો અને દુકાનોમાં પૂરના કારણે પાણી ઘૂસી ગયું છે.

પંજાબમાં પૂરે વિનાશ મચાવ્યો છે. 9 જિલ્લામાં એક હજારથી વધુ ગામો પ્રભાવિત થયા છે અને 3 લાખ એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અમૃતસર, ગુરદાસપુર, પઠાણકોટ અને ફિરોઝપુરમાં પરિસ્થિતિ ગંભીર છે. ગુરુદ્વારા લોકો માટે આશ્રયસ્થાન બની રહ્યા છે, જ્યારે ગુરદાસપુરમાં સતલજ, રાવી અને બિયાસ નદીઓના પૂરે 40થી વધુ ગામોને અસર કરી છે.

બચાવ કાર્ય માટે એરફોર્સ, સેના, NDRF, BSF અને સ્થાનિક વહીવટી તંત્ર સતત કામ કરી રહ્યા છે. MI-17 હેલિકોપ્ટર દ્વારા નદી કિનારે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પશુઓ માટે ચારો ઉપલબ્ધ ન હોવાના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદ અને પૂરની ચેતવણી આપી છે.

મેદાની રાજ્યોમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. બિહારના મુંગેર અને બેગુસરાયમાં પૂર જેવી સ્થિતિ છે, જ્યારે ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલમાં રસ્તાઓ અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજસ્થાનના ટોંકમાં માસી નદીના તેજ પ્રવાહમાં ડમ્પર પલટી જતાં જોખમ વધ્યું છે.

કુલ મળીને, આ વર્ષે હવામાને ઉત્તર ભારતથી લઈને મેદાનો સુધી વિનાશક પરિસ્થિતિ સર્જી છે અને રાહત કાર્ય સતત ચાલુ છે.

 

The post ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/feed/ 0
પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા https://www.gujaratinside.com/2025/08/27/punjab-flood-400-students-trapped-ndrf-army-rescue/ https://www.gujaratinside.com/2025/08/27/punjab-flood-400-students-trapped-ndrf-army-rescue/#respond Wed, 27 Aug 2025 09:54:17 +0000 https://www.gujaratinside.com/?p=17458 પંજાબમાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં દીનાનગર તાલુકાના દબૂરી ગામમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં મોટી બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી દ્વારા 26 ઑગસ્ટે રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવા છતાં, શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. પરિણામે લગભગ 400 વિદ્યાર્થીઓ 4-5 ફૂટ પાણીમાં શાળાની અંદર ફસાઈ ગયા છે....

The post પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંજાબમાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં દીનાનગર તાલુકાના દબૂરી ગામમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં મોટી બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી દ્વારા 26 ઑગસ્ટે રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવા છતાં, શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. પરિણામે લગભગ 400 વિદ્યાર્થીઓ 4-5 ફૂટ પાણીમાં શાળાની અંદર ફસાઈ ગયા છે.

સ્થિતિ ગંભીર બનતાં સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી. પ્રિન્સિપાલે દાવો કર્યો કે બધા વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તેમ છતાં, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયેલા હોવાથી બચાવકાર્ય માટે NDRF અને આર્મીની ટીમોને રવાના કરવામાં આવી છે. ડીસીએ જણાવ્યું કે બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રશાસનની ટીમો કાર્યરત છે.

સતત વરસાદને કારણે શાળાની આસપાસ તેમજ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રાહત કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આસપાસની ગલીઓ અને રસ્તાઓ પાણીથી ભરાઈ જતા વાલીઓ પોતાના બાળકો સુધી પહોંચી શક્તા નથી.

 

The post પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/punjab-flood-400-students-trapped-ndrf-army-rescue/feed/ 0