Punjab Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/punjab/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 10:09:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Punjab Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/punjab/ 32 32 ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ https://www.gujaratinside.com/2025/09/04/supreme-court-notice-north-india-floods/ https://www.gujaratinside.com/2025/09/04/supreme-court-notice-north-india-floods/#respond Thu, 04 Sep 2025 10:25:59 +0000 https://www.gujaratinside.com/?p=18320 નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી...

The post ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી કે પહેલી નજરે એવુ લાગી રહ્યું છે કે મોટા પાયે ગેરકાયદે વૃક્ષોનું નિકંદન થયું છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી પરિસ્થિતિનું કારણ જાણવા સુચના આપી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે તેઓ પર્યાવરણ અને વન મંત્રાલયના સચિવનો સંપર્ક કરી વિગતવાર માહિતી રજૂ કરશે. તેમણે કહ્યું કે, “અમે પ્રકૃતિ સાથે એટલો મોટો હસ્તક્ષેપ કર્યો છે કે હવે તે આપણને નુકસાન પહોંચાડી રહી છે,” જેના પર CJIએ પણ સહમતિ વ્યક્ત કરી.

પૂરના વીડિયોમાં હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં વૃક્ષોના થડ વહેતા જોવા મળ્યા હતા. અદાલતે આ દ્રશ્યોને ગંભીર ગણાવતા જણાવ્યું કે પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારને પણ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ, વાદળ ફાટવાના બનાવ અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાઈ ગયું છે. સેકડો લોકોનાં મોત થયા છે અને અનેક વિસ્તારોમાં સંકટની પરિસ્થિતિ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ માટે પૂરનું એલર્ટ જાહેર કર્યું છે.

The post ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/supreme-court-notice-north-india-floods/feed/ 0
ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન https://www.gujaratinside.com/2025/08/25/india-pakistan-flood-alert-tawi-sutlej-rivers/ https://www.gujaratinside.com/2025/08/25/india-pakistan-flood-alert-tawi-sutlej-rivers/#respond Mon, 25 Aug 2025 13:03:24 +0000 https://www.gujaratinside.com/?p=17289 ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે પણ ભારતે માનવતાની ભુમિકા ભૂલવી નથી. ભારતે 24 ઓગસ્ટની સવારે પાકિસ્તાનને તવી નદીમાં ભીષણ પૂર અંગે સમયસર ચેતવણી આપી, જેથી તેઓ લોકોને સલામત સ્થળે ખસેડી શકે. ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપતા, પાકિસ્તાની અધિકારીઓએ તરત જ એલર્ટ જાહેર કરી અને રક્ષણાત્મક...

The post ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે પણ ભારતે માનવતાની ભુમિકા ભૂલવી નથી. ભારતે 24 ઓગસ્ટની સવારે પાકિસ્તાનને તવી નદીમાં ભીષણ પૂર અંગે સમયસર ચેતવણી આપી, જેથી તેઓ લોકોને સલામત સ્થળે ખસેડી શકે. ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપતા, પાકિસ્તાની અધિકારીઓએ તરત જ એલર્ટ જાહેર કરી અને રક્ષણાત્મક પગલાં લીધાં.

પરંતુ પાકિસ્તાનની વ્યૂહનીતિ એ દર્શાવે છે કે તેમણે આ માનવતાભર્યા પગલાને રાજકીય રીતે વાપરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતે આ એલર્ટ સિંધુ જળ સંધિ હેઠળ આપ્યું છે, જ્યારે એ સંધિ અત્યાર સુધી રદ કરવામાં આવી ચુકી છે. પાકિસ્તાનનુ કહેવું છે કે ભારતે તેની પૂર્વીય નદીઓ પર નિયંત્રણ મજબૂત કર્યું છે, જેમાં સતલુજ, બ્યાસ અને રાવી નદીઓનો સમાવેશ થાય છે.

ભારતે સતલુજ નદીમાં પાણી છોડવાથી પાકિસ્તાનના પંજાબમાં પૂરનો ખતરો સર્જાયો છે. બહાવલનગર શહેર અને આસપાસના ગામડાઓમાં પૂરથી જનજીવન પર અસર પડી છે અને હજારો એકર જમીન પર ઉભો પાક નષ્ટ થયો છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં 1122 લોકો અને 928 પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ચોમાસામાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા, POK અને પંજાબમાં પૂર અને ભારે વરસાદના કારણે અત્યાર સુધી 788 લોકોના જીવ ગયા છે. ચિનાબ અને સિંધુ નદીઓમાં પૂરનો ખતરો વધી રહ્યો છે, જ્યારે સતલુજ નદીમાંથી છોડાયેલા પાણીના કારણે ગંદાસિંહવાલામાં પૂર સર્જાયો છે.

 

The post ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/india-pakistan-flood-alert-tawi-sutlej-rivers/feed/ 0