Putin Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/putin/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 28 Aug 2025 13:21:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Putin Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/putin/ 32 32 યુક્રેનની રાજધાની કિવ પર રશિયાના 629 મિસાઇલ અને ડ્રોનના હુમલામાં 14થી વધુના મોત, અનેક ઘાયલ https://www.gujaratinside.com/2025/08/28/russia-ukraine-kyiv-missile-drone-attack-14-dead/ https://www.gujaratinside.com/2025/08/28/russia-ukraine-kyiv-missile-drone-attack-14-dead/#respond Thu, 28 Aug 2025 13:21:28 +0000 https://www.gujaratinside.com/?p=17608 યુક્રેન અને રશિયાની યુદ્ધગતિ છેલ્લા લગભગ ચાર વર્ષથી ચાલુ છે અને હાલમાં કિવ પર રશિયાના ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે, જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં અનેક રહેણાંક બિલ્ડિંગ્સ અને ઓફિસ સેન્ટર્સને નુકસાન પહોંચ્યું છે, જેમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળની ઇમારત પણ સામેલ છે....

The post યુક્રેનની રાજધાની કિવ પર રશિયાના 629 મિસાઇલ અને ડ્રોનના હુમલામાં 14થી વધુના મોત, અનેક ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેન અને રશિયાની યુદ્ધગતિ છેલ્લા લગભગ ચાર વર્ષથી ચાલુ છે અને હાલમાં કિવ પર રશિયાના ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે, જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં અનેક રહેણાંક બિલ્ડિંગ્સ અને ઓફિસ સેન્ટર્સને નુકસાન પહોંચ્યું છે, જેમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળની ઇમારત પણ સામેલ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી એ આ હુમલાની સખત નિંદા કરી છે અને કહ્યું કે રશિયાના આ હુમલાની નિંદા માત્ર યુરોપીયન યુનિયન દ્વારા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ દ્વારા થવી જોઈએ. તેમણે રશિયાને નવા પ્રતિબંધો લાદવાની માંગ પણ કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ જણાવ્યું કે, રશિયાએ એક જ રાતમાં 629 મિસાઇલ અને ડ્રોન છોડ્યા, જે આતંક અને બર્બરતાનો પુરાવો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, તમામ લક્ષ્યો હાંસલ કરવામાં આવ્યા છે. આ હુમલામાં હાઇપરસોનિક કિંજલ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ થયો છે. રશિયા જણાવ્યું છે કે તે યુક્રેન પર હુમલો ચાલુ રાખશે, કારણ કે યુક્રેન પણ રશિયાના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહ્યું છે. તેમ છતાં, રશિયા રાજકારણ અને કૂટનીતિ દ્વારા લક્ષ્યો હાંસલ કરવા માટે વાતચીત માટે તૈયાર છે.

યુદ્ધ સમાપ્ત કરવા માટે વિશ્વના અનેક નેતાઓ જેમ કે અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાસો કર્યા છે. તાજેતરમાં, ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે બેઠક કરી હતી, પરંતુ બંને બેઠક નિષ્ફળ રહી અને યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ નિશ્ચિત નિર્ણય લઈ શકાયો નથી.

 

The post યુક્રેનની રાજધાની કિવ પર રશિયાના 629 મિસાઇલ અને ડ્રોનના હુમલામાં 14થી વધુના મોત, અનેક ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/russia-ukraine-kyiv-missile-drone-attack-14-dead/feed/ 0
પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/ https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/#respond Mon, 18 Aug 2025 16:21:43 +0000 https://www.gujaratinside.com/?p=16648 ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે...

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે અને તેઓ વિશ્વના ટોચના નેતાઓમાં સામેલ છે. તેમણે એ પણ કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી પુતિન સતત વૈશ્વિક રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. તેથી, શાંતિ સમજૂતી માટે તેમની સાથે મંત્રણા કરવી સહજ બાબત છે.

ચીન પર વધારાના ટેરિફ બાબતે રૂબિયોએ જણાવ્યું કે ચીન રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદી તેને રિફાઇન કરીને ખાસ કરીને યુરોપિયન દેશોને એએફટી, પેટ્રોલ અને ડીઝલ રૂપે વેચે છે. જો વધારાના ટેરિફ લગાડવામાં આવે તો તેલના ભાવ વિશ્વભરમાં વધી શકે છે. સાથે તેમણે યાદ અપાવ્યું કે યુરોપ આજે પણ રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદે છે, જેને નિરીક્ષકો ‘અસ્પષ્ટ નીતિ’ કહી રહ્યા છે.

રૂબિયોએ એ પણ ઉલ્લેખ્યું કે 15મી ઓગસ્ટે આલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે ત્રણ કલાકની ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ આવી શક્યો નહોતો. બેઠકમાં રશિયા તરફથી યુરી ઉશાકાવે અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવારોવ હાજર હતા, જ્યારે અમેરિકાની તરફથી રૂબિયો અને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ ઉપસ્થિત રહ્યા હતા.

 

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/feed/ 0
પુતિનના ‘પૂ બ્રીફકેસ’નો રહસ્ય : શા માટે રશિયા પરત લઈ જવાય છે મળ અને મૂત્ર? https://www.gujaratinside.com/2025/08/18/putin-poo-briefcase-secret-health-security/ https://www.gujaratinside.com/2025/08/18/putin-poo-briefcase-secret-health-security/#respond Mon, 18 Aug 2025 15:18:26 +0000 https://www.gujaratinside.com/?p=16631 વિશ્વના શક્તિશાળી નેતાઓની સુરક્ષા વ્યવસ્થામાં અનેક અજાણી બાબતોનો સમાવેશ થાય છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના વિદેશ પ્રવાસો દરમિયાન એક અનોખી પ્રક્રિયા અમલમાં લેવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયા ‘પૂ બ્રીફકેસ’ કહે છે. અહેવાલ મુજબ, પુતિન વિદેશમાં હોય ત્યારે તેમનો સુરક્ષા સ્ટાફ તેમના મળ અને પેશાબને ખાસ સીલબંદ પાઉચમાં ભેગા કરે છે અને રશિયા પરત લઈ...

The post પુતિનના ‘પૂ બ્રીફકેસ’નો રહસ્ય : શા માટે રશિયા પરત લઈ જવાય છે મળ અને મૂત્ર? appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિશ્વના શક્તિશાળી નેતાઓની સુરક્ષા વ્યવસ્થામાં અનેક અજાણી બાબતોનો સમાવેશ થાય છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના વિદેશ પ્રવાસો દરમિયાન એક અનોખી પ્રક્રિયા અમલમાં લેવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયા ‘પૂ બ્રીફકેસ’ કહે છે. અહેવાલ મુજબ, પુતિન વિદેશમાં હોય ત્યારે તેમનો સુરક્ષા સ્ટાફ તેમના મળ અને પેશાબને ખાસ સીલબંદ પાઉચમાં ભેગા કરે છે અને રશિયા પરત લઈ જાય છે.

આ વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ પુતિનના આરોગ્ય સંબંધિત માહિતી ગુપ્ત રાખવું છે. મળ-મૂત્રમાંથી વ્યક્તિની આરોગ્યની અગત્યની વિગતો મળી શકે છે, જેમ કે કેન્સર, ડાયાબિટીસ અથવા અન્ય ગંભીર બીમારીઓની જાણકારી. જો આ માહિતી શત્રુ દેશોના હાથમાં લાગી જાય તો તેઓ પુતિનની શારીરિક ક્ષમતાઓ વિશે અંદાજ લગાવી શકે છે અને રાજકીય સ્તરે તેનો દુરુપયોગ કરી શકે છે.

આ પ્રથા નવી નથી. અહેવાલો મુજબ 1999થી, પુતિન સત્તામાં આવ્યા ત્યારથી આ પ્રક્રિયા ચાલુ છે. 2017માં ફ્રાન્સની મુલાકાત દરમિયાન પણ પુતિનના મળ-મૂત્રને બ્રીફકેસમાં સીલબંદ કરી રશિયા મોકલવામાં આવ્યું હતું. બીબીસી પત્રકારો અનુસાર, વિયેનાની મુલાકાત દરમિયાન પુતિન માટે ખાસ પોર્ટેબલ ટોઇલેટ ગોઠવવામાં આવ્યું હતું, જેથી જાહેર શૌચાલયનો ઉપયોગ ટાળવામાં આવે.

અહેવાલો મુજબ, માત્ર પુતિન જ નહીં પરંતુ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પણ આવા જ પગલાં લે છે. 2018માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં કિમ પોર્ટેબલ ટોઇલેટ સાથે આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે આ વ્યવસ્થા એ દર્શાવે છે કે આધુનિક જમાનાની જાસૂસી જૈવિક સ્તરે પહોંચી ગઈ છે. નેતાના આરોગ્યના રહસ્યો એટલા જ મહત્ત્વના છે જેટલા દેશના પરમાણુ રહસ્યો.

 

The post પુતિનના ‘પૂ બ્રીફકેસ’નો રહસ્ય : શા માટે રશિયા પરત લઈ જવાય છે મળ અને મૂત્ર? appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-poo-briefcase-secret-health-security/feed/ 0
પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/ https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/#respond Mon, 18 Aug 2025 12:41:25 +0000 https://www.gujaratinside.com/?p=16604 તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું...

The post પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, “ભારત પહેલેથી જ યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હાંકલ કરી રહ્યું છે અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને અમારો ટેકો રહેશે.”

 

The post પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/feed/ 0