Rahul Gandhi Allegations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rahul-gandhi-allegations/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 18 Sep 2025 11:51:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Rahul Gandhi Allegations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rahul-gandhi-allegations/ 32 32 ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક https://www.gujaratinside.com/2025/09/18/election-commission-rejects-rahul-gandhi-allegations/ https://www.gujaratinside.com/2025/09/18/election-commission-rejects-rahul-gandhi-allegations/#respond Thu, 18 Sep 2025 10:45:22 +0000 https://www.gujaratinside.com/?p=19527 રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે...

The post ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે 2023માં આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ કાઢવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો થયા હતા, જેના કેસ પંચે પોતે દાખલ કર્યા હતા. પંચે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીમાંથી નામ કાઢતા પહેલા સંબંધિત વ્યક્તિને સાંભળવાની તક આપવામાં આવે છે.

રાહુલ ગાંધીનો આક્ષેપ હતો કે ચૂંટણી પંચ જાણી જોઈને દલિત અને ઓબીસી મતદારોના નામ કાઢી રહ્યું છે અને આના પુરાવા તેમણે પત્રકાર પરિષદમાં રજૂ કર્યા હતા.

કોંગ્રેસના આ આરોપોને ખંડન કરતા જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે જનતાએ આપેલા જનાદેશને ‘ચોરી’ કહેવું યોગ્ય નથી અને ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યું છે.

ત્યાગીએ કહ્યું કે લાંબી હારથી કોંગ્રેસ નિરાશ છે અને પોતાના મત કાપીને પોતાને નુકસાન પહોંચાડે તેવો કોઈ પ્રશ્ન નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે 2014માં જેડીયુએ ભાજપ સામે ચૂંટણી લડી હતી પરંતુ ક્યારેય ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો ન હતો.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપો પર વધુ સ્પષ્ટતા આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરી છે.

 

The post ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/election-commission-rejects-rahul-gandhi-allegations/feed/ 0
‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન https://www.gujaratinside.com/2025/08/17/election-commission-response-on-vote-theft-allegations/ https://www.gujaratinside.com/2025/08/17/election-commission-response-on-vote-theft-allegations/#respond Sun, 17 Aug 2025 11:00:58 +0000 https://www.gujaratinside.com/?p=16523 ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ...

The post ‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે.

મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા છે. પરંતુ ‘વોટ ચોરી’ જેવા શબ્દોનો ઉપયોગ ખોટો છે. આ મુદ્દે કોર્ટમાં અરજી દાખલ કરવાની હતી. મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવી સંપૂર્ણપણે ખોટું છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “આ ગંભીર ચિંતાનો વિષય છે કે જિલ્લા સ્તરના પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા BLO દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી નથી પહોંચતા અથવા તો જમીની હકીકતોને અવગણીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”

 

The post ‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/election-commission-response-on-vote-theft-allegations/feed/ 0