Rahul Gandhi Statement Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rahul-gandhi-statement/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 17:21:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Rahul Gandhi Statement Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rahul-gandhi-statement/ 32 32 MPમાં નવજાત બાળકોના મૃત્યુ મામલે રાહુલ ગાંધી ભડક્યા, હોસ્પિટલની બેદરકારી પર પ્રહાર https://www.gujaratinside.com/2025/09/04/indore-nicu-newborn-deaths-rahul-gandhi/ https://www.gujaratinside.com/2025/09/04/indore-nicu-newborn-deaths-rahul-gandhi/#respond Thu, 04 Sep 2025 17:20:43 +0000 https://www.gujaratinside.com/?p=18407 મધ્યપ્રદેશના ઈન્દોરમાં મહારાજા યશવંતરાવ સરકારી હોસ્પિટલમાં સર્જાયેલી ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. હોસ્પિટલના NICU વોર્ડમાં બે નવજાત બાળકો ઉંદરો કરડવાથી મૃત્યુ પામ્યા હોવાના આરોપો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો દબાણ વધ્યું છે. તેમણે આ ઘટનાને હત્યા ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના વોટ્સએપ ચેનલ પર...

The post MPમાં નવજાત બાળકોના મૃત્યુ મામલે રાહુલ ગાંધી ભડક્યા, હોસ્પિટલની બેદરકારી પર પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના ઈન્દોરમાં મહારાજા યશવંતરાવ સરકારી હોસ્પિટલમાં સર્જાયેલી ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. હોસ્પિટલના NICU વોર્ડમાં બે નવજાત બાળકો ઉંદરો કરડવાથી મૃત્યુ પામ્યા હોવાના આરોપો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો દબાણ વધ્યું છે. તેમણે આ ઘટનાને હત્યા ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર પ્રહાર કર્યો છે.

રાહુલ ગાંધીએ પોતાના વોટ્સએપ ચેનલ પર પોસ્ટમાં કહ્યું, “મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ઉંદરના કરડાથી બે નવજાત બાળકોના મોત થયાં. આ કોઈ દુર્ઘટના નથી, હત્યા છે. ઘટના એટલી ભયાનક, અમાનવીય અને અસંવેદનશીલ છે કે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય છે.” તેમણે સરકારની બેદરકારીને પણ કડક શબ્દોમાં નિશાન બનાવ્યું અને કહ્યું કે ગરીબો માટે સરકારી હોસ્પિટલો હવે જીવનદાતા ન રહી, પરંતુ મોતના અડ્ડા બની ગઈ છે.

રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું, “જ્યારે તમે નવજાત બાળકોની સુરક્ષા પણ કરી શકતા નથી, ત્યારે સરકાર ચલાવવાનો શું અધિકાર છે? દોષિતોને સજા ન આપી તંત્ર દર વખતની જેમ જવાબદારીમાંથી છટકી જાય છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યાદવને શરમથી માથું ઝુકાવવું જોઈએ.”

પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીને કારણે બાળકોના મૃત્યુનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાજ્ય સરકાર અને માનવાધિકાર પંચે નોંધ લીધેલી છે અને દોષિતોને કડક સજા આપવાની ખાતરી આપી છે. ઘટના અંગે આરોગ્ય વ્યવસ્થાની ગંભીર ખામીઓને લઈને લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

 

The post MPમાં નવજાત બાળકોના મૃત્યુ મામલે રાહુલ ગાંધી ભડક્યા, હોસ્પિટલની બેદરકારી પર પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/indore-nicu-newborn-deaths-rahul-gandhi/feed/ 0
બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’ https://www.gujaratinside.com/2025/08/29/bihar-bjp-congress-clash-rahul-gandhi-statement/ https://www.gujaratinside.com/2025/08/29/bihar-bjp-congress-clash-rahul-gandhi-statement/#respond Fri, 29 Aug 2025 13:01:44 +0000 https://www.gujaratinside.com/?p=17711 બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ...

The post બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ‘સત્ય અને અહિંસા સામે અસત્ય અને હિંસા ટકી શકતા નથી. જેટલું મારવું-તોડવું હોય એટલું મારો અને તોડો, અમે સત્ય અને બંધારણનું રક્ષણ કરતા રહીશું. સત્યમેવ જયતે.’ વાસ્તવમાં, ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા અંગે કથિત અભદ્ર ભાષાનો ઉપયોગ થયા બાદ ભાજપે પટણા માર્ચ કાઢી, જે દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ.

મીડિયા એજન્સી દ્વારા પ્રકાશિત વીડિયો પ્રમાણે, બંને પક્ષના કાર્યકરો ઝપાઝપી કરતા અને એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા. કાર્યાલયમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તૂટી ગયા અને પથ્થરમારો થયો. કેટલીક ઘટના દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા, જેમાં એક કાર્યકરનું માથું ફાટી ગયું. પોલીસ પરિસ્થિતિને અંકુશમાં લેવા બળનો ઉપયોગ કરી રહી છે.

દરભંગામાં બુધવારે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની વોટર અધિકાર રેલી દરમિયાન અમુક લોકોએ મંચ પરથી વડાપ્રધાન અને તેમની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી, જેના વિવાદ બાદ વિરુદ્ધ પક્ષે વિરોધ નોંધાવ્યો. પોલીસને આરોપી રિઝવી ઉર્ફ રાજાની ધરપકડ કરી છે. BJPના ધારાસભ્ય નીતિન નાબીએ કહ્યું કે બિહારમાં માતાનું અપમાન કરવા બદલ કોંગ્રેસને જવાબદારી લેવી જોઈએ.

 

The post બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/bihar-bjp-congress-clash-rahul-gandhi-statement/feed/ 0