Railway Security Breach Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/railway-security-breach/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 03:20:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Railway Security Breach Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/railway-security-breach/ 32 32 “આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે!” – ગ્વાલિયરમાં ટ્રેનના એન્જિનમાં ઘૂસેલો માનસિક અસ્વસ્થ યુવક, મુસાફરોમાં ફફડાટ https://www.gujaratinside.com/2025/08/14/gwalior-man-enters-train-engine-announces-he-will-drive/ https://www.gujaratinside.com/2025/08/14/gwalior-man-enters-train-engine-announces-he-will-drive/#respond Thu, 14 Aug 2025 03:20:52 +0000 https://www.gujaratinside.com/?p=16161 મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર બુધવારે ફિલ્મી દ્રશ્ય જેવી નાટકીય ઘટના સર્જાઈ હતી. પ્લેટફોર્મ નં. 3 પર ઊભેલી મેમુ ટ્રેનના એન્જિનમાં એક અજાણ્યો અને સંકીષ્ટ માનસિક સ્થિતિ ધરાવતો યુવક ઘૂસી ગયો અને ડ્રાઇવરની સીટ પર બેસી ગયો. એને જાહેર કર્યુ કે, “આજે ટ્રેન તમારો ભાઈ ચલાવશે!” આ સમાચાર મળતાની સાથે મુસાફરોમાં ફફડાટ ફેલાયો. અનેક મુસાફરો...

The post “આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે!” – ગ્વાલિયરમાં ટ્રેનના એન્જિનમાં ઘૂસેલો માનસિક અસ્વસ્થ યુવક, મુસાફરોમાં ફફડાટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર બુધવારે ફિલ્મી દ્રશ્ય જેવી નાટકીય ઘટના સર્જાઈ હતી. પ્લેટફોર્મ નં. 3 પર ઊભેલી મેમુ ટ્રેનના એન્જિનમાં એક અજાણ્યો અને સંકીષ્ટ માનસિક સ્થિતિ ધરાવતો યુવક ઘૂસી ગયો અને ડ્રાઇવરની સીટ પર બેસી ગયો. એને જાહેર કર્યુ કે, “આજે ટ્રેન તમારો ભાઈ ચલાવશે!

આ સમાચાર મળતાની સાથે મુસાફરોમાં ફફડાટ ફેલાયો. અનેક મુસાફરો ડરીને તરત જ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. સુરૈનાના સુમાબલીથી સબલગઢ તરફ જતી આ મેમુ ટ્રેન જવા તૈયાર હતી ત્યારે યુવકે એન્જિન કેબિનમાં ઘૂસી આવી ડ્રાઇવરનો કબ્જો લઈ લીધો.

દ્રષ્ટિએ આવી રહેલી ભયજનક ઘટનાને પગલે ડ્રાઇવરે તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી. રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ અને આરપીએફની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. લગભગ 10 મિનિટ સુધી યુવકને સમજાવવાનો પ્રયાસ કરાયો અને અંતે તેને સલામત રીતે એન્જિનમાંથી ઉતારવામાં આવ્યો.

આરપીએફએ યુવકની ધરપકડ કરીને તેની માનસિક સ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે. શરૂઆતના અનુમાન મુજબ, યુવક માનસિક અસંતુલિત હોઈ શકે છે.

📢 સુરક્ષા પર ઉભા થયા સવાલ

આ ઘટનાએ રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક અનધિકૃત વ્યક્તિ કેવી રીતે એન્જિન સુધી પહોંચી શકે? જો આવી રીતે કોઈ આતંકી અથવા ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા માંગતો વ્યક્તિ હોય, તો શું દેશની રેલવે યાત્રાઓ સુરક્ષિત ગણાય?

The post “આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે!” – ગ્વાલિયરમાં ટ્રેનના એન્જિનમાં ઘૂસેલો માનસિક અસ્વસ્થ યુવક, મુસાફરોમાં ફફડાટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/gwalior-man-enters-train-engine-announces-he-will-drive/feed/ 0