Rain Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rain-alert/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 10:39:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Rain Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rain-alert/ 32 32 ગુજરાતમાં વરસાદી માહોલ: લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં આનંદ https://www.gujaratinside.com/2025/08/15/rain-in-gujarat-after-long-break-heavy-rainfall-alert/ https://www.gujaratinside.com/2025/08/15/rain-in-gujarat-after-long-break-heavy-rainfall-alert/#respond Fri, 15 Aug 2025 10:39:22 +0000 https://www.gujaratinside.com/?p=16355 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે 15મી ઑગસ્ટે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો રાહત અનુભવતા થયા છે. અમરેલીના સાવરકુંડલામાં અને જૂનાગઢના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન...

The post ગુજરાતમાં વરસાદી માહોલ: લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં આનંદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે 15મી ઑગસ્ટે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો રાહત અનુભવતા થયા છે. અમરેલીના સાવરકુંડલામાં અને જૂનાગઢના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીના ભાવ જોવા મળ્યા હતા.

હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે. 15 અને 16 ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 17 અને 18 ઑગસ્ટે વરસાદની તીવ્રતા વધશે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 19 અને 20 ઑગસ્ટે તો સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 64 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં લગભગ 22 ઇંચ વરસાદ વરસ્યો છે. નોંધપાત્ર વરસાદને કારણે ખેતીમાં ઉર્જા આવી છે અને 82 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે. સાથે જ રાજ્યના જળાશયો 69 ટકા ભરાયા છે, જ્યારે સરદાર સરોવર ડેમમાં 78 ટકા જેટલો જળસ્તર નોંધાયો છે. આ વરસાદથી રાજ્યમાં ખેતી અને પાણીની સ્થિતિ મજબૂત બનવાની આશા છે.

 

 

The post ગુજરાતમાં વરસાદી માહોલ: લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં આનંદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/rain-in-gujarat-after-long-break-heavy-rainfall-alert/feed/ 0