Rare diamond stolen Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rare-diamond-stolen/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 13:36:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Rare diamond stolen Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rare-diamond-stolen/ 32 32 દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી: દુનિયાનો સૌથી દુર્લભ ગુલાબી હીરો ચોરાયો, પોલીસએ 8 કલાકમાં કર્યો પર્દાફાશ https://www.gujaratinside.com/2025/08/20/dubai-pink-diamond-heist-recovered/ https://www.gujaratinside.com/2025/08/20/dubai-pink-diamond-heist-recovered/#respond Wed, 20 Aug 2025 13:36:04 +0000 https://www.gujaratinside.com/?p=16822 દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં બનેલી એક રોમાંચક ચોરીએ સૌને ચોંકાવી દીધા છે. દુનિયાનો સૌથી દુર્લભ અને કિંમતી 21 કેરેટનો ગુલાબી હીરો, જેની કિંમત લગભગ ₹2 અબજ 17 કરોડ છે, ધોળા દિવસે ચોરાઈ ગયો. આ હીરોને ‘ફેન્સી ઈન્ટેન્સ’ તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવ્યો હતો અને તેની શુદ્ધતા તથા દુર્લભતા એટલી હતી કે તેના જેવો હીરો મળવાની શક્યતા માત્ર...

The post દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી: દુનિયાનો સૌથી દુર્લભ ગુલાબી હીરો ચોરાયો, પોલીસએ 8 કલાકમાં કર્યો પર્દાફાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં બનેલી એક રોમાંચક ચોરીએ સૌને ચોંકાવી દીધા છે. દુનિયાનો સૌથી દુર્લભ અને કિંમતી 21 કેરેટનો ગુલાબી હીરો, જેની કિંમત લગભગ ₹2 અબજ 17 કરોડ છે, ધોળા દિવસે ચોરાઈ ગયો. આ હીરોને ‘ફેન્સી ઈન્ટેન્સ’ તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવ્યો હતો અને તેની શુદ્ધતા તથા દુર્લભતા એટલી હતી કે તેના જેવો હીરો મળવાની શક્યતા માત્ર 0.01% હતી.

આ ચોરીની શરૂઆત એક વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એશિયન મૂળના ત્રણ ચોરોએ હીરાની ખબર મળતાં જ પ્લાનિંગ શરૂ કર્યું. ચોરોએ પોતાને હીરા ખરીદનાર માટે વચેટિયાની ભૂમિકા ભજવી અને હીરાના વેપારીનો વિશ્વાસ જીતવા માટે લક્ઝરી કાર, ફાઈવ-સ્ટાર હોટલ મીટિંગ્સ અને હીરા એક્સપર્ટ સુધી રાખ્યો. આખરે તેઓ વેપારીને પ્રાઈવેટ વિલામાં બોલાવી હીરાને છીનવીને ફરાર થઈ ગયા.

હીરો ગુમ થતા જ દુબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ અને ‘ઓપરેશન પિંક ડાયમંડ’ શરૂ કર્યું. અદ્યતન સર્વેલન્સ અને ટ્રેકિંગ ટેકનોલોજીની મદદથી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા. ચોરોએ હીરાને એક નાના રેફ્રિજરેટરમાં છુપાવ્યો હતો અને તેને એશિયન દેશમાં સ્મગલ કરવાની તૈયારીમાં હતા. પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી માત્ર 8 કલાકમાં જ હીરો રિકવર થયો અને માલિકને પરત અપાયો.

હીરા માલિકે દુબઈ પોલીસની ઝડપથી કામ કરવાની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ કાર્યવાહી ખરેખર અદ્ભુત હતી.

 

The post દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી: દુનિયાનો સૌથી દુર્લભ ગુલાબી હીરો ચોરાયો, પોલીસએ 8 કલાકમાં કર્યો પર્દાફાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/dubai-pink-diamond-heist-recovered/feed/ 0