#RBI Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rbi/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 29 Aug 2025 04:55:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #RBI Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rbi/ 32 32 નોટબંધીના સમયના આરબીઆઈ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલ હવે IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમાયા https://www.gujaratinside.com/2025/08/29/urjit-patel-appointed-imf-executive-director/ https://www.gujaratinside.com/2025/08/29/urjit-patel-appointed-imf-executive-director/#respond Fri, 29 Aug 2025 04:55:20 +0000 https://www.gujaratinside.com/?p=17631 કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને આગામી ત્રણ વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે. ડૉ. ઉર્જિત પટેલે 2016માં રઘુરામ રાજન પછી આરબીઆઈના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સરકારે સૌથી મોટો નાણાકીય નિર્ણય — નોટબંધી — અમલમાં મૂક્યો...

The post નોટબંધીના સમયના આરબીઆઈ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલ હવે IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને આગામી ત્રણ વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે.

ડૉ. ઉર્જિત પટેલે 2016માં રઘુરામ રાજન પછી આરબીઆઈના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સરકારે સૌથી મોટો નાણાકીય નિર્ણય — નોટબંધી — અમલમાં મૂક્યો હતો, જેના કારણે ભારતીય અર્થતંત્રમાં ઐતિહાસિક બદલાવ આવ્યો હતો.

ટૂંકા કાર્યકાળમાં મોટા નિર્ણયો

વર્ષ 2018માં ડૉ. પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. તેઓ 1992 પછીના સૌથી ટૂંકા કાર્યકાળ માટેના ગવર્નર બન્યા. તેમના કાર્યકાળમાં મોંઘવારી નિયંત્રણ માટે મોટું પગલું ભરાયું હતું. તેમના સૂચન પર મોંઘવારી દરની મર્યાદા 4 ટકા નક્કી કરવામાં આવી, જેને ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત લક્ષ્ય તરીકે અપનાવવામાં આવ્યું. આ નિર્ણય ભારતીય નાણાકીય નીતિમાં માઇલસ્ટોન સાબિત થયો.

આરબીઆઈ અને અન્ય અનુભવો

આરબીઆઈના ગવર્નર બનતા પહેલા ડૉ. ઉર્જિત પટેલે ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપી હતી, જેમાં તેમણે નાણાકીય નીતિ, આર્થિક સંશોધન, આંકડાકીય વ્યવસ્થાપન, થાપણ વીમો અને સંદેશાવ્યવહાર જેવા મહત્વના ક્ષેત્રો સંભાળ્યા હતા.

તેમણે અગાઉ IMFમાં પણ પાંચ વર્ષ સુધી સેવા આપી હતી. શરૂઆતમાં તેઓ વોશિંગ્ટન ડીસીમાં અને ત્યારબાદ 1992માં નવી દિલ્હીમાં ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝન્ટેટિવ તરીકે ભારત આવ્યા હતા.

ઉપરાંત, તેમણે નાણા મંત્રાલયમાં સલાહકાર તરીકે (1998-2001) કાર્ય કર્યું હતું અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી અનેક જાહેર તથા ખાનગી સંસ્થાઓમાં પણ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી હતી.

ડૉ. ઉર્જિત પટેલની IMFમાં નવી જવાબદારી ભારતની નાણાકીય નીતિ તથા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે એવી અપેક્ષા છે.

The post નોટબંધીના સમયના આરબીઆઈ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલ હવે IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/urjit-patel-appointed-imf-executive-director/feed/ 0
ક્રિપ્ટો કરન્સીનો દુરુપયોગ કરીને 335 કરોડના વિદેશી હવાલાનું કૌભાંડનો પર્દાફાશ https://www.gujaratinside.com/2025/07/06/foreign-remittance-scam-worth-rs-335-crores-exposed-by-misusing-crypto-currency/ https://www.gujaratinside.com/2025/07/06/foreign-remittance-scam-worth-rs-335-crores-exposed-by-misusing-crypto-currency/#respond Sun, 06 Jul 2025 06:08:17 +0000 https://www.gujaratinside.com/?p=14630 ભારતમાં વધુ એક મોટો આર્થિક ભાંડાફોડ થયો છે. ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને ₹335 કરોડના હવાલા વ્યવહાર દ્વારા દુબઈ નાણા મોકલવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ વ્યવહાર SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) તથા RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના ચલાવવામાં આવ્યો હતો. ક્રિપ્ટોનો ઉપયોગ કરીને વિદેશી ચલણની હેરાફેરી જાંચ એજન્સીઓના જણાવ્યા મુજબ...

The post ક્રિપ્ટો કરન્સીનો દુરુપયોગ કરીને 335 કરોડના વિદેશી હવાલાનું કૌભાંડનો પર્દાફાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતમાં વધુ એક મોટો આર્થિક ભાંડાફોડ થયો છે. ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને ₹335 કરોડના હવાલા વ્યવહાર દ્વારા દુબઈ નાણા મોકલવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ વ્યવહાર SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) તથા RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના ચલાવવામાં આવ્યો હતો.

ક્રિપ્ટોનો ઉપયોગ કરીને વિદેશી ચલણની હેરાફેરી

જાંચ એજન્સીઓના જણાવ્યા મુજબ આરોપીઓએ વિવિધ નકલી કંપનીઓ બનાવી હતી અને તે કંપનીઓ મારફતે ક્રિપ્ટો એક્સચેન્જમાં મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવી. ત્યારબાદ આ નાણાં ક્રિપ્ટો રૂપે દુબઈ મોકલવામાં આવ્યા.

અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યવહારમાં અનેક પેપર કંપનીઓ અને બેનામી ખાતાઓનો ઉપયોગ થયો હતો. આવા હવાલા વ્યવહારોથી સરકારને ટેક્સનો મોટો ખોટો ભોગવવો પડે છે અને કાળા નાણાંને ધોળા કરવાની શક્યતાઓ વધે છે.

ED અને FIU ચલાવી રહ્યા છે વધુ તપાસ

આ મામલાની તપાસ હાલ Enforcement Directorate (ED) અને Financial Intelligence Unit (FIU) દ્વારા કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ હાલની નાણાકીય વ્યવસ્થાનો ગેરવપરાશ કર્યો હતો અને વિવિધ આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ મારફતે પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

વિશેષ દિશા-નિર્દેશ જારી થવાની સંભાવના

આ ઘટના સામે આવતાં જ SEBI અને RBI તરફથી આગામી દિવસોમાં ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન્સ માટે વધુ કડક માર્ગદર્શિકાઓ જાહેર કરવાની શક્યતા છે. સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ક્રિપ્ટોકરન્સી દ્વારા કરાતી અવ્યવસ્થિત હેરફેર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

The post ક્રિપ્ટો કરન્સીનો દુરુપયોગ કરીને 335 કરોડના વિદેશી હવાલાનું કૌભાંડનો પર્દાફાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/06/foreign-remittance-scam-worth-rs-335-crores-exposed-by-misusing-crypto-currency/feed/ 0