Ride Permission Issue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ride-permission-issue/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 13:48:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ride Permission Issue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ride-permission-issue/ 32 32 રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ https://www.gujaratinside.com/2025/08/15/rajkot-lokmela-rides-permission-issue/ https://www.gujaratinside.com/2025/08/15/rajkot-lokmela-rides-permission-issue/#respond Fri, 15 Aug 2025 13:48:10 +0000 https://www.gujaratinside.com/?p=16391 સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં રાઈડ્સ મુદ્દે હજુ સમસ્યાઓ યથાવત છે. ગુરૂવારે લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો હોવા છતાં બીજા દિવસે પણ 34માંથી ફક્ત 11 રાઈડ્સ જ શરૂ થઈ શકી હતી, જ્યારે બાકીની 23 રાઈડ્સને મંજૂરી મળી નથી. રાઈડ્સ સંચાલકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગ રાઈડ્સ મુદ્દે જવાબદારી લેતા નથી, જેના કારણે મેળાની મજા...

The post રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં રાઈડ્સ મુદ્દે હજુ સમસ્યાઓ યથાવત છે. ગુરૂવારે લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો હોવા છતાં બીજા દિવસે પણ 34માંથી ફક્ત 11 રાઈડ્સ જ શરૂ થઈ શકી હતી, જ્યારે બાકીની 23 રાઈડ્સને મંજૂરી મળી નથી. રાઈડ્સ સંચાલકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગ રાઈડ્સ મુદ્દે જવાબદારી લેતા નથી, જેના કારણે મેળાની મજા લોકોને મળી નથી.

મેળાના મુલાકાતીઓએ રોષ વ્યક્ત કર્યો કે રાઈડ્સ વિના મેળાની મજા અધૂરી રહી છે. આ જ સ્થિતિ ગોંડલના લોકમેળામાં પણ જોવા મળી હતી, જ્યાં સતત બીજા દિવસે રાઈડ્સ બંધ રહી હતી. સંચાલકોનો આક્ષેપ છે કે પ્રશાસન દ્વારા આકરી SOP લાગુ કરવામાં આવી છે અને અધિકારીઓની મંજૂરીના અભાવે મુલાકાતીઓને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે.

આ વર્ષે સાતમ આઠમના તહેવાર અંતર્ગત રાજકોટના રેસકોર્સ મેદાનમાં 14થી 18 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, હવામાન વિભાગે 15થી 21 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે, જે મેળાની મજામાં વિઘ્ન ઊભું કરી શકે છે. તેમ છતાં મેળાનું આયોજન યથાવત રહેશે.

 

The post રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/rajkot-lokmela-rides-permission-issue/feed/ 0