Rishabh Pant Ambulance Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rishabh-pant-ambulance/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 23 Jul 2025 17:22:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Rishabh Pant Ambulance Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rishabh-pant-ambulance/ 32 32 ચોથી ટેસ્ટ દરમિયાન રિષભ પંતને ગંભીર ઈજા, લોહી વહેવાથી એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવાયા https://www.gujaratinside.com/2025/07/23/rishabh-pant-injured-during-4th-test-vs-england/ https://www.gujaratinside.com/2025/07/23/rishabh-pant-injured-during-4th-test-vs-england/#respond Wed, 23 Jul 2025 17:22:33 +0000 https://www.gujaratinside.com/?p=15135 ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ માટે એક મોટો આંચકો જોવા મળ્યો. ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું હતું. ઘટના મેચની 68મી ઓવરમાં બની હતી, જયારે પંત ઇંગ્લેન્ડના ઝડપી ગેંદબાજ ક્રિસ વોક્સ સામે બેટિંગ કરી રહ્યા હતા. વોક્સની યોર્કર બોલ પર પંતે...

The post ચોથી ટેસ્ટ દરમિયાન રિષભ પંતને ગંભીર ઈજા, લોહી વહેવાથી એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ માટે એક મોટો આંચકો જોવા મળ્યો. ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું હતું.

ઘટના મેચની 68મી ઓવરમાં બની હતી, જયારે પંત ઇંગ્લેન્ડના ઝડપી ગેંદબાજ ક્રિસ વોક્સ સામે બેટિંગ કરી રહ્યા હતા. વોક્સની યોર્કર બોલ પર પંતે રિવર્સ-સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પણ બોલ સીધો તેમના પગના જૂતા પર વાગ્યો. જોરદાર વાગવાથી પંતને ભારે દુઃખાવો થયો અને તેઓ મેદાન પરજ પીડાથી કણસતા દેખાયા.

ફિઝિયોની તાત્કાલિક તપાસમાં જાણવા મળ્યું કે પંતના પગમાંથી લોહી નીકળતું હતું. ઈજાની ગંભીરતા અને દુખાવાને ધ્યાનમાં લઈને પંત બેટિંગ ચાલુ રાખી શક્યા નહોતા અને તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાએ ભારતીય ચાહકોને ચિંતામાં મુકી દીધા છે અને ટીમ માટે પણ એક મોટો ઝટકો સાબિત થયો છે.

The post ચોથી ટેસ્ટ દરમિયાન રિષભ પંતને ગંભીર ઈજા, લોહી વહેવાથી એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/rishabh-pant-injured-during-4th-test-vs-england/feed/ 0