river drowning Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/river-drowning/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 12:18:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png river drowning Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/river-drowning/ 32 32 પાટણના સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબવાની ઘટના, મૃત્યુઆંક 5, SDRF દ્વારા શોધખોળ ચાલુ https://www.gujaratinside.com/2025/09/10/patan-santalpur-river-drowning-5-dead/ https://www.gujaratinside.com/2025/09/10/patan-santalpur-river-drowning-5-dead/#respond Wed, 10 Sep 2025 12:18:11 +0000 https://www.gujaratinside.com/?p=19026 પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ નદી દુર્ઘટનાઓમાં કુલ પાંચ યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાયું છે. આ ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી, જ્યારે નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા. સ્થાનિક લોકો અને તંત્રની મદદથી 4 યુવકોને જીવતા બચાવી લેવાયા હતા,...

The post પાટણના સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબવાની ઘટના, મૃત્યુઆંક 5, SDRF દ્વારા શોધખોળ ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ નદી દુર્ઘટનાઓમાં કુલ પાંચ યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાયું છે.

આ ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી, જ્યારે નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા. સ્થાનિક લોકો અને તંત્રની મદદથી 4 યુવકોને જીવતા બચાવી લેવાયા હતા, જ્યારે 2ના મોત થયા હતા અને 3 યુવકો ગુમ હતા. SDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરતાં ગુમ થયેલા 1 યુવકનો મૃતદેહ મળ્યો હતો.

આ ઉપરાંત, રણમલપુરા ગામ નજીકની નદીમાં બીજી દુર્ઘટનામાં 3 યુવકો ડૂબ્યા હતા. જેમાંથી 2ને બચાવી લેવાયા હતા જ્યારે 1 યુવક ગુમ હતો. SDRF દ્વારા સતત શોધખોળ બાદ આજે 10 સપ્ટેમ્બરે બે મૃતદેહ મળી આવ્યા છે. આમ બંને સ્થળોએ બનેલી દુર્ઘટનાઓમાં અત્યાર સુધી કુલ 5 યુવકોના મોત થયા છે.

જિલ્લા વહીવટીતંત્ર અને SDRFની ટીમો સ્થળ પર તાત્કાલિક પહોંચી બચાવ અને શોધખોળ કામગીરી કરી રહી છે. સ્થાનિક લોકોમાં ભારે દુઃખ અને ચિંતા વ્યાપી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ચેતવણી અને સલામતીના પગલાં લેવા માંગ ઉઠી છે.

 

The post પાટણના સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબવાની ઘટના, મૃત્યુઆંક 5, SDRF દ્વારા શોધખોળ ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/patan-santalpur-river-drowning-5-dead/feed/ 0
નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક https://www.gujaratinside.com/2025/08/30/narmada-dediapada-river-drowning-two-children/ https://www.gujaratinside.com/2025/08/30/narmada-dediapada-river-drowning-two-children/#respond Sat, 30 Aug 2025 14:13:27 +0000 https://www.gujaratinside.com/?p=17812 નર્મદા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાતા અનેક વિસ્તારોમાં ખતરો સર્જાયો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યા છે, જેના પગલે પરિવારમાં દુખનો માહોલ છવાયો છે. માહિતી પ્રમાણે, ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (ઉંમર 13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (ઉંમર 12) સ્કૂલમાંથી...

The post નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નર્મદા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાતા અનેક વિસ્તારોમાં ખતરો સર્જાયો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યા છે, જેના પગલે પરિવારમાં દુખનો માહોલ છવાયો છે.

માહિતી પ્રમાણે, ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (ઉંમર 13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (ઉંમર 12) સ્કૂલમાંથી છૂટ્યા બાદ ખેતરમાં રમવા માટે નદી તરફ જઈ રહ્યા હતા.

આ સમયે નદીમાં પાણીનો પ્રવાહ વધતા બંને બાળકો તણાયા. સ્થાનિકોએ ઘટના જાણ કરી અને તરત જ શોધખોળ શરૂ કરી હતી. દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી, અને પોલીસ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી.

શનિવારે, 30 ઓગસ્ટના રોજ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા, જેને પગલે પરિવાર અને ગામના લોકોમાં દુખનો માહોલ છવાયો. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સલાહ આપી છે કે, વરસાદ દરમિયાન નદી-નાળાઓના કિનારે ધ્યાન રાખવું અને સાવચેત રહેવું.

 

The post નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/narmada-dediapada-river-drowning-two-children/feed/ 0