RJD Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rjd/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 14:06:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png RJD Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rjd/ 32 32 લાલુ પ્રસાદ યાદવ સામેનો ‘લેન્ડ ફોર જોબ્સ’ કેસ ઝડપથી આગળ વધશે, દિલ્હી કોર્ટમાં રોજિંદી સુનાવણીનો આદેશ https://www.gujaratinside.com/2025/09/22/land-for-jobs-case-lalu-prasad-yadav-daily-hearing-delhi-court/ https://www.gujaratinside.com/2025/09/22/land-for-jobs-case-lalu-prasad-yadav-daily-hearing-delhi-court/#respond Mon, 22 Sep 2025 15:25:20 +0000 https://www.gujaratinside.com/?p=19888 બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સામેનો મની લોન્ડરિંગ કેસ હવે ઝડપી ગતિએ આગળ વધશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપતાં જણાવ્યું છે કે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડની સુનાવણી હવે 13 ઓક્ટોબરથી દરરોજ યોજાશે. આ કેસમાં લાલુ યાદવ સાથે તેમની પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ તથા...

The post લાલુ પ્રસાદ યાદવ સામેનો ‘લેન્ડ ફોર જોબ્સ’ કેસ ઝડપથી આગળ વધશે, દિલ્હી કોર્ટમાં રોજિંદી સુનાવણીનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સામેનો મની લોન્ડરિંગ કેસ હવે ઝડપી ગતિએ આગળ વધશે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપતાં જણાવ્યું છે કે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડની સુનાવણી હવે 13 ઓક્ટોબરથી દરરોજ યોજાશે.

આ કેસમાં લાલુ યાદવ સાથે તેમની પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ તથા પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ આરોપી તરીકે સામેલ છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ આરોપીઓને કેસ સંબંધિત દસ્તાવેજોની સ્પષ્ટ નકલો આપવામાં આવશે. આ માટે ED, તપાસ અધિકારી અને આરોપી પક્ષના વકીલો સંયુક્ત રીતે કોર્ટ રેકોર્ડની સમીક્ષા કરશે. આથી સ્પષ્ટ થાય છે કે કેસ હવે વધુ વિલંબ વિના આગળ વધશે.

લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ શું છે?
આ કેસ 2004 થી 2009 દરમિયાનનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે રેલ્વેમાં ગ્રુપ ડી પદોની ભરતી દરમિયાન ઉમેદવારોને નોકરી આપવાના બદલામાં તેમની પાસેથી જમીન સ્વીકારવામાં આવી હતી.

સીબીઆઈએ આ મામલે લાલુ પરિવાર સામે એફઆઈઆર નોંધાવી હતી, જેમાં જણાવાયું છે કે પરિવારના નામે 7 સ્થળોએ જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ઈડીની ચાર્જશીટ મુજબ, આ કૌભાંડમાં આશરે ₹600 કરોડના મની લોન્ડરિંગનો આરોપ છે. આ કેસમાં શરૂઆતની ચાર્જશીટ બાદ હવે પૂરક ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે.

કોર્ટના આદેશ બાદ 13 ઓક્ટોબરથી દૈનિક સુનાવણી શરૂ થવાથી આ મામલો ઝડપી ગતિએ આગળ વધશે તેવી અપેક્ષા છે.

The post લાલુ પ્રસાદ યાદવ સામેનો ‘લેન્ડ ફોર જોબ્સ’ કેસ ઝડપથી આગળ વધશે, દિલ્હી કોર્ટમાં રોજિંદી સુનાવણીનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/land-for-jobs-case-lalu-prasad-yadav-daily-hearing-delhi-court/feed/ 0
તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર https://www.gujaratinside.com/2025/09/21/tejpratap-yadav-oath-mahua-candidacy-bihar-election-2025/ https://www.gujaratinside.com/2025/09/21/tejpratap-yadav-oath-mahua-candidacy-bihar-election-2025/#respond Sun, 21 Sep 2025 11:29:41 +0000 https://www.gujaratinside.com/?p=19789 બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આરજેડી છોડ્યા બાદ તેજપ્રતાપ યાદવે મહુઆ મતવિસ્તારથી પોતાની ઉમેદવારી જાહેર કરીને પોતાના નવા રાજકીય માર્ગનો સંકેત આપ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેજપ્રતાપ યાદવે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “હું ગીતા અને ભગવાન કૃષ્ણના...

The post તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

આરજેડી છોડ્યા બાદ તેજપ્રતાપ યાદવે મહુઆ મતવિસ્તારથી પોતાની ઉમેદવારી જાહેર કરીને પોતાના નવા રાજકીય માર્ગનો સંકેત આપ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેજપ્રતાપ યાદવે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “હું ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ લઉં છું કે હું ક્યારેય આરજેડીમાં પાછો નહીં ફરું.”

તેમણે વધુમાં ઉમેર્યું કે ગમે તેટલા આમંત્રણો મળે, તેઓ આરજેડીમાં પરત નહીં જાય અને પોતાનો રાજકીય માર્ગ અલગ રીતે બનાવશે.

પોતાના પરિવાર પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરતાં તેજપ્રતાપે કહ્યું કે, “અમારા માતા-પિતા અમારા દેવતા જેવા છે અને અમે તેમનો આદર કરીએ છીએ, પરંતુ રાજકારણ અને પરિવાર અલગ બાબતો છે.”

મહુઆમાંથી ઉમેદવારી જાહેર કરીને તેજપ્રતાપે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની રાજકીય કારકિર્દી સ્વતંત્ર રીતે આગળ ધપાવશે. તેમણે બહેનોને પણ ખુલ્લું આમંત્રણ આપ્યું કે જો તેઓ ઇચ્છે તો તેમની પાર્ટીમાં જોડાઈ શકે છે અને તેમને ટિકિટ પણ મળશે.

રાજકીય વિશ્લેષકો માને છે કે તેજપ્રતાપનો આ નિર્ણય બિહારના રાજકીય પરિદૃશ્યને વધુ રસપ્રદ બનાવશે, કારણ કે તેઓ હવે આરજેડી વિના પોતાની અલગ રાજકીય ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

The post તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/tejpratap-yadav-oath-mahua-candidacy-bihar-election-2025/feed/ 0
RJD-કોંગ્રેસના મંચ પરથી મારી સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, ભારત માફ નહીં કરે: PM મોદી https://www.gujaratinside.com/2025/09/02/pm-modi-slams-rjd-congress-for-insulting-his-mother/ https://www.gujaratinside.com/2025/09/02/pm-modi-slams-rjd-congress-for-insulting-his-mother/#respond Tue, 02 Sep 2025 10:15:36 +0000 https://www.gujaratinside.com/?p=18083 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમની સ્વર્ગવાસી માતા હીરાબેન મોદીને લગતી અભદ્ર ટિપ્પણીઓ પર આકરો પ્રતિકાર કર્યો છે. બિહારમાં યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા પીએમ મોદીએ જણાવ્યું કે, “હાલમાં જ આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતા આપણું જીવન છે, આપણો સ્વાભિમાન છે. બિહાર જેવી સમૃદ્ધ...

The post RJD-કોંગ્રેસના મંચ પરથી મારી સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, ભારત માફ નહીં કરે: PM મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમની સ્વર્ગવાસી માતા હીરાબેન મોદીને લગતી અભદ્ર ટિપ્પણીઓ પર આકરો પ્રતિકાર કર્યો છે. બિહારમાં યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા પીએમ મોદીએ જણાવ્યું કે, “હાલમાં જ આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતા આપણું જીવન છે, આપણો સ્વાભિમાન છે. બિહાર જેવી સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતી ભૂમિ પર આવી ઘટના બનવી એ કલ્પના બહારની વાત છે.”

મોદીએ સ્પષ્ટ કર્યું કે, તેમની માતાનો રાજકારણ સાથે કોઈ સંબંધ નહોતો, તેમ છતાં તેમની નિંદા કરવામાં આવી છે. પીએમ મોદીએ જણાવ્યું કે આ માત્ર તેમની માતાનો નહીં, પરંતુ દેશની દરેક માતા અને બહેનોનો અપમાન છે. તેમણે કહ્યું, “હું માફ કરી દઈશ, પરંતુ ભારતની ધરતી ક્યારેય આ અપમાન માફ નહીં કરે.”

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ રાજ્ય જીવિકા નિધિ સાખ સહકારી સંઘ લિમિટેડના લોન્ચિંગની જાહેરાત પણ કરી, જે મહિલા ઉદ્યોગ સાહસિકોને ફંડ પ્રદાન કરવા માટે રચાયેલ છે. તેમણે મહિલાઓને સંબોધતાં કહ્યું કે, “મારી માતા હીરાબેન મોદીએ અમને ગરીબીમાંથી બહાર લાવવા અવિરત મહેનત કરી હતી. દેશની કરોડો માતાઓ પોતાના સંતાનો માટે જીવન સમર્પિત કરે છે. તે દેવીના સ્વરૂપ છે, અને જે લોકો માતાનો અપમાન કરે છે તે મહિલા વિરોધી માનસિકતાનો પરિચય આપે છે.”

મોદીએ આગ્રહ કર્યો કે, આરજેડી અને કોંગ્રેસે છઠ્ઠી મૈયા પાસે માફી માંગવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે આવી માનસિકતા ધરાવતા લોકોને સત્તા મળે તો મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

 

The post RJD-કોંગ્રેસના મંચ પરથી મારી સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, ભારત માફ નહીં કરે: PM મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/pm-modi-slams-rjd-congress-for-insulting-his-mother/feed/ 0
બિહારમાં SIR હેઠળ CPI-ML (લિબરેશન) એકમાત્ર રાજકીય પક્ષ, કોંગ્રેસ- RJD પ્રક્રિયાથી દૂર https://www.gujaratinside.com/2025/08/23/bihar-sir-cpi-ml-only-active/ https://www.gujaratinside.com/2025/08/23/bihar-sir-cpi-ml-only-active/#respond Sat, 23 Aug 2025 11:39:36 +0000 https://www.gujaratinside.com/?p=17063 બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદારોના દાવા અને વાંધા દાખલ કરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી માત્ર CPI-ML (લિબરેશન) પાર્ટી જ સક્રિય રહી છે. આ પાર્ટી દ્વારા કુલ 9 દાવા અને વાંધા દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષો જેમ કે કોંગ્રેસ અને RJD હજુ સુધી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા નથી. ચૂંટણી...

The post બિહારમાં SIR હેઠળ CPI-ML (લિબરેશન) એકમાત્ર રાજકીય પક્ષ, કોંગ્રેસ- RJD પ્રક્રિયાથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદારોના દાવા અને વાંધા દાખલ કરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી માત્ર CPI-ML (લિબરેશન) પાર્ટી જ સક્રિય રહી છે. આ પાર્ટી દ્વારા કુલ 9 દાવા અને વાંધા દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષો જેમ કે કોંગ્રેસ અને RJD હજુ સુધી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા નથી.

ચૂંટણી પંચે દૈનિક બુલેટિનમાં જણાવ્યું કે, મતદારો દ્વારા મતદાર યાદીમાં ભૂલો દૂર કરવા માટે કુલ 99,656 દાવા અને વાંધા દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 7,367 અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સાથે જ 18 વર્ષ પૂરાં કરનારા અને નવા મતદારો દ્વારા 2,83,042 લોકોએ ફોર્મ-6 અને ઘોષણા ફોર્મ સબમિટ કર્યા છે, જેમાં રાજકીય પક્ષોના BLA તરીકે સબમિટ કરેલા 6 ફોર્મ પણ શામેલ છે.

ચૂંટણી પંચે 1 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી હતી, અને દાવા-વાંધા દાખલ કરવાની પ્રક્રિયા 9 દિવસમાં પૂર્ણ થશે. નિયમો અનુસાર, દાવા અને વાંધાઓના નિરાકરણ સંબંધિત ERO અને AERO દ્વારા પાત્રતાની ચકાસણી પછી જ કરવામાં આવશે. SIR આદેશો મુજબ, ERO અને AERO ડ્રાફ્ટ યાદીમાંથી કોઈપણ નામની તપાસ અને બોલવાના આદેશ વિના દૂર કરી શકતા નથી.

જો કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ હોવા છતાં, કોંગ્રેસ અને RJD જેવા મુખ્ય વિપક્ષી પક્ષો SIR પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા નથી. સુપ્રીમ કોર્ટે બિહારના તમામ 12 રાજકીય પક્ષોને આદેશ આપ્યો હતો કે તેઓ SIR હેઠળ મતદારોની અરજીઓ ભરવામાં મદદ કરે.

 

The post બિહારમાં SIR હેઠળ CPI-ML (લિબરેશન) એકમાત્ર રાજકીય પક્ષ, કોંગ્રેસ- RJD પ્રક્રિયાથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/bihar-sir-cpi-ml-only-active/feed/ 0
બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું https://www.gujaratinside.com/2025/07/23/tejashwi-yadav-election-boycott-bihar-2025/ https://www.gujaratinside.com/2025/07/23/tejashwi-yadav-election-boycott-bihar-2025/#respond Wed, 23 Jul 2025 16:37:01 +0000 https://www.gujaratinside.com/?p=15132 બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે. ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ...

The post બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે.

ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ શકે છે. અમે જોઈશું કે જનતા શું ઇચ્છે છે અને તમામ પક્ષોનું સંયુક્ત શું માનવું છે.”

તેમના આ નિવેદનના પરિપ્રક્ષ્યમાં એવું માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષી દળો હવે કઠોર અને અસાધારણ રાજકીય પગલાં લેવા તૈયાર થઈ રહ્યા છે. જોકે, તેઓએ સ્પષ્ટપણે ચૂંટણી બહિષ્કારની ઘોષણા નથી કરી, પરંતુ આવા વિકલ્પની ચર્ચાને ખંડિત પણ નથી કરી.

વિપક્ષમાં એકજૂટતા અને રણનીતિ અંગે સતત મંતન ચાલી રહ્યું છે, અને તેજસ્વી યાદવનું આ નિવેદન બતાવે છે કે આગામી દિવસોમાં કોઈ મોટો રાજકીય નિર્ણય લઈ શકાય છે. ચૂંટણી બહિષ્કારનો વિકલ્પ પણ વિપક્ષની રણનીતિમાં સામેલ હોય તેવી શક્યતા જણાય રહી છે.

The post બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/tejashwi-yadav-election-boycott-bihar-2025/feed/ 0