road accident news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/road-accident-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 12:07:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png road accident news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/road-accident-news/ 32 32 સુરતના હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રન દુર્ઘટના, બેફામ ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધા, મહિલાનું મોત https://www.gujaratinside.com/2025/09/20/surat-hjira-hit-and-run-dumper-death/ https://www.gujaratinside.com/2025/09/20/surat-hjira-hit-and-run-dumper-death/#respond Sat, 20 Sep 2025 12:29:08 +0000 https://www.gujaratinside.com/?p=19711 સુરત શહેરના હજીરા વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રન દુર્ઘટના બની છે, જેમાં બેફામ ડમ્પર ચાલકે લારીવાળી મહિલાને અડફેટે લીધા પછી ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું. અકસ્માત બાદ ડ્રાઈવર તરત જ ગાડીને લઈને ફરાર થઇ ગયો હતો, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિક લોકો તાત્કાલિક પોલીસને જાણ કરી અને ગુનેગારને ઝડપી પાડવાની માંગ...

The post સુરતના હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રન દુર્ઘટના, બેફામ ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધા, મહિલાનું મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરત શહેરના હજીરા વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રન દુર્ઘટના બની છે, જેમાં બેફામ ડમ્પર ચાલકે લારીવાળી મહિલાને અડફેટે લીધા પછી ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું.

અકસ્માત બાદ ડ્રાઈવર તરત જ ગાડીને લઈને ફરાર થઇ ગયો હતો, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિક લોકો તાત્કાલિક પોલીસને જાણ કરી અને ગુનેગારને ઝડપી પાડવાની માંગ કરી.

અહેવાલો અનુસાર, સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોના બેફામ ડ્રાઇવિંગના કારણે હિટ એન્ડ રન ઘટનાઓમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. હજીરા વિસ્તારમાં થયેલી આ દુર્ઘટનાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને વાહન નિયમન પર પ્રશ્નો ઊભા કર્યા છે.

સ્થાનિકોનો માની છે કે આવા બેફામ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી ન થવાથી તેઓ હિંમતભર્યા બની રહ્યા છે, જે સામાન્ય નાગરિકો માટે ખતરોરૂપ બની રહ્યો છે.

ઘટનાની જાણીને હજીરા પોલીસ તાત્કાલિક કાર્યવાહી માટે આગળ આવી છે. આરોપીને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ અને આસપાસની તપાસ શરૂ કરી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર વાહનવ્યવહારના કાયદાઓની સખ્ત કામગીરીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. લોકોની માગ છે કે આવા ગંભીર ગુનાઓના આરોપીઓને કડક સજા મળી અને ભવિષ્યમાં રોડ સલામતી સુનિશ્ચિત કરવામાં આવે.

 

 

The post સુરતના હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રન દુર્ઘટના, બેફામ ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધા, મહિલાનું મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/surat-hjira-hit-and-run-dumper-death/feed/ 0
શિવપુરીમાં ભીષણ અકસ્માત: 4 ગુજરાતી કલાકારોનાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/08/16/shivpuri-road-accident-gujarati-artists-killed/ https://www.gujaratinside.com/2025/08/16/shivpuri-road-accident-gujarati-artists-killed/#respond Sat, 16 Aug 2025 10:05:59 +0000 https://www.gujaratinside.com/?p=16436 મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવારે વહેલી સવારે નેશનલ હાઇવે-27 પર ભીષણ અકસ્માત થયો હતો. ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે થયેલી ટક્કરમાં ચાર ગુજરાતી કલાકારોનાં કરુણ મોત થયા છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સવારે લગભગ 5.30 વાગ્યે બન્યો હતો. મળતી માહિતી અનુસાર, 20 કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવકથા કાર્યક્રમમાં પોતાની...

The post શિવપુરીમાં ભીષણ અકસ્માત: 4 ગુજરાતી કલાકારોનાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવારે વહેલી સવારે નેશનલ હાઇવે-27 પર ભીષણ અકસ્માત થયો હતો. ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે થયેલી ટક્કરમાં ચાર ગુજરાતી કલાકારોનાં કરુણ મોત થયા છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સવારે લગભગ 5.30 વાગ્યે બન્યો હતો.

મળતી માહિતી અનુસાર, 20 કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવકથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને શુક્રવારે સાંજે પરત ફરી રહ્યું હતું. આ તમામ કલાકારો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી હતા.

પ્રાથમિક તપાસમાં પોલીસે માન્યું છે કે ટ્રાવેલર બસના ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું, જેના કારણે બસ બેકાબૂ બનીને ડિવાઇડર પર ચડી ગઈ અને સામેથી આવી રહેલી ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ. અકસ્માતમાં ગાયક હાર્દિક દવે (40)નું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે રાજા ઠાકુર (28), અંકિત ઠાકુર (17) અને રાજપાલ સોલંકી (60)એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટ્રાવેલર બસના ડ્રાઇવરનો સમાવેશ થાય છે. સાત લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઇજાગ્રસ્તોની સારવાર જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.

 

The post શિવપુરીમાં ભીષણ અકસ્માત: 4 ગુજરાતી કલાકારોનાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/shivpuri-road-accident-gujarati-artists-killed/feed/ 0