Road Safety India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/road-safety-india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 04:29:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Road Safety India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/road-safety-india/ 32 32 પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-રિક્ષાની ટક્કરથી 8ના મોત અને 6 ઘાયલ https://www.gujaratinside.com/2025/08/23/patna-daniyawan-road-accident-truck-hits-rickshaw-8-dead/ https://www.gujaratinside.com/2025/08/23/patna-daniyawan-road-accident-truck-hits-rickshaw-8-dead/#respond Sat, 23 Aug 2025 04:29:36 +0000 https://www.gujaratinside.com/?p=17019 બિહારના પટણા જિલ્લામાં શનિવારે (23 ઓગસ્ટ) થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, મલમા ગામના કેટલાક લોકો રિક્ષામાં ફતુહા ખાતે ગંગા સ્નાન...

The post પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-રિક્ષાની ટક્કરથી 8ના મોત અને 6 ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પટણા જિલ્લામાં શનિવારે (23 ઓગસ્ટ) થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, મલમા ગામના કેટલાક લોકો રિક્ષામાં ફતુહા ખાતે ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પૂરપાટ ઝડપે દોડતી એક ટ્રક રિક્ષાને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભીષણ હતી કે રિક્ષાનું કચ્ચરઘાણ થઈ ગયું. ઘટનાસ્થળ પર જ આઠ લોકોના મોત થયા હતા અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર વાહન સાથે ફરાર થઈ ગયો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર સ્થિતિને કારણે તેમને પટણાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા.

આ મામલે પોલીસે હિટ એન્ડ રન સહિત અકસ્માતનો ગુનો દાખલ કરી ટ્રક ચાલકની શોધ શરૂ કરી છે. હાલ સુધી ડ્રાઈવર વિશે કોઈ માહિતી સામે આવી નથી.

The post પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-રિક્ષાની ટક્કરથી 8ના મોત અને 6 ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/patna-daniyawan-road-accident-truck-hits-rickshaw-8-dead/feed/ 0
સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/ https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/#respond Sun, 20 Jul 2025 13:25:26 +0000 https://www.gujaratinside.com/?p=14998 ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી....

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવીને  નીકળેલી કારે અચાનક સાફ સફાઈ કરી રહેલી મહિલા સફાઈકર્મીને જોરદાર ટક્કર મારી. અકસ્માત બાદ મહિલાની હાલત ગંભીર બની ગઈ અને તે જમીન પર પટકાઈ પડી. આ ઘટના બાદ કારચાલક એ અકસ્માત સર્જીને કોઈપણ પ્રકારની મદદ કર્યા વગર તુરંત ગાડી લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે અને પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.

ગુજરાતમાં આવી ઘટનાઓનો સતત વધારો થઈ રહ્યો છે અને લોકોમાં રોડ સલામતી અને ડ્રાઇવિંગ શિસ્ત અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ રહી છે.

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/feed/ 0