Russia Oil Trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/russia-oil-trade/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 04:23:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Russia Oil Trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/russia-oil-trade/ 32 32 ટ્રમ્પનો સૂર બદલાયો: “હું ભારત અને મોદીની ખૂબ નજીક છું”, ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો પણ કર્યો દાવો https://www.gujaratinside.com/2025/09/19/donald-trump-claims-close-to-india-modi-stopped-india-pakistan-war/ https://www.gujaratinside.com/2025/09/19/donald-trump-claims-close-to-india-modi-stopped-india-pakistan-war/#respond Fri, 19 Sep 2025 04:29:06 +0000 https://www.gujaratinside.com/?p=19581 ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનો સૂર બદલ્યો છે. અગાઉ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની આકરી ટીકા કરનાર ટ્રમ્પે હવે યુનાઈટેડ કિંગડમના પ્રવાસ દરમિયાન જણાવ્યું કે તેઓ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત સાથેના તેમના સંબંધો “ખાસ” છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે...

The post ટ્રમ્પનો સૂર બદલાયો: “હું ભારત અને મોદીની ખૂબ નજીક છું”, ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો પણ કર્યો દાવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનો સૂર બદલ્યો છે. અગાઉ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની આકરી ટીકા કરનાર ટ્રમ્પે હવે યુનાઈટેડ કિંગડમના પ્રવાસ દરમિયાન જણાવ્યું કે તેઓ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીક છે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત સાથેના તેમના સંબંધો “ખાસ” છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે યુરોપિયન દેશો પર રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ કડક ટીકાઓ કરી છે.

તાજેતરમાં જ તેમણે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જે દર્શાવે છે કે તેઓ ભારત સાથેના સંબંધોને મહત્વ આપી રહ્યા છે.

યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે જ આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું અટકાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું, “અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોક્યું.

આ માત્ર વેપાર માટે હતું. અમે કહ્યું કે જો તમે અમારી સાથે વેપાર કરવા માંગતા હો, તો તમારે સાથે આવવું પડશે.” ટ્રમ્પનો આ દાવો પહેલાથી જ ચર્ચામાં રહ્યો છે.

ટ્રમ્પે યુક્રેન-રશિયા યુદ્ધને લઈને નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે રશિયાને કરાર માટે મજબૂર કરવા માટે વૈશ્વિક સ્તરે તેલના ભાવ ઘટાડવા એ શ્રેષ્ઠ રસ્તો છે. સાથે જ તેમણે યુરોપિયન દેશો પર પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ હજુ પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, જ્યારે અમેરિકા તેમને સમર્થન આપવા પ્રયત્ન કરી રહ્યું છે.

ટ્રમ્પે ચીન સામે પણ કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી પરંતુ સાથે કહ્યું કે જ્યારે સાથી દેશો જ રશિયા પાસેથી તેલ ખરીદે છે, ત્યારે આ લડાઈ મુશ્કેલ બને છે.

ટ્રમ્પના આ નવા નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તેઓ ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે અને ભવિષ્યમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા ઇચ્છુક છે.

 

The post ટ્રમ્પનો સૂર બદલાયો: “હું ભારત અને મોદીની ખૂબ નજીક છું”, ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો પણ કર્યો દાવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/donald-trump-claims-close-to-india-modi-stopped-india-pakistan-war/feed/ 0
‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ https://www.gujaratinside.com/2025/08/25/india-responds-us-oil-tariff/ https://www.gujaratinside.com/2025/08/25/india-responds-us-oil-tariff/#respond Mon, 25 Aug 2025 12:25:27 +0000 https://www.gujaratinside.com/?p=17280 અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ ખરીદતા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો છે. ટ્રમ્પના આ પગલાથી અમેરિકાએ ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે કે તે રશિયાથી તેલ અને હથિયારો ખરીદવાનું બંધ કરે. આ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. રશિયામાં ભારતના રાજદૂત...

The post ‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ ખરીદતા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો છે. ટ્રમ્પના આ પગલાથી અમેરિકાએ ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે કે તે રશિયાથી તેલ અને હથિયારો ખરીદવાનું બંધ કરે. આ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે.

રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય કંપનીઓને જ્યાંથી સસ્તુ તેલ મળશે ત્યાંથી જ ખરીદી થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતની પ્રાથમિકતા પોતાના દેશની 140 કરોડ વસ્તી માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અમેરિકાના ટેરિફને “વિચિત્ર અને બિનજરૂરી” ગણાવતા કહ્યું કે, અન્ય દેશોની ખરીદીને રોકવા પ્રયાસ કરવો યોગ્ય નથી.

વિનય કુમારે કહ્યું કે, ભારત-રશિયા વચ્ચે તેલની ચુકવણીમાં કોઈ સમસ્યા નથી, કારણ કે બંને દેશો સ્થાનિક કરન્સીમાં વેપાર કરે છે. ભારતીય નિકાસ સંગઠન મહાસંઘના મહાનિર્દેશક અજય સાહાએ જણાવ્યું કે, ભારતીય બેંકોમાં રશિયન નિકાસકારોના અબજો રૂપિયા જમા છે અને રશિયા સાથે ભારતીય રૂપિયામાં વેપાર ચાલુ છે.

અમેરિકામાં પણ ટ્રમ્પના નિર્ણયનો વિરોધ થયો છે. રિપબ્લિકન નેતા નિકી હેલી અને પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીએ કહ્યું કે, ભારત સાથે નાંતિભર્યા સંબંધો ટાઢા કરવાથી અમેરિકા પોતાના સહયોગીઓને દૂર કરી રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટે જણાવ્યું કે, ચીન પણ રશિયાથી તેલ ખરીદી રહ્યું છે, છતાં ટ્રમ્પએ ચીન પર ટેરિફ નથી લગાવ્યા, જેથી ભારત રશિયા અને ચીનની નજીક જઈ શકે છે.

The post ‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/india-responds-us-oil-tariff/feed/ 0
અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો કટાક્ષ: “મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી દેવા જોઈએ” https://www.gujaratinside.com/2025/08/14/john-bolton-sarcasm-modi-trump-nobel-nomination-tariff-issue/ https://www.gujaratinside.com/2025/08/14/john-bolton-sarcasm-modi-trump-nobel-nomination-tariff-issue/#respond Thu, 14 Aug 2025 04:42:17 +0000 https://www.gujaratinside.com/?p=16173 અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ.” તેમણે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ટ્રમ્પે ભારત પરથી રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાના મુદ્દે ઊંચા ટેરિફ લાદ્યા. અગાઉ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ જાહેર કર્યો...

The post અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો કટાક્ષ: “મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી દેવા જોઈએ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ.” તેમણે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ટ્રમ્પે ભારત પરથી રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાના મુદ્દે ઊંચા ટેરિફ લાદ્યા. અગાઉ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ જાહેર કર્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે તેમાં વધુ 25 ટકા વધારો કર્યો, જેના કારણે દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં તણાવ વધ્યો.

જોન બોલ્ટને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, “જ્યારે તમે ભારતને નિશાન બનાવીને આવી મોટી ભૂલ કરો છો, જેમ વ્હાઇટ હાઉસે છેલ્લા 30 દિવસમાં કરી છે, ત્યારે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં સમય લાગે છે.” પાકિસ્તાન અંગે તેમણે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર ટ્રમ્પ સાથે વ્યવહારનો રસ્તો શોધી રહ્યા છે. સાથે જ યાદ અપાવ્યું કે પાકિસ્તાન ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે ઔપચારિક રીતે નોમિનેટ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે.

ચીન પર ઓછા ટેરિફ અંગે બોલ્ટને કહ્યું કે, “યુક્રેનમાં યુદ્ધ વિરામ લાવવાના ટ્રમ્પના પ્રયાસોથી ભારત સરકાર પ્રભાવિત છે, પરંતુ ભારત પર લાગેલા ટેરિફનું પ્રમાણ ચીનની સરખામણીએ વધુ છે.” તેમણે આ મુદ્દો ઉઠાવ્યો કે અમેરિકા અને યુરોપિયન યુનિયન પોતે પણ રશિયા પાસેથી અનેક વસ્તુઓ ખરીદે છે, અને ચીન પણ રશિયાથી ક્રૂડ લે છે, છતાં ભારત પર વધુ ભાર મુકાયો છે.

The post અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો કટાક્ષ: “મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી દેવા જોઈએ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/john-bolton-sarcasm-modi-trump-nobel-nomination-tariff-issue/feed/ 0