Salangpur Hanumanji Temple Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/salangpur-hanumanji-temple/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 10:31:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Salangpur Hanumanji Temple Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/salangpur-hanumanji-temple/ 32 32 સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગાના રંગે રંજાયા, દેશભક્તિના શણગારમાં ભક્તો ભાવવિભોર https://www.gujaratinside.com/2025/08/15/salangpur-kashtbhanjandev-hanumanji-patriotic-decoration/ https://www.gujaratinside.com/2025/08/15/salangpur-kashtbhanjandev-hanumanji-patriotic-decoration/#respond Fri, 15 Aug 2025 10:31:21 +0000 https://www.gujaratinside.com/?p=16352 સ્વતંત્રતા દિવસના પાવન અવસરે સાળંગપુરના પ્રખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું. દાદાને તિરંગાની થીમ પર શણગાર કરવામાં આવતા સમગ્ર પરિસરમાં દેશપ્રેમની અનોખી છટા જોવા મળી. ભક્તોએ આ અનોખા શણગારના દર્શન કરી ભાવવિભોર અનુભવ કર્યો. હજારોની સંખ્યામાં ભક્તો ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવતા માહોલમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. પૂજારી...

The post સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગાના રંગે રંજાયા, દેશભક્તિના શણગારમાં ભક્તો ભાવવિભોર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સ્વતંત્રતા દિવસના પાવન અવસરે સાળંગપુરના પ્રખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું. દાદાને તિરંગાની થીમ પર શણગાર કરવામાં આવતા સમગ્ર પરિસરમાં દેશપ્રેમની અનોખી છટા જોવા મળી. ભક્તોએ આ અનોખા શણગારના દર્શન કરી ભાવવિભોર અનુભવ કર્યો. હજારોની સંખ્યામાં ભક્તો ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવતા માહોલમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.

પૂજારી સ્વામીએ માહિતી આપી કે શ્રાવણ માસની શીતળા સાતમ અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે દાદાના શણગાર માટે 250 કિલો કરતાં વધુ સફેદ ગુલાબ અને ગલગોટાના ફુલો તથા આસોપાલવના પાનનો ઉપયોગ કરીને તિરંગાની થીમ તૈયાર કરવામાં આવી. દાદાને તિરંગાના રંગના વાઘા પહેરાવાયા, જે રાજકોટના એક ભક્તે એક અઠવાડિયાની મહેનતથી તૈયાર કર્યા હતા. આ શણગાર કરવા સંતો અને ભક્તોને લગભગ 4 કલાકનો સમય લાગ્યો. મંદિર પરિસરમાં પણ તિરંગા ફરકાવીને દેશભક્તિનો માહોલ ઉભો કરવામાં આવ્યો.

શ્રાવણ માસ દરમ્યાન મંદિર પરિસરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમ કે દિવ્ય શણગાર, દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ વગેરે. સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, મહાસંધ્યા આરતી સહિત અનેકવિધ અનિષ્ઠાનો સાથે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. ઉપરાંત, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, દર સોમવારે શિવ સ્વરૂપ શણગાર તથા હિંડોળા દર્શન જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

The post સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગાના રંગે રંજાયા, દેશભક્તિના શણગારમાં ભક્તો ભાવવિભોર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/salangpur-kashtbhanjandev-hanumanji-patriotic-decoration/feed/ 0