Samajwadi Party Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/samajwadi-party/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 10:12:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Samajwadi Party Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/samajwadi-party/ 32 32 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન https://www.gujaratinside.com/2025/09/23/azam-khan-released-after-23-months-sitapur-jail/ https://www.gujaratinside.com/2025/09/23/azam-khan-released-after-23-months-sitapur-jail/#respond Tue, 23 Sep 2025 11:05:50 +0000 https://www.gujaratinside.com/?p=19933 લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી. આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી...

The post 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી.

આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી થઈ હતી. સપા સાંસદ રુચિ વીરા તેમને આવકારવા જેલ બહાર પહોંચી હતી, પરંતુ પોલીસે સુરક્ષા કારણોસર તેમને રોકી દીધી હતી.

આઝમ ખાન પર ડુંગરપુર કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમને જામીન મળ્યા હતા.

તેમણે હાઈકોર્ટના આદેશ અનુસાર 19 કેસોમાં MP-MLA સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટના આદેશ મુજબ પોલીસ અને મહેસૂલ તંત્રએ રિપોર્ટ રજૂ કર્યા બાદ તેમની જામીન અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.

સોમવારે સાંજે લૂંટ, છેતરપિંડી અને અન્ય 19 કેસોમાં રિલીઝ વોરંટ જાહેર થતા તમામ 72 કેસોમાં તેમને મુક્તિ મળી. ખાસ નોંધનીય છે કે આઝમ ખાનનું નામ લાંબા સમયથી કુખ્યાત “ક્વોલિટી બાર કેસ”માં મુખ્ય આરોપી તરીકે હતું.

આરોપ મુજબ 2013માં મંત્રી તરીકે તેમણે સિવિલ લાઇન્સ વિસ્તારની ક્વોલિટી બારની જમીન ગેરકાયદેસર રીતે પોતાની પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમના નામે ટ્રાન્સફર કરી હતી.

આ કેસમાં 2019માં માલિક ગગન અરોરાની ફરિયાદના આધારે FIR નોંધાઈ હતી અને આખા પરિવારને આરોપી બનાવવામાં આવ્યો હતો.

મે 2025માં MP-MLA કોર્ટે આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ સપ્ટેમ્બર 2025માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમને રાહત મળતા તેઓ અંતે સીતાપુર જેલમાંથી મુક્ત થયા હતા.

 

The post 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/azam-khan-released-after-23-months-sitapur-jail/feed/ 0
કન્નૌજમાં કૈશ ખાનની થ્રિલર જેવી ધરપકડ: પડદાની પાછળ છુપાઈ ગયા હતા નેતાજી https://www.gujaratinside.com/2025/09/04/kaish-khan-arrest-kannauj-thriller-style/ https://www.gujaratinside.com/2025/09/04/kaish-khan-arrest-kannauj-thriller-style/#respond Thu, 04 Sep 2025 10:42:28 +0000 https://www.gujaratinside.com/?p=18323 કન્નૌજ: કન્નૌજના બાલાપીર મોહલ્લામાં પોલીસ દ્વારા સમાજવાદી પાર્ટીના પૂર્વ ખજાનચી કૈશ ખાનની ધરપકડ થ્રિલર ફિલ્મની જેમ બની ગઈ. પોલીસ પહેલાં કૈશ ખાનના ઘરમાં તપાસ કરવા પહોંચી, પરંતુ તે ત્યાં હાજર નહોતો. ત્યારબાદ પોલીસે તેના ભાઈના ઘરની તપાસ શરૂ કરી. જ્યારે પોલીસની નજર એક રૂમના માળિયા પર મુકાયેલા મોટા અને અજાયબ પડદા પર પડી, ત્યારે આ...

The post કન્નૌજમાં કૈશ ખાનની થ્રિલર જેવી ધરપકડ: પડદાની પાછળ છુપાઈ ગયા હતા નેતાજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કન્નૌજ: કન્નૌજના બાલાપીર મોહલ્લામાં પોલીસ દ્વારા સમાજવાદી પાર્ટીના પૂર્વ ખજાનચી કૈશ ખાનની ધરપકડ થ્રિલર ફિલ્મની જેમ બની ગઈ. પોલીસ પહેલાં કૈશ ખાનના ઘરમાં તપાસ કરવા પહોંચી, પરંતુ તે ત્યાં હાજર નહોતો. ત્યારબાદ પોલીસે તેના ભાઈના ઘરની તપાસ શરૂ કરી.

જ્યારે પોલીસની નજર એક રૂમના માળિયા પર મુકાયેલા મોટા અને અજાયબ પડદા પર પડી, ત્યારે આ વિસ્તારમાંના લોકોના શ્વાસ અટકી ગયા. પડદો હટાવતાં માત્ર એક ગાદલું દેખાયું, પરંતુ જ્યારે ગાદલું ઊંચકાયું, ત્યારે કૈશ ખાન તેની પાછળ છુપાયેલા મળ્યા. આ દૃશ્યને જોઈને આસપાસના લોકો હસવા લાગ્યા. બાદમાં પોલીસએ કૈશ ખાનને ઝડપી પાડ્યા.

પોલીસ અધિકારી વિનોદ કુમારના જણાવ્યા મુજબ, કૈશ ખાન પર અગાઉથી અનેક કેસ નોંધાયેલા છે. જિલ્લા બહાર રહેવાનો આદેશ મળ્યા બાદ તે 28 જુલાઈથી છુપાયેલો હતો. બાતમીદારની સૂચના અને પોલીસની સતર્કતા કારણે તે પકડાયો. તેની સામે હવે 3/10 હેઠળ ગુન્ડા એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કૈશ ખાનનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. 6 જાન્યુઆરીના રોજ ગેરકાયદેસર બાંધકામના કારણે તેના મેરેજ હોલ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. વધુ રસપ્રદ વાત એ છે કે, અખિલેશ યાદવે તેને 25 જુલાઈએ મુલાકાત આપી અને તેના માત્ર ત્રણ દિવસ પછી તેને જિલ્લા બહાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો. આ ધરપકડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કોઈ ગાદલાની પાછળ છુપાઈ શકે.

The post કન્નૌજમાં કૈશ ખાનની થ્રિલર જેવી ધરપકડ: પડદાની પાછળ છુપાઈ ગયા હતા નેતાજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/kaish-khan-arrest-kannauj-thriller-style/feed/ 0
‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન https://www.gujaratinside.com/2025/07/30/jaya-bachchan-slams-government-operation-sindoor-priyanka-chaturvedi-parliament/ https://www.gujaratinside.com/2025/07/30/jaya-bachchan-slams-government-operation-sindoor-priyanka-chaturvedi-parliament/#respond Wed, 30 Jul 2025 16:50:42 +0000 https://www.gujaratinside.com/?p=15742 સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું, “પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.” ‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન...

The post ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું,

“પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.”

‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન સિંદૂર?’

ચર્ચા દરમિયાન જયા બચ્ચને પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 નિર્દોષ લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે સવાલ ઉઠાવ્યો,

“જ્યારે આ હુમલામાં અનેક મહિલાઓનું સિંદૂર ઉજડી ગયું છે, તો ઓપરેશનનું નામ ‘સિંદૂર’ કેમ રાખવામાં આવ્યું?”
તેમણે સરકારની નામકરણ નીતિ પર તીખી ટીકાની કરી અને જણાવ્યું કે સત્તાધારી પક્ષ એવા લેખકો રાખે છે જે “મોટા-મોટા નામ આપે છે.”

‘કલમ 370 બાદ શું બદલાયું?’

જયા બચ્ચને સરકાર પર આરોપ લગાવ્યો કે કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદનો ખાતમો થશે તેવી છાતી ઠોકી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં હુમલા રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ.

“જે પ્રવાસીઓ પહલગામ ગયા હતા, તેઓ કોના ભરોસા પર ગયા હતા? 25 જીવ બચાવી શક્યા નહીં અને તે પરિવારો તમને ક્યારેય માફ નહીં કરે,” એમ તેમણે જણાવ્યું.
તેમણે સરકારને આતંકી હુમલાના ભોગ બનેલા પરિવારોની માફી માંગવાની સલાહ આપી.

પ્રિયંકા ચતુર્વેદી સાથે તણાવપૂર્ણ ક્ષણ

ભાષણ દરમિયાન જ્યારે સત્તાધારી પક્ષના સભ્યો ટોકવા લાગ્યા, ત્યારે જયા બચ્ચન ભડકી ઉઠ્યા. તેમણે કહ્યું,

“તમે બોલો અથવા મને બોલવા દો. જ્યારે તમે બોલો છો, ત્યારે હું વચમાં બોલતી નથી. જ્યારે કોઈ મહિલા બોલે છે, તો હું ક્યારેય વચમાં બોલતી નથી, તેથી તમારી જીભ પર કાબૂ રાખો.”
આ દરમિયાન પ્રિયંકા ચતુર્વેદીએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જયા બચ્ચને તીખો પ્રતિકાર આપ્યો:
“પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.”

પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર

22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

The post ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/30/jaya-bachchan-slams-government-operation-sindoor-priyanka-chaturvedi-parliament/feed/ 0