Saurashtra Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/saurashtra-rain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 10:18:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Saurashtra Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/saurashtra-rain/ 32 32 બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/ https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/#respond Sat, 20 Sep 2025 11:10:54 +0000 https://www.gujaratinside.com/?p=19692 ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર...

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી તો વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ ભેજવાળા પવન હજુ ચાલુ છે, જે કારણે ચોમાસું સ્થિર થઈ ગયું છે.

છેલ્લા બે દિવસથી બંગાળની ખાડીની અસસ્થિરતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે, જે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

નવરાત્રિના પહેલા દિવસોમાં સામાન્ય છુટોછવાયો વરસાદ પડશે, પરંતુ નવરાત્રિના છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આ સિસ્ટમ આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાત તરફ પસાર થશે. જો સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર ન થાય તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ સાથે, રાજ્યમાં ગાજવીજ અને 35-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન નિષ્ણાતે ગુજરાતીઓ અને ખેડૂતોને આ માટે સાવચેતી રાખવાની સૂચના આપી છે, કારણ કે આ વરસાદ અને પવનથી નુકશાનની શક્યતા છે.

 

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/feed/ 0
ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત https://www.gujaratinside.com/2025/09/14/gujarat-rain-update-september-2025/ https://www.gujaratinside.com/2025/09/14/gujarat-rain-update-september-2025/#respond Sun, 14 Sep 2025 15:25:59 +0000 https://www.gujaratinside.com/?p=19367 ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની...

The post ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની શક્યતાઓ છે. આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

આજે રાજકોટના ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઈસરા ગામમાં વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ભાવનગરના મહુવા તાલુકામાં અને ભાદ્રોડ ગામમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ઉકળાટ ઘટ્યો અને ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલીના અનેક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો.

સાવરકુંડલા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાધકડા ગામમાં નદીમાં પૂર આવતા નવીન પાણીની આવક થઈ હતી. અમરેલી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતાં.

વરસાદના આ પહેલા પોક્ષેપાત્ર પ્રભાવથી કપાસ, બાજરી, મગફળી, મગ, અડદ, જુવાર અને મકાઈ જેવા પાકોને લાભ મળ્યો છે. છોટા ઉદેપુર શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ ખાબકતાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ગીરી મથક સાપુતારામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું, જેમાં કુદરતી સૌંદર્ય અને ઠંડક પ્રસરી ગઈ હતી. ગીર સોમનાથના ઉનામાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજ્યમાં આ સીઝન દરમિયાન અત્યાર સુધી 108 ટકા વરસાદ નોંધાયો છે. સો ટકાથી વધુ વરસાદ ચાર ઝોનમાં નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોન હજી 93.55 ટકા પર છે.

અન્ય ઝોનોમાં ઉત્તર ગુજરાતમાં 118.72%, કચ્છમાં 135.95%, મધ્યપૂર્વમાં 110.11% અને દક્ષિણ ગુજરાતમાં 111.36% વરસાદ નોંધાયો છે. આ વરસાદી સ્થિતિ રાજ્યના ખેડૂતો માટે લાભદાયક અને સૌરાષ્ટ્રમાં હજુ વધુ વરસાદની રાહ જોવાઈ રહી છે.

 

The post ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/gujarat-rain-update-september-2025/feed/ 0
દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ https://www.gujaratinside.com/2025/08/20/dwarka-bhogat-village-rain-rescue-17-people/ https://www.gujaratinside.com/2025/08/20/dwarka-bhogat-village-rain-rescue-17-people/#respond Wed, 20 Aug 2025 15:27:52 +0000 https://www.gujaratinside.com/?p=16834 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી...

The post દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી તમામ લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.

 

The post દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/dwarka-bhogat-village-rain-rescue-17-people/feed/ 0
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/ https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/#respond Fri, 15 Aug 2025 13:30:04 +0000 https://www.gujaratinside.com/?p=16384 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે....

The post ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ આગામી 48 કલાકમાં રાજ્ય તરફ આગળ વધશે. ઉપરાંત મોન્સૂન ટ્રફ રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ સુધી આવી ગયું છે, જ્યારે મધ્ય લેવલે ટ્રફ સિસ્ટમ સક્રિય છે. આ ચારેય સિસ્ટમને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને 17 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદ
અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો છે. મેઘરજ, અંબાજી, દાંતા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘ મહેર જોવા મળી છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. ખાંભા, બગસરા, ધારી, ગઢિયા અને સાવરકુંડલા વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી કપાસ, સોયાબીન અને મગફળીના પાકને ખુબ ફાયદો થશે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ
સુરત અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સુરતના અઠવાલાઈન્સ, અડાજણ, રાંદેર, ડુમસ અને પીપલોદ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વડોદરાના શિનોર, કરજણ અને કંજેઠામાં પણ સારો વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે કારણ કે આ વરસાદ પાક માટે જીવનદાયી સાબિત થશે. લાંબા વિરામ બાદ મળેલા આ વરસાદથી પાકને નવજીવન મળ્યું છે, ખાસ કરીને કપાસ, સોયાબીન અને મગફળી માટે આ વરસાદ અત્યંત મહત્વનો છે.

 

The post ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/feed/ 0