SBI internet banking fees Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sbi-internet-banking-fees/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 05:34:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png SBI internet banking fees Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sbi-internet-banking-fees/ 32 32 આજથી લાગુ થયા SBIના નવા ચાર્જ: 25,000થી વધુ પેમેન્ટ પર લાગશે વધારાનો ખર્ચ https://www.gujaratinside.com/2025/08/15/sbi-new-charges-imps-online-transfer-2025/ https://www.gujaratinside.com/2025/08/15/sbi-new-charges-imps-online-transfer-2025/#respond Fri, 15 Aug 2025 05:34:52 +0000 https://www.gujaratinside.com/?p=16313 સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ આજથી, એટલે કે 15મી ઓગસ્ટથી ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) માટે નવા ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. 25,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં, પરંતુ 25,000થી વધુના પેમેન્ટ માટે ₹2 અને એક લાખ રૂપિયા કરતા વધુ ટ્રાન્સફર માટે ₹6નો ચાર્જ લાગશે. IMPS દ્વારા ગ્રાહકોને 24×7 સુરક્ષિત ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર...

The post આજથી લાગુ થયા SBIના નવા ચાર્જ: 25,000થી વધુ પેમેન્ટ પર લાગશે વધારાનો ખર્ચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ આજથી, એટલે કે 15મી ઓગસ્ટથી ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) માટે નવા ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. 25,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં, પરંતુ 25,000થી વધુના પેમેન્ટ માટે ₹2 અને એક લાખ રૂપિયા કરતા વધુ ટ્રાન્સફર માટે ₹6નો ચાર્જ લાગશે.

IMPS દ્વારા ગ્રાહકોને 24×7 સુરક્ષિત ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને ATM દ્વારા પેમેન્ટ કરી શકાય છે. આ ચાર્જિસ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પણ લાગુ થશે. એક લાખથી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે SBI ₹10નો ચાર્જ વસૂલશે. જો કે, બ્રાન્ચ મારફતે ફંડ ટ્રાન્સફર માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

પગારદાર ખાતાધારકો માટે ઓનલાઈન મની ટ્રાન્સફર મફત રહેશે, જ્યારે કોર્પોરેટ એકાઉન્ટ માટેના નવા ચાર્જ 8મી સપ્ટેમ્બરથી લાગુ થશે. ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ, રેડિયમ કાર્ડ ધારકો, સરકારી વિભાગો, આરોગ્ય સંસ્થાઓ અને સ્ટેચ્યુટરી બોડીઓ દ્વારા કરવામાં આવતા ઓનલાઈન ટ્રાન્સફર માટે કોઈ ચાર્જ નહીં વસૂલાય.

ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે IMPS ટ્રાન્સફર કરતી વખતે નવા નિયમોનું પાલન કરે જેથી અનિચ્છનીય ખર્ચથી બચી શકાય.

 

The post આજથી લાગુ થયા SBIના નવા ચાર્જ: 25,000થી વધુ પેમેન્ટ પર લાગશે વધારાનો ખર્ચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/sbi-new-charges-imps-online-transfer-2025/feed/ 0