school safety Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/school-safety/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 04:19:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png school safety Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/school-safety/ 32 32 દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન https://www.gujaratinside.com/2025/09/20/delhi-schools-bomb-threat-email-search-operation/ https://www.gujaratinside.com/2025/09/20/delhi-schools-bomb-threat-email-search-operation/#respond Sat, 20 Sep 2025 04:19:34 +0000 https://www.gujaratinside.com/?p=19663 દિલ્હીમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીનો માહોલ સર્જાયો હતો. શહેરની અનેક શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મળતી માહિતી અનુસાર ડીપીએસ દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલય સહિત દ્વારકા અને નજફગઢ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા....

The post દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીનો માહોલ સર્જાયો હતો. શહેરની અનેક શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી અનુસાર ડીપીએસ દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલય સહિત દ્વારકા અને નજફગઢ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. નજફગઢની એક શાળામાંથી સવારે 6:30 વાગ્યે સૌપ્રથમ કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો.

ધમકી મળતાની સાથે જ તમામ શાળાઓ ખાલી કરાવી વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. હાલમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમોએ સ્કૂલ કેમ્પસમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ અથવા વિસ્ફોટક સામગ્રી મળી નથી.

છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીની શાળાઓમાં ધમકીના ઈમેલ અથવા ફોન કૉલની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, જેના કારણે શાળાઓમાં શિક્ષણમાં વિક્ષેપ સર્જાય છે અને વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ સર્જાય છે.

અત્યાર સુધી મળેલી તમામ ધમકીઓ ખોટી સાબિત થઈ છે. સાયબર સેલ સતત ઈમેલ ટ્રેક કરી મોકલનારાઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટનાઓને કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

 

The post દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/delhi-schools-bomb-threat-email-search-operation/feed/ 0
જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ https://www.gujaratinside.com/2025/09/05/junagadh-alpha-international-hostel-student-violence/ https://www.gujaratinside.com/2025/09/05/junagadh-alpha-international-hostel-student-violence/#respond Fri, 05 Sep 2025 11:10:24 +0000 https://www.gujaratinside.com/?p=18472 જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલા વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો થતા ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા...

The post જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલા વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો થતા ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા તેમજ સંચાલકોની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

વાઈરલ થયેલા નવા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ત્રણથી ચાર વિદ્યાર્થીઓ ભેગા મળીને એક અન્ય વિદ્યાર્થીને માર મારતા છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા આ શારીરિક અત્યાચારના દૃશ્યો ચોંકાવનારા છે. વાલીઓ અને શૈક્ષણિક તંત્ર પાસે હોસ્ટેલમાં સુરક્ષા વધારવા અને જવાબદારોએ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

એક મહિના પહેલા, 27 જુલાઈના રોજ કબડ્ડી રમવા જેવી સામાન્ય બાબતે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ધમકાવીને માર માર્યો હતો. આ ઘટનાનું વીડિયો અન્ય વિદ્યાર્થી દ્વારા રેકોર્ડ કરાયું હતું અને 30 ઓગસ્ટ 2025ના રોજ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉની તપાસમાં માર મારનાર ચાર વિદ્યાર્થીઓ અને વીડિયો ઉતારનાર એક વિદ્યાર્થી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

વિદ્યાાર્થીઓમાં હિંસક માનસિકતાનો ઉછાળો, વેબ સિરીઝ અને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત હિંસક દ્રશ્યો, શાળાઓ અને કોલેજોમાં દાદાગીરી અને મારઝૂડના વધતા કિસ્સાઓ, અને પીડિતોના માનસ પર આવતાં લાંબા સમયના દુષ્પ્રભાવ જેવા મુદ્દાઓ આ ઘટના સાથે ખુલ્લા થયા છે. મનોચિકિત્સકો જણાવે છે કે આવા કિસ્સાઓ પીડિતો અને તેમના પરિવારો માટે ગંભીર માનસિક અસરો ફેલાવે છે, જેના કારણે કાઉન્સેલિંગ જરૂરી છે.

 

The post જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/junagadh-alpha-international-hostel-student-violence/feed/ 0
અમદાવાદમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ચપ્પા વડે કર્યો હુમલો, ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત https://www.gujaratinside.com/2025/08/20/class-8-student-stabs-class-10-student-ahmedabad/ https://www.gujaratinside.com/2025/08/20/class-8-student-stabs-class-10-student-ahmedabad/#respond Wed, 20 Aug 2025 03:36:22 +0000 https://www.gujaratinside.com/?p=16753 અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવિસ્ટ સ્કૂલમાં મંગળવારે ગંભીર ઘટના બની હતી જ્યાં ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થીએ 7-8 અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને શાળાના છૂટેલા સમયે ઈતિહાસ ધરાવતા વિઘાર્થી પર હુમલો કર્યો હતો. હુમલાની પાછળનું કારણ થોડા દિવસ અગાઉ થયેલી ધક્કામુક્કીની ઝઘડાની અદાવત હોવાનું...

The post અમદાવાદમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ચપ્પા વડે કર્યો હુમલો, ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવિસ્ટ સ્કૂલમાં મંગળવારે ગંભીર ઘટના બની હતી જ્યાં ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થીએ 7-8 અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને શાળાના છૂટેલા સમયે ઈતિહાસ ધરાવતા વિઘાર્થી પર હુમલો કર્યો હતો. હુમલાની પાછળનું કારણ થોડા દિવસ અગાઉ થયેલી ધક્કામુક્કીની ઝઘડાની અદાવત હોવાનું બહાર આવ્યું છે. હુમલામાં 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ, શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સ્કૂલ દ્વારા ઘટના અંગે કોઈ જાણ કરાઈ નહતી, જેથી સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમના અધિકારીઓને રૂબરૂ હાજરી આપવા આદેશ આપવામાં આવ્યો છે.

આ ઘટનાએ શિક્ષણ જગતમાં સવાલ ઊભા કર્યા છે કે વિદ્યાર્થીઓમાં વધતી હિંસા સામે કઈ રીતે પગલાં લેવાં જોઈએ અને શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક છે.

The post અમદાવાદમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ચપ્પા વડે કર્યો હુમલો, ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/class-8-student-stabs-class-10-student-ahmedabad/feed/ 0