Secondary Sanctions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/secondary-sanctions/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 07 Aug 2025 12:25:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Secondary Sanctions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/secondary-sanctions/ 32 32 ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/ https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/#respond Thu, 07 Aug 2025 03:34:09 +0000 https://www.gujaratinside.com/?p=15973 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન...

The post ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન સહિતના દેશો પણ રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદે છે તો ફક્ત ભારત પર જ ટેરિફ કેમ? તો ટ્રમ્પે જવાબમાં કહ્યું કે, “હજુ તો ફક્ત 8 કલાક થયા છે… આગળ તમે ઘણું જોવાનો બાકી છે. ઘણા ‘સેકન્ડરી સૈંક્શન્સ’ આવશે.”

ટ્રમ્પે ચીન પર પણ આવાં પગલાંની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ભારત ચીન પછી બીજે ક્રમે છે. આપણે જે ભારત સાથે કર્યું છે તે અન્ય દેશો પર પણ લાગુ થશે.” તેમના વહીવટીતંત્ર અનુસાર, ભારત રશિયાનું યુદ્ધ યંત્ર ચાલુ રાખવામાં ઈંધણ પુરું પાડી રહ્યું છે. ટ્રમ્પે આરોપ મૂક્યો કે, ભારત રશિયા દ્વારા યુદ્ધ ચલાવવાના સાધનને ફંડિંગ આપી રહ્યું છે.

વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ પણ ટેરિફ વધારાના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું કે, “આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.” ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની ના પાડી છે, જેને કારણે આ સખત નીતિ અપનાવવી પડી છે.

ટ્રમ્પે 30 જુલાઈએ પ્રથમ વખત 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે 7 ઓગસ્ટથી લાગૂ થશે. ત્યારબાદ, 6 ઓગસ્ટે વધુ એક 25% ટેરિફ જાહેર કરાઈ છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ રીતે, ભારત પર કુલ 50% બેઝલાઇન ટેરિફ લાગુ થઈ જશે. ચીન માટે, તેમણે હાલમાં ટેરિફ 90 દિવસ માટે સ્થગિત રાખ્યું છે.

વિદેશ મંત્રાલયે આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો માટે ભારત રશિયન ઓઇલ ખરીદે છે. ભારતના કહેવા પ્રમાણે, 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાત પૂરી કરવી તે દેશની પ્રથમતા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ફક્ત ભારતને ટારગેટ કરવું ન્યાયસંગત નથી અને ભારત તમામ રાષ્ટ્રીય હિતોને રક્ષવા માટે જરૂરી પગલાં લેશે.

The post ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/feed/ 0