Seventh Day School Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/seventh-day-school/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 01 Sep 2025 13:47:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Seventh Day School Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/seventh-day-school/ 32 32 અમદાવાદમાં AMCએ Seventh Day School સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી https://www.gujaratinside.com/2025/09/01/ahmedabad-seventh-day-school-land-lease-violation/ https://www.gujaratinside.com/2025/09/01/ahmedabad-seventh-day-school-land-lease-violation/#respond Mon, 01 Sep 2025 14:05:47 +0000 https://www.gujaratinside.com/?p=18006 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ AMC દ્વારા તપાસના કેન્દ્રમાં આવી છે, કારણ કે શાળાએ જાહેર હેતુ માટે ફાળવેલી જમીનનું લીઝ કરારનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, AMC દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ પ્લોટ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવું જરૂરી હતું, પરંતુ સ્કૂલ સંચાલકોએ આ જમીન પોતાની કંપનીના નામે મેળવી, નિયમોનો ઉલ્લંઘન કર્યું...

The post અમદાવાદમાં AMCએ Seventh Day School સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ AMC દ્વારા તપાસના કેન્દ્રમાં આવી છે, કારણ કે શાળાએ જાહેર હેતુ માટે ફાળવેલી જમીનનું લીઝ કરારનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, AMC દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ પ્લોટ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવું જરૂરી હતું, પરંતુ સ્કૂલ સંચાલકોએ આ જમીન પોતાની કંપનીના નામે મેળવી, નિયમોનો ઉલ્લંઘન કર્યું છે.

તેમજ પ્લોટનો ઉપયોગ નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો અને બાંધકામ માટે પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે ઈમ્પેક્ટ ફી સાથે બાંધકામ પણ થયું હતું. AMC હવે કડક કાર્યવાહી માટે તૈયારમાં છે, જેમાં ડીડ રદ કરવું અને પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહીનો સમાવેશ થાય છે.

AMC દ્વારા સ્કૂલ સંચાલકો પાસેથી અનેક દસ્તાવેજોની માંગ કરવામાં આવી છે, જેમાં ધો.1થી 12ના પ્રમાણપત્રોની નકલ, વર્ગ વધારો માટેના પ્રમાણપત્ર, એસીએસઈ બોર્ડ સાથેની એનઓસી, બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી, સ્કૂલ મકાન અને રમતગમત મેદાનના માલિકીની નકલ, ફ્લોરવાઈઝ નકશા, ટ્રસ્ટ ડીડ, પીટીઆરની નકલ, એફિલિએશન સર્ટિફિકેટ, ફાયર એનઓસી, ધોરણવાર વિદ્યાર્થી સંખ્યા, શિક્ષકોની લાયકાત અને પગારના દાખલા, તથા કેમ્પસમાં ચાલતી કોલેજની માન્યતા સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. AMCનું મુખ્ય ઉદ્દેશ સ્કૂલ દ્વારા થયેલા ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ કાર્ય પર કડક કાર્યવાહી કરવી છે.

 

The post અમદાવાદમાં AMCએ Seventh Day School સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/ahmedabad-seventh-day-school-land-lease-violation/feed/ 0
સેવન્થ ડે સ્કૂલ ધો.10 વિદ્યાર્થીની હત્યાની ઘટના: વાલીઓ LC માટે સ્કૂલમાં ઉમટી પડ્યા, DEO કાર્યવાહી શરૂ https://www.gujaratinside.com/2025/08/29/seventh-day-school-student-death-deo-action/ https://www.gujaratinside.com/2025/08/29/seventh-day-school-student-death-deo-action/#respond Fri, 29 Aug 2025 12:48:42 +0000 https://www.gujaratinside.com/?p=17709 સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવ્યા 10 દિવસ પછી પણ પ્રશ્નો ઉકેલાતા નથી. અમદાવાદ શહેરના DEO દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો પુરાવા સહિત રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો હાજર ન રહી શક્યા અને પટાવાળાને DEO સામે રજૂ કરાવ્યો. આથી વાલીઓમાં ભય અને ગુસ્સો જોવા મળી...

The post સેવન્થ ડે સ્કૂલ ધો.10 વિદ્યાર્થીની હત્યાની ઘટના: વાલીઓ LC માટે સ્કૂલમાં ઉમટી પડ્યા, DEO કાર્યવાહી શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવ્યા 10 દિવસ પછી પણ પ્રશ્નો ઉકેલાતા નથી. અમદાવાદ શહેરના DEO દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો પુરાવા સહિત રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો હાજર ન રહી શક્યા અને પટાવાળાને DEO સામે રજૂ કરાવ્યો. આથી વાલીઓમાં ભય અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.

આ ઘટનાના પગલે વાલીઓએ બાળકોના લિવિંગ સર્ટિફિકેટ (LC) મેળવવા માટે સ્કૂલમાં સામૂહિક રજૂઆત કરી છે. માહિતી પ્રમાણે, 160 વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી નામ રદ કરાવવાનું શરૂ કર્યું છે. DEO કચેરીના ચાર અધિકારીઓ સ્કૂલમાં તદ્દન ચકાસણી માટે ડેપ્યુટ કરવામાં આવ્યા છે. અંદાજે 250થી વધુ વાલીઓ તેમના બાળકોના LC મેળવવા માટે સ્કૂલમાં હાજર રહ્યા, જેમાં કેટલીક વાલીઓએ બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરાવવાના પ્રયાસો કર્યા.

સેવન્થ ડે સ્કૂલને અગાઉ બે વખત DEO દ્વારા શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી, જેમાં અંતિમ નોટિસમાં સ્કૂલને આચાર્ય અને જવાબદાર સ્ટાફને છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવતાં, ABVP, NSUI સહિતના સંગઠનો, વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. વેપારી મહામંડળે પણ એક દિવસનો સ્કૂલ-બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે.

 

The post સેવન્થ ડે સ્કૂલ ધો.10 વિદ્યાર્થીની હત્યાની ઘટના: વાલીઓ LC માટે સ્કૂલમાં ઉમટી પડ્યા, DEO કાર્યવાહી શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/seventh-day-school-student-death-deo-action/feed/ 0
સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય https://www.gujaratinside.com/2025/08/25/seventh-day-school-online-classes-deo-admission-decision/ https://www.gujaratinside.com/2025/08/25/seventh-day-school-online-classes-deo-admission-decision/#respond Mon, 25 Aug 2025 09:46:08 +0000 https://www.gujaratinside.com/?p=17251 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયા પછી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પૂરતું તે ઓનલાઈન મોડમાં જ રહેશે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી સુધી કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી. વિદ્યાર્થીઓના...

The post સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયા પછી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પૂરતું તે ઓનલાઈન મોડમાં જ રહેશે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી સુધી કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી.

વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો નિર્ણય લીધો છે. DEO કચેરીના ચાર અધિકારીઓની એક ટીમ સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવી છે, જે વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે અને જો વાલીઓ પોતાના બાળકને સેવન્થ ડે સ્કૂલમાંથી કાઢીને અન્ય શાળામાં દાખલ કરવા માંગે, તો તેમને મદદ કરશે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ પ્રોવિઝનલ એડમિશનની સુવિધા આપવામાં આવશે. મણિનગર અને આસપાસની શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે. વાલીઓ સીધા DEO કચેરીનો સંપર્ક કરીને પોતાના બાળકને બીજી શાળામાં દાખલ કરી શકશે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં.

ઘટનાનો પર્દાફાશ:
ધોરણ-8ના વિદ્યાર્થીએ 7-8 મિત્રો સાથે મળીને ધોરણ-10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો અને તેને ચપ્પાથી ઘાયલ કર્યો. આ હુમલો જૂના ઝઘડાના બદલા રૂપે કરવામાં આવ્યો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

 

The post સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/seventh-day-school-online-classes-deo-admission-decision/feed/ 0
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/ https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/#respond Sat, 23 Aug 2025 14:37:40 +0000 https://www.gujaratinside.com/?p=17090 અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સગીરની હત્યા, શાળાની માન્યતા સહિતના મુદ્દે વિગતવાર ખુલાસો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, DEOએ ICSE બોર્ડની માન્યતા માટે...

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સગીરની હત્યા, શાળાની માન્યતા સહિતના મુદ્દે વિગતવાર ખુલાસો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, DEOએ ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી NOC રદ કરવા અંગે સ્કૂલને ચેતવણી આપી છે. સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ માટે ગુજરાત બોર્ડની પણ મંજૂરી છે. તેમ છતાં, ઘટનાના સંદર્ભમાં સ્કૂલ તરફથી કોઈ સત્તાવાર અહેવાલ કે વિગત રજૂ કરવામાં આવી નથી.

નોટિસમાં સ્પષ્ટ કરાયું છે કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર માટે શાળાએ તાત્કાલિક પગલાં લીધા નહોતા અને બેદરકારી દાખવી હતી. ઉપરાંત, વિદ્યાર્થી વચ્ચેના વિગ્રહના બનાવો હોવા છતાં શિક્ષણ વિભાગને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં પણ સ્કૂલના આચાર્ય અને સ્ટાફની બેદરકારી સામે આવી છે. આ તમામ મુદ્દાઓને લઈને DEOએ સ્કૂલને ત્રણ દિવસમાં સ્પષ્ટ ખુલાસો કરવા જણાવ્યું છે, નહીંતર માન્યતા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

 

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/feed/ 0