ShinyHunters hack Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/shinyhunters-hack/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 24 Aug 2025 04:46:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png ShinyHunters hack Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/shinyhunters-hack/ 32 32 ગૂગલના 250 કરોડ યુઝર્સનો ડેટા હેકર્સે ચોર્યો, અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક કૌભાંડ https://www.gujaratinside.com/2025/08/24/google-data-breach-250-crore-users-hacked/ https://www.gujaratinside.com/2025/08/24/google-data-breach-250-crore-users-hacked/#respond Sun, 24 Aug 2025 04:46:20 +0000 https://www.gujaratinside.com/?p=17126 દુનિયાભરમાં 700 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ છે અને મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સે ઓછામાં ઓછું એક ઈ-મેઈલ એડ્રેસ લિંક કર્યું હોય છે. એ મુજબ ઈ-મેઈલ યુઝર્સની સંખ્યા સ્માર્ટફોન યુઝર્સ જેટલી જ હોય છે. ગૂગલના એક્ટિવ યુઝર્સનો આંકડો 350 કરોડથી વધુ છે અને તેમાંના લગભગ 250 કરોડ યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો હોવાનો ખુલાસો થયો છે. આ ગૂગલ...

The post ગૂગલના 250 કરોડ યુઝર્સનો ડેટા હેકર્સે ચોર્યો, અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક કૌભાંડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દુનિયાભરમાં 700 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ છે અને મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સે ઓછામાં ઓછું એક ઈ-મેઈલ એડ્રેસ લિંક કર્યું હોય છે. એ મુજબ ઈ-મેઈલ યુઝર્સની સંખ્યા સ્માર્ટફોન યુઝર્સ જેટલી જ હોય છે. ગૂગલના એક્ટિવ યુઝર્સનો આંકડો 350 કરોડથી વધુ છે અને તેમાંના લગભગ 250 કરોડ યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો હોવાનો ખુલાસો થયો છે. આ ગૂગલ યુઝર્સના સંદર્ભમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક માનવામાં આવી રહ્યો છે. ગૂગલે ડેટા ચોરીની વાત સ્વીકારી છે, જોકે ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી.

શાઈની હંટર્સ નામના હેકર્સના ગ્રુપે આ ડેટા ચોરી કરી હતી અને ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકી દીધો હતો. સાઈબર એક્સપર્ટ્સ અનુસાર આ ઘટના જૂન 2025ના અંતમાં કે જુલાઈની શરૂઆતમાં બની હતી, જ્યારે હેકર્સે ગૂગલના કર્મચારીઓના કમ્પ્યુટર્સમાં કોઈ ટેકનિકથી એક્સેસ મેળવી લીધો હતો. ડેટા લીક થવાની જાણકારી ત્યારે મળી જ્યારે ડાર્ક વેબ પર લાખો યુઝર્સના કોન્ટેક્ટ નંબર, જીમેઈલ આઈડી, નામ, ગૂગલ નોટ્સ, બિઝનેસ ફાઈલ્સ અને અન્ય માહિતી વેચાણ માટે ઉપલબ્ધ થઈ.

હાલમાં સાઈબર સુરક્ષા એજન્સીઓએ ગૂગલ યુઝર્સને તરત પાસવર્ડ બદલવાની અને મલ્ટિફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય કરવાની ભલામણ કરી છે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે કોઈ પાસવર્ડ લીક થયો નથી, પરંતુ આ ડેટાનો ઉપયોગ કરીને આગામી મહિનાઓમાં છેતરપિંડીના કેસ વધી શકે છે. એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે ગૂગલના નામે આવતા કોલ્સ, ટેક્સ્ટ મેસેજ અથવા વોઈસ મેસેજ પર વિશ્વાસ ન કરવો. ડેટા ચોરીના કારણે સ્કેમર્સને વધુ તક મળશે અને યુઝર્સ પર છેતરપિંડીનું જોખમ વધશે.

 

The post ગૂગલના 250 કરોડ યુઝર્સનો ડેટા હેકર્સે ચોર્યો, અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક કૌભાંડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/google-data-breach-250-crore-users-hacked/feed/ 0