shiv sena Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/shiv-sena/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 24 Aug 2025 10:29:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png shiv sena Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/shiv-sena/ 32 32 મહારાષ્ટ્ર મહાયુતિમાં તિરાડની અફવા: ફડણવીસે શિંદેના વિભાગ પર જાહેરમાં ઉઠાવ્યો કટાક્ષ https://www.gujaratinside.com/2025/08/24/maharashtra-mahayuti-fadnavis-shinde-criticism/ https://www.gujaratinside.com/2025/08/24/maharashtra-mahayuti-fadnavis-shinde-criticism/#respond Sun, 24 Aug 2025 10:29:24 +0000 https://www.gujaratinside.com/?p=17146 મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મહાયુતિ સરકારે તિરાડના સંકેતો આપ્યા છે. મનસેના વડા રાજ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેઠક પહેલાં જ રાજકીય ચર્ચાઓ ગરમાઇ ગઈ હતી. વધુને વધુ ચર્ચા તે સમયે વધી જ્યારે મુખ્યમંત્રી ફડણવીસે શહેરી વિકાસ વિભાગ-2 (UDD-2) ની કામગીરી પર જાહેરમાં કટાક્ષ ઉઠાવ્યો, જે ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિયંત્રણમાં છે. મુખ્યમંત્રી ફડણવીસે કેન્દ્ર...

The post મહારાષ્ટ્ર મહાયુતિમાં તિરાડની અફવા: ફડણવીસે શિંદેના વિભાગ પર જાહેરમાં ઉઠાવ્યો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મહાયુતિ સરકારે તિરાડના સંકેતો આપ્યા છે. મનસેના વડા રાજ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેઠક પહેલાં જ રાજકીય ચર્ચાઓ ગરમાઇ ગઈ હતી. વધુને વધુ ચર્ચા તે સમયે વધી જ્યારે મુખ્યમંત્રી ફડણવીસે શહેરી વિકાસ વિભાગ-2 (UDD-2) ની કામગીરી પર જાહેરમાં કટાક્ષ ઉઠાવ્યો, જે ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિયંત્રણમાં છે.

મુખ્યમંત્રી ફડણવીસે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓની સમીક્ષા બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી. બેઠકમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે, જાહેર આરોગ્ય રાજ્યમંત્રી મેઘના બોર્ડીકર સહિત અનેક મંત્રીઓ અને સચિવો હાજર રહ્યા. ફડણવીસે તમામ વિભાગોને સૂચન આપ્યું કે કેન્દ્રિય યોજનાઓનું અમલ ઝડપી ગતિએ કરવામાં આવવું જોઈએ અને ખાસ કરીને UDD-2 પર તાકીડ કર્યો. તેમણે AMRUT 2.0 યોજનામાં વિલંબ અંગે અસંતોષ વ્યક્ત કર્યો, જે 2021માં શરૂ થઈ હતી અને 2026ના માર્ચ સુધી પૂર્ણ થવાની છે.

મુખ્યમંત્રી ફડણવીસે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી, “શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠો, સ્વચ્છતા, ગ્રીન પાર્ક અને તળાવોના પુનરુત્થાન જેવા કામો 31 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવા જોઈએ. બાકી વહીવટી મંજૂરી પણ તરત આપવી જોઈએ.” તેમણે નાણાં પંચ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને આયુષ્માન ભારત આરોગ્ય મિશન જેવી યોજનાઓની સમીક્ષા પણ કરી.

વિભાગો વચ્ચે સંકલન વધારવા, પ્રોજેક્ટ શરૂ કરવા પહેલા મંજૂરી લેવાની અને જરૂર પડે તો મુખ્યમંત્રી કાર્યાલયની મદદ લેવાની સૂચના પણ ફડણવીસે આપી. બીજી બાજુ, શિંદેના અધિકારીઓએ જણાવ્યું કે મંત્રીએ પહેલેથી જ ચેતવણી આપી દીધી છે અને જવાબદારી નક્કી કરવાના આદેશો જાહેર કર્યા છે. શિંદે AMRUT 2.0 અને નગરોત્થાન મહાભિયાન જેવા પ્રોજેક્ટ્સમાં ગેરહાજર રહ્યા, જેના કારણે શંકા વધી રહી છે કે મહાયુતિમાં તિરાડની શક્યતા છે.

 

The post મહારાષ્ટ્ર મહાયુતિમાં તિરાડની અફવા: ફડણવીસે શિંદેના વિભાગ પર જાહેરમાં ઉઠાવ્યો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/maharashtra-mahayuti-fadnavis-shinde-criticism/feed/ 0
13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/ https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/#respond Sun, 27 Jul 2025 16:15:06 +0000 https://www.gujaratinside.com/?p=15612 શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો...

The post 13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો થઈ રહી છે. મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલી રેલીમાં બંને એક મંચ પર જોવા મળ્યા હતા. આ ઘટના બાદ રાજ ઠાકરે ફરી માતોશ્રી જઈને ઉદ્ધવને શુભેચ્છા પાઠવી, જે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત મરાઠી વિજય રેલીમાં રાજે જણાવ્યું હતું કે, “હિન્દુત્વ પર કોઈનો એકાધિકાર નથી અને ભાજપે ઉપયોગ કરીને લોકો ફેંકી દેવાની નીતિ અપનાવી છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે હવે એકસાથે રહીને લડાઈ લડાશે.

બીજી તરફ, કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઉદ્ધવ ઠાકરેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, “તમે સ્વસ્થ રહો, લાંબુ જીવો અને મહારાષ્ટ્રના લોકોના હિતોની લડાઈ સાથે લડીશું.”

The post 13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/feed/ 0