Shubhanshu Shukla Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/shubhanshu-shukla/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 15:14:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Shubhanshu Shukla Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/shubhanshu-shukla/ 32 32 શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે મુલાકાત કરી, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ https://www.gujaratinside.com/2025/08/18/shubhanshu-shukla-meets-pm-modi-space-mission/ https://www.gujaratinside.com/2025/08/18/shubhanshu-shukla-meets-pm-modi-space-mission/#respond Mon, 18 Aug 2025 15:14:56 +0000 https://www.gujaratinside.com/?p=16628 ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જેમણે તાજેતરમાં અંતરિક્ષમાંથી ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો, આજે (18 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન શુભાંશુએ પીએમ મોદીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પરથી ખેંચેલી ધરતીની સુંદર તસવીરો ભેટ આપી. શુભાંશુ શુક્લા શનિવારે (16 ઓગસ્ટે) નાસાના Axiom-4 મિશન પૂર્ણ કરીને ભારત પરત ફર્યા હતા. તેમની વાપસી...

The post શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે મુલાકાત કરી, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જેમણે તાજેતરમાં અંતરિક્ષમાંથી ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો, આજે (18 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન શુભાંશુએ પીએમ મોદીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પરથી ખેંચેલી ધરતીની સુંદર તસવીરો ભેટ આપી.

શુભાંશુ શુક્લા શનિવારે (16 ઓગસ્ટે) નાસાના Axiom-4 મિશન પૂર્ણ કરીને ભારત પરત ફર્યા હતા. તેમની વાપસી પર દિલ્હીના IGI એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય સાયન્સ અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. તેમના પત્ની કામના શુક્લા અને પુત્ર પણ આ ક્ષણે સાથે હતા.

આ મિશન શુભાંશુ માટે ઐતિહાસિક રહ્યું, કારણ કે તેઓ અંતરિક્ષમાં પહોંચનારા ભારતના બીજા નાગરિક બન્યા છે. તેમના પહેલાં, 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા હતા. શુભાંશુનું મિશન 25 જૂન, 2025ના રોજ અમેરિકાના ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ થયું હતું અને તેઓ 26 જૂને ISS પહોંચ્યા હતા. 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા પછી હવે તેમની વતન વાપસી થઈ છે.

શુભાંશુએ અમેરિકામાં એક વર્ષ સુધી સખત તાલીમ લીધા બાદ આ મિશન માટે તૈયારી કરી હતી. મિશન દરમિયાન તેમણે ભારત માટે મહત્વપૂર્ણ સાત વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાં અંતરિક્ષમાં ચણા અને મેથીના બીજ ઉગાડવા, અંતરિક્ષની શરીર પર થતી અસરોનું અભ્યાસ, માંસપેશીઓની નબળાઈ અને બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ જેવા ક્ષેત્રોમાં સંશોધનનો સમાવેશ થાય છે. આ પ્રયોગો ભવિષ્યમાં અંતરિક્ષ ખેતી, માનવ સ્વાસ્થ્ય અને ટેકનોલોજી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

 

The post શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે મુલાકાત કરી, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/shubhanshu-shukla-meets-pm-modi-space-mission/feed/ 0
2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત https://www.gujaratinside.com/2025/08/18/indian-astronaut-to-land-on-moon-by-2040/ https://www.gujaratinside.com/2025/08/18/indian-astronaut-to-land-on-moon-by-2040/#respond Mon, 18 Aug 2025 14:43:08 +0000 https://www.gujaratinside.com/?p=16610 નવી દિલ્હી: સંસદના ગૃહમાં આજે વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હોવા છતાં, આ હંગામા વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે ભારત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે. તેમણે કહ્યું કે આજે આખો...

The post 2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સંસદના ગૃહમાં આજે વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હોવા છતાં, આ હંગામા વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે ભારત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે.

તેમણે કહ્યું કે આજે આખો દેશ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ વિપક્ષ હજી પણ હોબાળો કરી રહ્યો છે અને ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી. જીતેન્દ્ર સિંહે પ્રશ્ન કર્યો કે, “વિપક્ષ અંતરિક્ષ યાત્રીથી કેવી રીતે નારાજ થઈ શકે?”

હંગામાને કારણે સંસદની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી. બપોરે 2 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થતાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ “ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી – વિકસિત ભારત માટે 2047 સુધીમાં અંતરિક્ષ કાર્યક્રમની મહત્ત્વની ભૂમિકા” વિષય પર ચર્ચા શરૂ કરી હતી. આ ચર્ચા દરમિયાન જીતેન્દ્ર સિંહે અંતરિક્ષ ક્ષેત્રે ભારતના ભવિષ્ય વિશે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી.

 

The post 2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/indian-astronaut-to-land-on-moon-by-2040/feed/ 0
ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો https://www.gujaratinside.com/2025/08/16/shubhanshu-shukla-returns-to-india-meet-pm-modi-roadshow-lucknow/ https://www.gujaratinside.com/2025/08/16/shubhanshu-shukla-returns-to-india-meet-pm-modi-roadshow-lucknow/#respond Sat, 16 Aug 2025 13:56:46 +0000 https://www.gujaratinside.com/?p=16469 ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પોતાની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ હવે ભારત પરત ફર્યા છે. અમેરિકાથી તેઓ રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછા આવશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં શુભાંશુનો અનુભવ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત પરત આવ્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર...

The post ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પોતાની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ હવે ભારત પરત ફર્યા છે. અમેરિકાથી તેઓ રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછા આવશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં શુભાંશુનો અનુભવ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત પરત આવ્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને પોતાના હોમટાઉન લખનઉ જશે, જ્યાં તેમના સન્માનમાં ભવ્ય રોડ શો યોજાશે.

શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે અને છેલ્લા એક વર્ષથી અમેરિકા સ્થિત હતા. તેમણે Axiom-4 મિશન માટે તાલીમ લીધી હતી અને 25 જૂન 2025ના રોજ ફ્લોરિડાથી સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ દ્વારા લોન્ચ થયા હતા. તેઓ 26 જૂનના રોજ ISS પર પહોંચ્યા અને 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા. 18 દિવસના આ મિશનમાં શુભાંશુએ 60થી વધુ પ્રયોગો કર્યા અને 20 જાગૃતિ સત્રોમાં ભાગ લીધો. મિશન દરમિયાન તેમના સાથીઓમાં નાસાના પેગી વ્હિટસન (અમેરિકા), સ્લાવોસ ઉઝનાંસ્કી-વિસ્નિવ્સ્કી (પોલેન્ડ) અને ટિબોર કાપુ (હંગેરી) સામેલ હતા.

25 ઑગસ્ટે શુભાંશુ લખનઉ પહોંચશે, જ્યાં એરપોર્ટથી તેમના નિવાસસ્થાન સુધી રોડ શો યોજાશે. શુભાંશુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી, જેમાં તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મિશન પૂર્ણ થયા પછી સાથીદારોથી વિદાય લેવી મુશ્કેલ હતી, પણ ઘરે પરત ફરવાનો આનંદ અનોખો છે. શુભાંશુએ ફિલ્મ સ્વદેશની પંક્તિઓનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, “જીવન ગાડી છે સમય ચક્ર,” અને કહ્યું કે અવકાશમાં શીખેલું એક મહત્ત્વનું પાઠ એ છે કે જીવનમાં બદલાવ કાયમી છે.

ભારત પરત આવ્યા પછી શુભાંશુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને 22-23 ઑગસ્ટે નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ સમારોહમાં ભાગ લેશે. લખનઉમાં તેમના પરિવાર અને જનતા તેમની ભવ્ય આવક માટે આતુર છે.

 

The post ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/shubhanshu-shukla-returns-to-india-meet-pm-modi-roadshow-lucknow/feed/ 0