SIT investigation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sit-investigation/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 11:51:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png SIT investigation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sit-investigation/ 32 32 ધર્મસ્થળ કેસમાં મોટો વળાંક: ફકીર દર્શાવનાર મહિલા ફરિયાદીની ધરપકડ, ખોટા દાવા સામે SIT તપાસ https://www.gujaratinside.com/2025/08/23/dharmasthala-case-woman-complainant-arrest/ https://www.gujaratinside.com/2025/08/23/dharmasthala-case-woman-complainant-arrest/#respond Sat, 23 Aug 2025 11:51:45 +0000 https://www.gujaratinside.com/?p=17068 કર્ણાટકના મેંગલુરુમાં ધર્મસ્થલામાં મૃતદેહોને દફનાવવાના આરોપ સાથે ચાલતી તપાસમાં નવો વળાંક આવ્યો છે. ધર્મસ્થલાના પૂર્વ સફાઈ કર્મચારી તરીકે ઓળખાતા આરોપીની શનિવારે SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ વર્ષ 1995થી 2014 દરમિયાન અનેક હત્યા, દુષ્કર્મ અને মৃতદેહોને દફનાવવાના દાવા કર્યા હતા, જેમાં મહિલાઓ અને સગીરોનો સમાવેશ થયો હતો. SITના વડા પ્રણવ મોહંતીએ અરજદારની લાંબી...

The post ધર્મસ્થળ કેસમાં મોટો વળાંક: ફકીર દર્શાવનાર મહિલા ફરિયાદીની ધરપકડ, ખોટા દાવા સામે SIT તપાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કર્ણાટકના મેંગલુરુમાં ધર્મસ્થલામાં મૃતદેહોને દફનાવવાના આરોપ સાથે ચાલતી તપાસમાં નવો વળાંક આવ્યો છે. ધર્મસ્થલાના પૂર્વ સફાઈ કર્મચારી તરીકે ઓળખાતા આરોપીની શનિવારે SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ વર્ષ 1995થી 2014 દરમિયાન અનેક હત્યા, દુષ્કર્મ અને মৃতદેહોને દફનાવવાના દાવા કર્યા હતા, જેમાં મહિલાઓ અને સગીરોનો સમાવેશ થયો હતો.

SITના વડા પ્રણવ મોહંતીએ અરજદારની લાંબી પૂછપરછ પછી આ પગલું લીધું. ફરિયાદીના નિવેદનો અને રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ગડબડ જોવા મળતા ધરપકડ કરવામાં આવી. કલાકોની પૂછપરછ બાદ આરોપીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવાયું.

ફરિયાદી દાવો કરતી હતી કે ધર્મસ્થળમાં કેટલાક મૃતદેહો પર જાતીય હુમલાના નિશાન જોવા મળ્યા હતા. ફરિયાદી પર આધાર રાખીને SITએ નેત્રાવતી નદી કિનારે આવેલા જંગલ વિસ્તારમાં ખોદકામ શરૂ કર્યું, જ્યાં બે જગ્યાએથી હાડપિંજર મળ્યા હોવાનું જાણવા મળ્યું.

કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે વિધાનસભામાં જણાવ્યું કે, જો SIT તપાસમાં ફરિયાદીના દાવા ખોટા સાબિત થાય તો કાયદા અનુસાર કાર્યવાહી થશે. હાલ ફક્ત ખોદકામ કરવામાં આવ્યું છે અને વધુ પગલાં SIT દ્વારા લેવામાં આવશે, સરકાર દ્વારા નહીં.

 

The post ધર્મસ્થળ કેસમાં મોટો વળાંક: ફકીર દર્શાવનાર મહિલા ફરિયાદીની ધરપકડ, ખોટા દાવા સામે SIT તપાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/dharmasthala-case-woman-complainant-arrest/feed/ 0
પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ https://www.gujaratinside.com/2025/08/02/prajwal-revanna-life-imprisonment-rape-case/ https://www.gujaratinside.com/2025/08/02/prajwal-revanna-life-imprisonment-rape-case/#respond Sat, 02 Aug 2025 11:30:54 +0000 https://www.gujaratinside.com/?p=15821 દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટએ 2 ઓગસ્ટ, 2025ના રોજ આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજાની સાથે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ કોર્ટે જણાવ્યું. ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક બની રડી પડ્યા હતા. આ કેસમાં...

The post પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટએ 2 ઓગસ્ટ, 2025ના રોજ આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજાની સાથે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ કોર્ટે જણાવ્યું. ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક બની રડી પડ્યા હતા.

આ કેસમાં 14 મહિના પહેલા મૈસુરના કેઆર નગરની એક મહિલા કાર્યકરે ફરિયાદ નોંધાવી હતી કે પ્રજ્વલ રેવન્નાએ તેના પર દુષ્કર્મ આચર્યું અને વીડિયો બનાવ્યો હતો. સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તપાસ હાથ ધરી અને 2000 પાનાની ચાર્જશીટ સાથે 123 પુરાવા કોર્ટમાં રજૂ કર્યા, જે આરોપો સાબિત કરતા હતા. ટ્રાયલ 31 ડિસેમ્બર, 2024થી શરૂ થઈ હતી અને 23 સાક્ષીઓએ કોર્ટમાં સાક્ષી આપી હતી.

પીડિતાએ જણાવ્યું કે રેવન્નાએ હાસન જિલ્લાના ફાર્મહાઉસમાં તેમજ બાસવનગુડીના નિવાસસ્થાને ઘણી વાર દુષ્કર્મ કર્યું હતું. મોબાઈલમાં શૂટ કરાયેલા વીડિયો આ કેસમાં મહત્વના પુરાવા સાબિત થયા, જે ફોરેન્સિક લેબોરેટરીમાં ચકાસણી બાદ સાચા નીવડ્યા હતા.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 26 એપ્રિલ, 2024ના લોકસભા મતદાન પછી પ્રજ્વલના અશ્લીલ વીડિયો વાયરલ થયા. ત્યારબાદ પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો. બાદમાં JDSએ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો. એસઆઈટીએ તેને કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી હતી. આ કેસના ભાગરૂપે તેના પિતા અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાની પણ ધરપકડ થઈ હતી, પરંતુ તેઓ જામીન પર છૂટ્યા હતા.

The post પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/02/prajwal-revanna-life-imprisonment-rape-case/feed/ 0