smart bathing capsule Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/smart-bathing-capsule/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 06:18:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png smart bathing capsule Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/smart-bathing-capsule/ 32 32 જાપાનમાં માનવ વોશિંગ મશીન તૈયાર: 15 મિનિટમાં શરીર થઈ જશે સાફ https://www.gujaratinside.com/2025/08/15/japan-human-washing-machine/ https://www.gujaratinside.com/2025/08/15/japan-human-washing-machine/#respond Fri, 15 Aug 2025 06:20:17 +0000 https://www.gujaratinside.com/?p=16307 જાપાનની ઓસાકા ખાતે આવેલી એક સાયન્સ કંપનીએ એક અદભૂત શોધ કરી છે – માનવ વોશિંગ મશીન! હવે તમે જેમ વોશિંગ મશીનમાં કપડાં ધોવાં છો, તેમ 15 મિનિટમાં પોતાને પણ “ધોઈ” શકો તેવું માનવ વોશિંગ મશીન તૈયાર કરાયું છે. આ મશીન માત્ર શરીરને સ્વચ્છ બનાવતું નથી, પણ સાથે જ મનને શાંત અને તાજગીભર્યું બનાવે છે. ખાસ...

The post જાપાનમાં માનવ વોશિંગ મશીન તૈયાર: 15 મિનિટમાં શરીર થઈ જશે સાફ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જાપાનની ઓસાકા ખાતે આવેલી એક સાયન્સ કંપનીએ એક અદભૂત શોધ કરી છે – માનવ વોશિંગ મશીન! હવે તમે જેમ વોશિંગ મશીનમાં કપડાં ધોવાં છો, તેમ 15 મિનિટમાં પોતાને પણ “ધોઈ” શકો તેવું માનવ વોશિંગ મશીન તૈયાર કરાયું છે. આ મશીન માત્ર શરીરને સ્વચ્છ બનાવતું નથી, પણ સાથે જ મનને શાંત અને તાજગીભર્યું બનાવે છે. ખાસ કરીને વ્યસ્ત બિઝનેસમેન માટે બનાવવામાં આવેલું આ મશીન વર્ષ 2025ની અંદર બજારમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે.

આ માનવ વોશિંગ મશીન ઓસાકા કાંસાઈ એક્સપોમાં રજૂ કરવામાં આવશે, જ્યાં 1000 લોકોએ તેનો ટ્રાયલ લઈ શકશે. રસપ્રદ વાત એ છે કે દુનિયાનું સૌપ્રથમ માનવ વોશિંગ મશીન 1970માં જાપાન વર્લ્ડ એક્સપોમાં રજૂ થયું હતું, પરંતુ તે બજારમાં આવી શક્યું નહોતું.

આ નવા અવતારના મશીનમાં એક કોકપિટ જેવી કેપ્સ્યુલ હોય છે, જેમાં વ્યક્તિ બેસી શકે છે. અડધું મશીન ગરમ પાણીથી ભરાઈ જાય છે અને પછી શરૂ થાય છે સ્માર્ટ ક્લીનિંગ. માઇક્રો એયર બબલ્સ ધરાવતાં વોટર જેટ્સથી ત્વચાની ઊંડાણે છુપાયેલી ગંદકી દૂર થાય છે. એટલું જ નહીં, સીટમાં લાગેલા ઇલેક્ટ્રોડ્સ વ્યક્તિના બાયોલોજિકલ સિગ્નલ વાંચીને પાણીનું તાપમાન અને પ્રેશર સ્વયં નિયંત્રિત કરે છે.

મશીનમાં યુઝર પોતાની પસંદ મુજબ સંગીત સાંભળી શકે છે અને આંખે આનંદદાયક દૃશ્યો જોઈ શકે છે. એઆઈ સેન્સર પણ વ્યક્તિની લાગણી અને મનોદશા સમજીને તેનો અનુભવ વધુ સુખદ બનાવે છે.

આ મશીનને પહેલાં રિટાયરમેન્ટ હોમ્સ, હોસ્પિટલ્સ અને કામમાં ડૂબેલા લોકો માટે બનાવવામાં આવ્યું છે. યાસુઆકી ઓયામા, કંપનીના ચેરમેન જણાવે છે કે મશીન દ્વારા ફક્ત સ્વચ્છતા નહીં પણ “વેલનેસ” અનુભવ પણ મળે. કંપની હવે ઘરમાં ઉપયોગ કરી શકાય તેવા વર્ઝન પર પણ કામ કરી રહી છે.

The post જાપાનમાં માનવ વોશિંગ મશીન તૈયાર: 15 મિનિટમાં શરીર થઈ જશે સાફ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/japan-human-washing-machine/feed/ 0