Social Justice Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-justice/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 12:34:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Social Justice Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-justice/ 32 32 મરાઠા અનામત: મનોજ જરાંગેની જીત, મહારાષ્ટ્ર સરકારે ‘કુનબી’ જાતિનો દરજ્જો મંજૂર કર્યો https://www.gujaratinside.com/2025/09/02/maratha-quota-manoj-jarange-win-maharashtra-kunbi-status/ https://www.gujaratinside.com/2025/09/02/maratha-quota-manoj-jarange-win-maharashtra-kunbi-status/#respond Tue, 02 Sep 2025 12:34:05 +0000 https://www.gujaratinside.com/?p=18123 મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ સાથે આઝાદ મેદાનમાં સંઘર્ષ કરી રહેલા નેતા મનોજ જરાંગે અને લાખો પ્રદર્શનકારકો માટે મોટી ખુશીનો સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે હૈદરાબાદ ગૅઝેટ જારી કરીને મરાઠા સમુદાયના લોકોને ‘કુનબી’ જાતિનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી મરાઠા સમુદાયના લોકોને ઓબીસી (OBC) હેઠળ અનામત મેળવવાનો માર્ગ ખુલ્લો થયો છે, કારણ કે કુનબી...

The post મરાઠા અનામત: મનોજ જરાંગેની જીત, મહારાષ્ટ્ર સરકારે ‘કુનબી’ જાતિનો દરજ્જો મંજૂર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ સાથે આઝાદ મેદાનમાં સંઘર્ષ કરી રહેલા નેતા મનોજ જરાંગે અને લાખો પ્રદર્શનકારકો માટે મોટી ખુશીનો સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે હૈદરાબાદ ગૅઝેટ જારી કરીને મરાઠા સમુદાયના લોકોને ‘કુનબી’ જાતિનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયથી મરાઠા સમુદાયના લોકોને ઓબીસી (OBC) હેઠળ અનામત મેળવવાનો માર્ગ ખુલ્લો થયો છે, કારણ કે કુનબી જાતિ પહેલેથી જ ઓબીસી સૂચીમાં સમાવિષ્ટ છે. સરકારનો આ પગલાં મરાઠા સમાજ માટે નવા તકોના દ્વાર ખુલશે અને સામાજિક ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ ઉલ્લેખનીય કસોટી ગણાશે.

મનોજ જરાંગેએ સરકાર સામે આમરણાંત ઉપવાસ દરમિયાન કેટલીક શરતો મુકેલી હતી, જેમાં મરાઠા સમુદાયના સભ્યોને કુનબી જાતિમાં સમાવિષ્ટ કરવાની માંગ મુખ્ય હતી. હવે સરકાર દ્વારા આ બાબતમાં જીઆર (સરકારી ઠરાવ) જાહેર કરવામાં આવ્યો છે. જીઆરના આધારે, કુનબી પ્રમાણપત્ર આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે, જે મરાઠા સમુદાયના સભ્યોને સરળ અને પારદર્શક રીતે પ્રમાણપત્ર પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરશે.

હાઈકોર્ટની સખત ચેતવણી બાદ આઝાદ મેદાન ખાલી કરવાની સમયસીમા રાત્રી 9 વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવી છે. આ નિર્ણય આંદોલનકારકો પર વધતા દબાણને દર્શાવે છે. તેમ છતાં, મહારાષ્ટ્ર સરકારના પગલાંને ધ્યાનમાં રાખતા આ આંદોલન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થવાની શક્યતા વધી છે.

The post મરાઠા અનામત: મનોજ જરાંગેની જીત, મહારાષ્ટ્ર સરકારે ‘કુનબી’ જાતિનો દરજ્જો મંજૂર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/maratha-quota-manoj-jarange-win-maharashtra-kunbi-status/feed/ 0
CJI બી. આર. ગવઈનું નિવેદન: ન્યાય નિર્ણય જનતાના દબાણ કે ઈચ્છાના આધારે ન લેવાયો જાય https://www.gujaratinside.com/2025/08/24/cji-br-gavai-statement-judicial-independence/ https://www.gujaratinside.com/2025/08/24/cji-br-gavai-statement-judicial-independence/#respond Sun, 24 Aug 2025 10:19:18 +0000 https://www.gujaratinside.com/?p=17140 ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ભૂષણ બી. આર. ગવઈએ શનિવારે ગોવા હાઇકોર્ટ બાર એસોસિએશનમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે, કાર્યપાલિકાને જજની ભૂમિકા ભજવવાની મંજૂરી આપવી બંધારણમાં સમાવિષ્ટ ‘સેપરેશન ઑફ પાવર’ના સિદ્ધાંતને નબળી પાડે છે. તેમણે સુપ્રીમ કોર્ટના તાજેતરના બુલડોઝર કાર્યવાહી સંબંધિત નિર્ણયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ન્યાયાધીશોને કારોબારી તંત્ર બનીને કાર્ય ન કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન...

The post CJI બી. આર. ગવઈનું નિવેદન: ન્યાય નિર્ણય જનતાના દબાણ કે ઈચ્છાના આધારે ન લેવાયો જાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ભૂષણ બી. આર. ગવઈએ શનિવારે ગોવા હાઇકોર્ટ બાર એસોસિએશનમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે, કાર્યપાલિકાને જજની ભૂમિકા ભજવવાની મંજૂરી આપવી બંધારણમાં સમાવિષ્ટ ‘સેપરેશન ઑફ પાવર’ના સિદ્ધાંતને નબળી પાડે છે. તેમણે સુપ્રીમ કોર્ટના તાજેતરના બુલડોઝર કાર્યવાહી સંબંધિત નિર્ણયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ન્યાયાધીશોને કારોબારી તંત્ર બનીને કાર્ય ન કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન મળવું જોઈએ, કેમકે બંધારણ સરકાર, ન્યાયતંત્ર અને વિધાનસભા વચ્ચે સત્તાનું વિભાજન માન્ય કરે છે.

CJI ગવઈએ ક્રીમી લેયર અને અનુસૂચિત જાતિની ઉપ-વર્ગીકરણની બાબત પર પોતાના વિવાદાસ્પદ નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, નિર્ણય કાયદા અને પોતાના અંતરાત્મા પર આધારિત હોવો જોઈએ, જનતાના દબાણ કે ઈચ્છાના આધારે નહીં. તેમણે સમજાવ્યું કે, અનામતના પ્રથમ પેઢીનો IAS બનવો, પછી બીજી અને ત્રીજી પેઢી પણ લાભ મેળવે છે. એટલે, સર્વશ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરનાર બાળકો અને મર્યાદિત સંસાધનોમાં અભ્યાસ કરનાર બાળકોની તુલના બંધારણના ધ્યેયને વિરોધી છે. બંધારણમાં અનામત માટે અસમાન વર્તનની જ શક્યતા આપવામાં આવી છે, જેથી અસમાનતાને સમાન બનાવવામાં આવે.

CJI ગવઈએ ન્યાયાધીશો પણ માનવ છે અને ભૂલ કરી શકે તે બાબત પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, હાઇકોર્ટમાં આપેલા બે જજમેન્ટ્સ ‘પેર ઇનક્યુરિયમ’ તરીકે માનવામાં આવ્યા હતા, અને સુપ્રીમ કોર્ટમાં પણ એક વખત આવા જ મામલો આવ્યો હતો. હાઇકોર્ટ જજ સુપ્રીમ કોર્ટ જેટલો જ સક્ષમ છે અને વહીવટી તંત્ર તરીકે હાઇકોર્ટ સ્વતંત્ર છે.

CJI ગવઈએ ઝુડપી જંગલ મામલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે 86 હજાર હેક્ટર જમીન જંગલ માન્યું હતું, પરંતુ દાયકાઓથી ત્યાં રહેતા લોકો અને ખેડૂતો માટે તગેડી નક્કી થતી હતી. તેમણે કહ્યું કે, આ નિર્ણય સામાજિક અને આર્થિક ન્યાયના દિશામાં મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે તેથી લોકોને પોતાની આજીવિકા ગુમાવવાની ચિંતાથી રાહત મળી.

 

The post CJI બી. આર. ગવઈનું નિવેદન: ન્યાય નિર્ણય જનતાના દબાણ કે ઈચ્છાના આધારે ન લેવાયો જાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/cji-br-gavai-statement-judicial-independence/feed/ 0