social media reels Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-media-reels/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 14:36:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png social media reels Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-media-reels/ 32 32 નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય https://www.gujaratinside.com/2025/08/25/nikki-murder-case-dowry-reel-shocking-revelations/ https://www.gujaratinside.com/2025/08/25/nikki-murder-case-dowry-reel-shocking-revelations/#respond Mon, 25 Aug 2025 14:36:08 +0000 https://www.gujaratinside.com/?p=17300 દિલ્હીના શ્રદ્ધા કાંડ જેવા જ નિક્કી યાદવ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ બાદ જાણવા મળ્યું છે કે વિપિને દહેજની માંગ કરી હતી અને નિક્કીને પાર્લર બંધ કરવા દબાણ કરતા હતા. પરિવારને નિક્કીનું કામ અને તેમની સોશિયલ...

The post નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીના શ્રદ્ધા કાંડ જેવા જ નિક્કી યાદવ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ બાદ જાણવા મળ્યું છે કે વિપિને દહેજની માંગ કરી હતી અને નિક્કીને પાર્લર બંધ કરવા દબાણ કરતા હતા. પરિવારને નિક્કીનું કામ અને તેમની સોશિયલ મીડિયા એક્ટિવિટી પસંદ ન હતી. પોલીસના સૂત્રો મુજબ, રીલ બનાવવા અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

નિક્કીના પિતાએ જણાવ્યું કે, “રીલ બનાવવા માટે તેને મારી નાખવાનો આરોપ ખોટો છે. તે પાર્લરની રીલ બનાવતી હતી અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હતી, જેનાથી કામમાં મદદ મળતી હતી.” નિક્કીની બહેન કંચને આરોપ લગાવ્યો કે, “સાસરિયાઓને દહેજમાં 36 લાખ ન આપવાના કારણે તેની હત્યા થઈ. તે અંગે નિક્કીએ અમને પણ જણાવ્યું હતું.”

નિક્કી અને તેની બહેન કંચન મળીને ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પાર્લરનો પ્રચાર કરતા હતા. નિક્કીના ઈન્સ્ટાગ્રામ પર 54,500થી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે કંચનના 22,000 ફોલોઅર્સ છે. બંને બહેનોના લગ્ન એક જ પરિવારમાં થયા હતા – નિક્કીએ વિપિન સાથે અને કંચને તેના ભાઈ રોહિત સાથે લગ્ન થયા હતા.

હત્યાકાંડ બાદ ફરાર વિપિનને પોલીસએ એન્કાઉન્ટરમાં પકડી પાડ્યો. પોલીસ જણાવ્યા મુજબ, “વિપિન ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને પિસ્તોલ છીનવવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે તેને પગમાં ગોળી વાગી.” પોલીસે આરોપી પતિ અને તેના પરિવારની ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે, વિપિને પોલીસ સમક્ષ કહ્યું, “મને આ ઘટનાનો કોઈ પસ્તાવો નથી. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે.” આ ઘટનાએ સમગ્ર દેશમાં દહેજ અને ઘરેલુ અત્યાચાર અંગે ચર્ચામા  છે.

 

The post નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/nikki-murder-case-dowry-reel-shocking-revelations/feed/ 0