Social Media Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-media/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 12:34:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Social Media Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-media/ 32 32 કેટરિના કૈફ બેબી બમ્પ સાથે નજરે આવી, પ્રેગ્નન્સી અંગે ફેન્સમાં ઉત્સાહ https://www.gujaratinside.com/2025/09/20/katrina-kaif-baby-bump-viral/ https://www.gujaratinside.com/2025/09/20/katrina-kaif-baby-bump-viral/#respond Sat, 20 Sep 2025 13:50:06 +0000 https://www.gujaratinside.com/?p=19720 પાછલા થોડા સમયથી બોલીવૂડ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ માતાપિતા બનવાના હોવાના ચર્ચાઓ ચાલી રહી છે. હજુ સુધી કપલ દ્વારા આ બાબતની સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. તાજેતરમાં વિકી કૌશલ આર્યન ખાનની ફિલ્મ ‘બેડ્સ ઓફ બોલીવુડ’ના પ્રીમિયર ઈવેન્ટમાં હાજર રહ્યો હતો, જ્યારે કેટરિના કૈફ હાજર ન હતી, જેના કારણે ચર્ચાઓને વધુ તેજી મળી. હાલમાં...

The post કેટરિના કૈફ બેબી બમ્પ સાથે નજરે આવી, પ્રેગ્નન્સી અંગે ફેન્સમાં ઉત્સાહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાછલા થોડા સમયથી બોલીવૂડ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ માતાપિતા બનવાના હોવાના ચર્ચાઓ ચાલી રહી છે. હજુ સુધી કપલ દ્વારા આ બાબતની સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી.

તાજેતરમાં વિકી કૌશલ આર્યન ખાનની ફિલ્મ ‘બેડ્સ ઓફ બોલીવુડ’ના પ્રીમિયર ઈવેન્ટમાં હાજર રહ્યો હતો, જ્યારે કેટરિના કૈફ હાજર ન હતી, જેના કારણે ચર્ચાઓને વધુ તેજી મળી.

હાલમાં સોશિયલ મીડિયા પર કેટરિના કૈફનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મરૂન રંગના ગાઉનમાં દેખાઈ રહી છે અને સ્પષ્ટ રીતે બેબી બમ્પ નજરે પડે છે. હજી સુધી સ્પષ્ટતા નથી કે આ ફોટો મેટરનિટી ફોટોશૂટનો ભાગ છે કે પછી કોઈ વિશેષ કેમ્પેઈન માટેની તસવીર છે.

ફેન્સની પ્રતિસાદ ખૂબ જ ઉત્સાહી રહી છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર કેટરિના કૈફને અભિનંદન પાઠવ્યા છે, જ્યારે કેટલાક ફેન્સના અભિપ્રાય મુજબ આ તેમની ફેન્સ હાર્ટ માટે ખુશીના પળ છે.

કેટરિના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ 30 જુલાઈના આસપાસ શરૂ થઈ હતી, જ્યારે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કપલ મુંબઈના ફેરી પોર્ટ પાસે નજરે પડ્યા હતા. કેટરિના સફેદ ઓવરસાઈઝ શર્ટ અને બેગી પેન્ટમાં હતી અને તેનું ચાલવાનું ઢબ થોડું અલગ લાગ્યું, જેના કારણે ગર્ભાવસ્થાની અટકળો ઊઠી.

7 ઑગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર કેટલાક દાવાઓ આવ્યા કે કપલ ઑક્ટોબર કે નવેમ્બર મહિનામાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે, પરંતુ હજી સુધી સત્તાવાર નિવેદન મળ્યું નથી.

વિકી કૌશલ અને કેટરિના કૈફે ડિસેમ્બર 9, 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટમાં ભવ્ય લગ્ન કર્યા હતા.

ત્યારથી ફેન્સ કપલના જીવનના નવા અધ્યાય માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાઓ વચ્ચે તેઓની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે.

 

The post કેટરિના કૈફ બેબી બમ્પ સાથે નજરે આવી, પ્રેગ્નન્સી અંગે ફેન્સમાં ઉત્સાહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/katrina-kaif-baby-bump-viral/feed/ 0
પરિણીતી-રાઘવની ખુશખબર: કપલે જાહેર કરી પ્રેગ્નન્સી https://www.gujaratinside.com/2025/08/25/parineeti-chopra-raghav-chadha-pregnancy-announcement/ https://www.gujaratinside.com/2025/08/25/parineeti-chopra-raghav-chadha-pregnancy-announcement/#respond Mon, 25 Aug 2025 15:55:25 +0000 https://www.gujaratinside.com/?p=17317 બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા જલદી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. બંનેએ પોતાના ચાહકોને આ ખુશીના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેરકર્યા  છે. કપલે એક પોસ્ટમાં કેકની તસવીર રજૂ કરી હતી, જેમાં ‘1+1+3’ લખેલું હતું અને નવજાત શિશુના પગની નિશાની પણ દેખાઈ રહી હતી. આ સાથેની વીડિયોમાં બંને પાર્કમાં વૉક કરતા...

The post પરિણીતી-રાઘવની ખુશખબર: કપલે જાહેર કરી પ્રેગ્નન્સી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા જલદી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. બંનેએ પોતાના ચાહકોને આ ખુશીના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેરકર્યા  છે. કપલે એક પોસ્ટમાં કેકની તસવીર રજૂ કરી હતી, જેમાં ‘1+1+3’ લખેલું હતું અને નવજાત શિશુના પગની નિશાની પણ દેખાઈ રહી હતી. આ સાથેની વીડિયોમાં બંને પાર્કમાં વૉક કરતા દેખાયા. ચાહકો અને બોલિવૂડના અન્ય કલાકારો ઉપરાંત રાજકારણ સાથે જોડાયેલા દિગ્ગજોએ પણ તેમને વધામણાં આપી રહ્યા છે.

પોસ્ટમાં બંનેએ કેપ્શનમાં લખ્યું, “હમારા છોટા સા બ્રહ્માંડ.. આગે બઢ રહા હૈ, ઢેર સારા આશીર્વાદ.” હુમા કુરૈશી, સોનમ કપૂર અને ભૂમિ પેડનેકરે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવ ચડ્ઢા 2023માં લગ્ન કર્યા હતા. બંનેએ પહેલા 2023માં નવી દિલ્હીમાં સગાઈ કરી અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં ઉદયપુરમાં પરંપરાગત હિન્દુ વિધિ સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા સમયથી પરિણીતીની પ્રેગ્નન્સી અંગે ચર્ચા ચાલી રહી હતી. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં રાઘવ ચડ્ઢાએ આ સમાચારની પુષ્ટિ કરી હતી અને દર્શકોને કહ્યું કે ટૂંક સમયમાં સારા સમાચાર મળશે, જેને સાંભળી પરિણીતી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

 

The post પરિણીતી-રાઘવની ખુશખબર: કપલે જાહેર કરી પ્રેગ્નન્સી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/parineeti-chopra-raghav-chadha-pregnancy-announcement/feed/ 0
Viral: 22 વર્ષના યુટ્યુબર ઝરણામાં તણાયા, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્યો https://www.gujaratinside.com/2025/08/25/22-year-old-youtuber-trapped-duduma-waterfall/ https://www.gujaratinside.com/2025/08/25/22-year-old-youtuber-trapped-duduma-waterfall/#respond Mon, 25 Aug 2025 12:56:42 +0000 https://www.gujaratinside.com/?p=17286 ઓડિશાના કોરાપુટ જિલ્લાના દુદુમા ઝરણા પર એક 22 વર્ષના યુટ્યુબર સાગર રીલ બનાવવાના શોખમાં મોટો જોખમ ભોગવી બેઠા. ગંજામ જિલ્લાના બહેરામપુરનો રહેવાસી સાગર તેમના મિત્ર સાથે ઝરણામાં ડ્રોન કેમેરાથી સુંદર દ્રશ્યો કેદ કરી રહ્યાહતા . વીડિઓ શૂટ કરતી વખતે સાગર એક મોટા પથ્થર પર ઊભા રહ્યા, તે જ સમયે મચાકુંડા ડેમમાંથી અચાનક પાણી છોડાયુ, જે...

The post Viral: 22 વર્ષના યુટ્યુબર ઝરણામાં તણાયા, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઓડિશાના કોરાપુટ જિલ્લાના દુદુમા ઝરણા પર એક 22 વર્ષના યુટ્યુબર સાગર રીલ બનાવવાના શોખમાં મોટો જોખમ ભોગવી બેઠા. ગંજામ જિલ્લાના બહેરામપુરનો રહેવાસી સાગર તેમના મિત્ર સાથે ઝરણામાં ડ્રોન કેમેરાથી સુંદર દ્રશ્યો કેદ કરી રહ્યાહતા . વીડિઓ શૂટ કરતી વખતે સાગર એક મોટા પથ્થર પર ઊભા રહ્યા, તે જ સમયે મચાકુંડા ડેમમાંથી અચાનક પાણી છોડાયુ, જે કારણે યુવાન ધસમસતા પ્રવાહમાં તણાઈ જ્તા ઘટ્ના બની.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે સાગર પોતાને સંભાળી શક્યા નહિ. તેમના મિત્ર અને ત્યાં હાજર લોકો બચાવનો પ્રયત્ન કરતાં રહ્યા, પરંતુ પ્રવાહ એટલો ઝડપી હતો કે કોઇ તેની નજીક જઈ શક્યું નહિ. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ અને ત્યારબાદ @viprabuddhi X પરથી વાયરલ થઇ, જેમાં લોકો ભાત-ભાતની ટિપ્પણીઓ કરી રહ્યા છે.

બીજી તરફ દુર્ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. યુટ્યુબરનો હજુ સુધી કોઈ સુરાગ નથી મળ્યો.

 

The post Viral: 22 વર્ષના યુટ્યુબર ઝરણામાં તણાયા, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/22-year-old-youtuber-trapped-duduma-waterfall/feed/ 0
ભારતમાં TikTok પરનો પ્રતિબંધ યથાવત્, અનબ્લોક થવાનો દાવો ખોટો હોવાનું સરકારે સ્પષ્ટ કર્યું https://www.gujaratinside.com/2025/08/23/tiktok-ban-still-active-no-unblock-order-by-indian-government/ https://www.gujaratinside.com/2025/08/23/tiktok-ban-still-active-no-unblock-order-by-indian-government/#respond Sat, 23 Aug 2025 03:26:24 +0000 https://www.gujaratinside.com/?p=17005 સોશિયલ મીડિયા પર એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાઈનીઝ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTok પર ભારતમાં લગાવવામાં આવેલો પ્રતિબંધ હવે હટાવી લેવામાં આવ્યો છે. જોકે, સરકારે આ દાવાઓને ખોટા અને ભ્રમજનક ગણાવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે TikTokને અનબ્લોક કરવાનો કોઈ સત્તાવાર આદેશ આપ્યો નથી અને આવા દાવાઓમાં કોઇ સત્ય નથી. દરમિયાન,...

The post ભારતમાં TikTok પરનો પ્રતિબંધ યથાવત્, અનબ્લોક થવાનો દાવો ખોટો હોવાનું સરકારે સ્પષ્ટ કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સોશિયલ મીડિયા પર એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાઈનીઝ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTok પર ભારતમાં લગાવવામાં આવેલો પ્રતિબંધ હવે હટાવી લેવામાં આવ્યો છે. જોકે, સરકારે આ દાવાઓને ખોટા અને ભ્રમજનક ગણાવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે TikTokને અનબ્લોક કરવાનો કોઈ સત્તાવાર આદેશ આપ્યો નથી અને આવા દાવાઓમાં કોઇ સત્ય નથી.

દરમિયાન, TikTokની વેબસાઇટ ભારતમાં ઍક્સેસ થઈ રહી હોવાની વાત પણ સામે આવી છે, પરંતુ TikTokની મોબાઇલ એપ્લિકેશન હજુ પણ Google Play Store કે Apple App Store પર ઉપલબ્ધ નથી. TikTok અને તેની પેરેન્ટ કંપની ByteDance તરફથી પણ ભારતમાં પ્લેટફોર્મને ફરીથી લોન્ચ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જણાવWorth રહેશે કે, જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારત-ચીન તણાવ પછી ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પગલાં લેતાં TikTok સહિત 59 ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 હેઠળ કલમ 69A હેઠળ લાદવામાં આવ્યો હતો, જેને ભારત આજે પણ યથાવત્ રાખે છે. TikTok, ShareIt, UC Browser જેવી લોકપ્રિય એપ્લિકેશનો પણ આ સૂચિમાં સામેલ હતી.

 

The post ભારતમાં TikTok પરનો પ્રતિબંધ યથાવત્, અનબ્લોક થવાનો દાવો ખોટો હોવાનું સરકારે સ્પષ્ટ કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/tiktok-ban-still-active-no-unblock-order-by-indian-government/feed/ 0
ઈજાથી પીડિત રિષભ પંતનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ, કહ્યું- ‘મને આથી ઘણી નફરત છે’ https://www.gujaratinside.com/2025/08/14/rishabh-pant-injury-instagram-post-hate-recovery-update/ https://www.gujaratinside.com/2025/08/14/rishabh-pant-injury-instagram-post-hate-recovery-update/#respond Thu, 14 Aug 2025 09:55:24 +0000 https://www.gujaratinside.com/?p=16200 ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન ઋષભ પંત હાલ ગંભીર ઈજાને કારણે ક્રિકેટ મેદાનથી દૂર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથી ટેસ્ટ મેચમાં ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમતાં તે ફ્રેક્ચરનો ભોગ બન્યો હતો. ઈજાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે પંત મેદાન પર ઊભો રહી શકતો નહોતો અને તેને મીની એમ્બ્યુલન્સની મદદથી બહાર લઈ જવામાં આવ્યો...

The post ઈજાથી પીડિત રિષભ પંતનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ, કહ્યું- ‘મને આથી ઘણી નફરત છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન ઋષભ પંત હાલ ગંભીર ઈજાને કારણે ક્રિકેટ મેદાનથી દૂર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથી ટેસ્ટ મેચમાં ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમતાં તે ફ્રેક્ચરનો ભોગ બન્યો હતો. ઈજાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે પંત મેદાન પર ઊભો રહી શકતો નહોતો અને તેને મીની એમ્બ્યુલન્સની મદદથી બહાર લઈ જવામાં આવ્યો હતો. સ્કેન બાદ જાણવા મળ્યું કે તેના પગમાં ફ્રેક્ચર છે.

પંતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્લાસ્ટર બાંધેલા પગની તસવીર શેર કરીને લખ્યું: ‘મને આથી નફરત છે.’ જાણકારોના જણાવ્યા મુજબ, પંતને સાજા થવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે, એટલે તે આગામી એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયામાં રમવાની સંભાવના ઓછી છે. પંત IPL 2025માં સૌથી મોંઘો ખેલાડી હતો, પરંતુ તેણે ખાસ પ્રદર્શન નથી કર્યું.

આ સ્ટોરી પહેલાં પંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે શેફનું એપ્રન પહેરીને પિત્ઝા બનાવતો જોવા મળ્યો હતો. પંતે લોટ બાંધીને ટોપિંગ કર્યું અને મજાકિયા અંદાજમાં કહ્યું, ‘ઘરે જમવાનું નથી, આથી પિત્ઝા બનાવી રહ્યો છું.’ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું: ‘ઈમ્પેસ્ટો, સાલ્સા, ફોર્નો અને હું.’ વીડિયોમાં તેણે ચાહકોને કહ્યું કે આજે તે તેમને વેજિટેરિયન પિત્ઝા બનાવતા શિખવાડશે.

 

The post ઈજાથી પીડિત રિષભ પંતનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ, કહ્યું- ‘મને આથી ઘણી નફરત છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/rishabh-pant-injury-instagram-post-hate-recovery-update/feed/ 0