sports news India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sports-news-india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 15:35:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png sports news India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sports-news-india/ 32 32 ફેન્સ માટે ખુશખબર: એશિયા કપ 2025માં દર્શકોને મળશે મફત એન્ટ્રી https://www.gujaratinside.com/2025/08/27/asia-cup-2025-hockey-free-entry-fans/ https://www.gujaratinside.com/2025/08/27/asia-cup-2025-hockey-free-entry-fans/#respond Wed, 27 Aug 2025 16:10:25 +0000 https://www.gujaratinside.com/?p=17554 હોકી ઈન્ડિયાએ ગુરુવારે જાહેરાત કરી કે 29 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ 2025 માટે દર્શકોને મફત પ્રવેશ મળશે. હોકી ઈન્ડિયાએ જણાવ્યું કે ફેન્સ www.ticketgenie.in અથવા હોકીની ડિજિટલ વેબસાઇટ પર જઈને નિ:શુલ્ક ટિકિટ માટે અરજી કરી શકે છે. ટિકિટ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ દર્શકોને મફત ટિકિટ મળશે. આ હોકી પુરુષ એશિયા કપમાં કુલ...

The post ફેન્સ માટે ખુશખબર: એશિયા કપ 2025માં દર્શકોને મળશે મફત એન્ટ્રી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હોકી ઈન્ડિયાએ ગુરુવારે જાહેરાત કરી કે 29 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ 2025 માટે દર્શકોને મફત પ્રવેશ મળશે. હોકી ઈન્ડિયાએ જણાવ્યું કે ફેન્સ www.ticketgenie.in અથવા હોકીની ડિજિટલ વેબસાઇટ પર જઈને નિ:શુલ્ક ટિકિટ માટે અરજી કરી શકે છે. ટિકિટ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ દર્શકોને મફત ટિકિટ મળશે.

આ હોકી પુરુષ એશિયા કપમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જેમાં ભારત, જાપાન, ચીન, કઝાકિસ્તાન, મલેશિયા, કોરિયા, બાંગ્લાદેશ અને ચીનની ટીમો સામેલ છે. આ ટૂર્નામેન્ટ 2026માં નેધરલેન્ડ અને બેલ્જિયમમાં થનાર વિશ્વકપ ક્વોલિફાયરની તૈયારી માટે મહત્વપૂર્ણ છે. ભારતને પૂલ Aમાં જાપાન અને ચીન સાથે મુકવામાં આવ્યું છે. ભારતની પ્રથમ મેચ 29 ઓગસ્ટે ચીન સામે, 31 ઓગસ્ટે જાપાન સામે અને 1 સપ્ટેમ્બરે કઝાકિસ્તાન સામે થશે.

ભારત, જે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા છે અને એશિયાની નંબર એક ટીમ તરીકે ઓળખાય છે, છેલ્લી વાર 2017માં ઢાકામાં એશિયા કપ જીત્યું હતું, જેમાં ફાઇનલમાં મલેશિયાને 2-1થી હરાજી આપી હતી. ભારતીય ટીમે 2022માં જકાર્તામાં યોજાયેલ એશિયા કપમાં દક્ષિણ કોરિયા અને મલેશિયાને 2-1થી હરાવ્યા બાદ ત્રીજા નંબરે સ્થાન મેળવ્યું હતું.

એશિયા કપ 2025 ટ્રોફીનું અનાવરણ રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું હતું. ટ્રોફી અનાવરણ પ્રસંગે ત્રણ વખતના ઓલિમ્પિક પદક વિજેતા હરબિંદર સિંહ અને પૂર્વ ખેલાડી અશોક ધ્યાનચંદ ઉપસ્થિત રહ્યા. ટૂર્નામેન્ટની તૈયારીઓ આ પ્રસંગે શરુ થઈ ગઈ છે.

 

The post ફેન્સ માટે ખુશખબર: એશિયા કપ 2025માં દર્શકોને મળશે મફત એન્ટ્રી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/asia-cup-2025-hockey-free-entry-fans/feed/ 0