student assault Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/student-assault/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 10:26:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png student assault Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/student-assault/ 32 32 જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ https://www.gujaratinside.com/2025/09/05/junagadh-alpha-international-hostel-student-violence/ https://www.gujaratinside.com/2025/09/05/junagadh-alpha-international-hostel-student-violence/#respond Fri, 05 Sep 2025 11:10:24 +0000 https://www.gujaratinside.com/?p=18472 જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલા વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો થતા ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા...

The post જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલા વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો થતા ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા તેમજ સંચાલકોની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

વાઈરલ થયેલા નવા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ત્રણથી ચાર વિદ્યાર્થીઓ ભેગા મળીને એક અન્ય વિદ્યાર્થીને માર મારતા છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા આ શારીરિક અત્યાચારના દૃશ્યો ચોંકાવનારા છે. વાલીઓ અને શૈક્ષણિક તંત્ર પાસે હોસ્ટેલમાં સુરક્ષા વધારવા અને જવાબદારોએ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

એક મહિના પહેલા, 27 જુલાઈના રોજ કબડ્ડી રમવા જેવી સામાન્ય બાબતે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ધમકાવીને માર માર્યો હતો. આ ઘટનાનું વીડિયો અન્ય વિદ્યાર્થી દ્વારા રેકોર્ડ કરાયું હતું અને 30 ઓગસ્ટ 2025ના રોજ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉની તપાસમાં માર મારનાર ચાર વિદ્યાર્થીઓ અને વીડિયો ઉતારનાર એક વિદ્યાર્થી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

વિદ્યાાર્થીઓમાં હિંસક માનસિકતાનો ઉછાળો, વેબ સિરીઝ અને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત હિંસક દ્રશ્યો, શાળાઓ અને કોલેજોમાં દાદાગીરી અને મારઝૂડના વધતા કિસ્સાઓ, અને પીડિતોના માનસ પર આવતાં લાંબા સમયના દુષ્પ્રભાવ જેવા મુદ્દાઓ આ ઘટના સાથે ખુલ્લા થયા છે. મનોચિકિત્સકો જણાવે છે કે આવા કિસ્સાઓ પીડિતો અને તેમના પરિવારો માટે ગંભીર માનસિક અસરો ફેલાવે છે, જેના કારણે કાઉન્સેલિંગ જરૂરી છે.

 

The post જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/junagadh-alpha-international-hostel-student-violence/feed/ 0