student murder case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/student-murder-case/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 14:37:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png student murder case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/student-murder-case/ 32 32 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/ https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/#respond Sat, 23 Aug 2025 14:37:40 +0000 https://www.gujaratinside.com/?p=17090 અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સગીરની હત્યા, શાળાની માન્યતા સહિતના મુદ્દે વિગતવાર ખુલાસો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, DEOએ ICSE બોર્ડની માન્યતા માટે...

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સગીરની હત્યા, શાળાની માન્યતા સહિતના મુદ્દે વિગતવાર ખુલાસો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, DEOએ ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી NOC રદ કરવા અંગે સ્કૂલને ચેતવણી આપી છે. સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ માટે ગુજરાત બોર્ડની પણ મંજૂરી છે. તેમ છતાં, ઘટનાના સંદર્ભમાં સ્કૂલ તરફથી કોઈ સત્તાવાર અહેવાલ કે વિગત રજૂ કરવામાં આવી નથી.

નોટિસમાં સ્પષ્ટ કરાયું છે કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર માટે શાળાએ તાત્કાલિક પગલાં લીધા નહોતા અને બેદરકારી દાખવી હતી. ઉપરાંત, વિદ્યાર્થી વચ્ચેના વિગ્રહના બનાવો હોવા છતાં શિક્ષણ વિભાગને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં પણ સ્કૂલના આચાર્ય અને સ્ટાફની બેદરકારી સામે આવી છે. આ તમામ મુદ્દાઓને લઈને DEOએ સ્કૂલને ત્રણ દિવસમાં સ્પષ્ટ ખુલાસો કરવા જણાવ્યું છે, નહીંતર માન્યતા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

 

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/feed/ 0
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-seventh-day-school-student-murder-funeral-procession/ https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-seventh-day-school-student-murder-funeral-procession/#respond Wed, 20 Aug 2025 09:45:56 +0000 https://www.gujaratinside.com/?p=16789 અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ચોંકાવનારી પરિસ્થિતિ અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારી હત્યા કરી દીધી. પ્રાથમિક તપાસ મુજબ સ્કૂલમાં થયેલા ધક્કામુક્કી જેવા નાના ઝઘડાને કારણે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી....

The post અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ચોંકાવનારી પરિસ્થિતિ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારી હત્યા કરી દીધી. પ્રાથમિક તપાસ મુજબ સ્કૂલમાં થયેલા ધક્કામુક્કી જેવા નાના ઝઘડાને કારણે આ ઘટના બની હતી.

મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને મૃતકને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી. યાત્રા દરમિયાન લોકોના આંખોમાં આંસુ અને આક્રોશ બંને જોવા મળ્યો. સુરક્ષા માટે પોલીસે ખાસ વ્યવસ્થા કરી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ સ્કૂલ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના કહેવા મુજબ, હુમલા બાદ વિદ્યાર્થી 30 મિનિટ સુધી લોહી લુહાણ હાલતમાં તડફડતો રહ્યો છતાં કોઈ મદદે ન આવ્યું. હુમલો કરનાર વિદ્યાર્થી ચાકૂ મારીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ પરિવારજનો અને સમાજના લોકો ઉગ્ર બન્યા. સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે ઝપાઝપી કરી અને ભારે તોડફોડ પણ કરી. વિરોધી લોકોએ રસ્તા રોકી ન્યાયની માંગણી કરી અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો.

સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મયુરિકા પટેલે જણાવ્યું કે ઘટના સ્કૂલ બહાર બની હતી અને આરોપી વિદ્યાર્થી સામે પગલાં લેવાશે. બાળક છરી લઈને સ્કૂલમાં નહતો આવ્યો, તે બહાર રાખી આવ્યો હતો.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે, નાની ઉંમરે હિંસક પ્રવૃત્તિ વધવી એ સામાજિક ચિંતાનો વિષય છે. માતા-પિતાએ બાળકો પર નજર રાખવી જોઈએ.

પોલીસે લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. આરોપી વિદ્યાર્થીને અટકાયત કરીને જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ DEOએ પણ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી સ્કૂલને નોટિસ ફટકારી છે અને તપાસ શરૂ કરી છે. હાલ શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

 

The post અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-seventh-day-school-student-murder-funeral-procession/feed/ 0