Supreme Court India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/supreme-court-india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 01 Sep 2025 12:45:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Supreme Court India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/supreme-court-india/ 32 32 સુપ્રીમ કોર્ટે 20% ઈથેનોલવાળું પેટ્રોલ વિકલ્પની માંગ ફગાવી, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ચાલુ રહેશે https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-rejects-ethanol-petrol-option-india/ https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-rejects-ethanol-petrol-option-india/#respond Mon, 01 Sep 2025 13:05:41 +0000 https://www.gujaratinside.com/?p=17997 સુપ્રીમ કોર્ટે દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ના વેચાણ પર વિકલ્પની માગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે જણાવ્યું કે, આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશના કરોડો વાહન ચાલકોને એવી ફ્યુઅલનો ઉપયોગ કરવા મજબૂર કરાય રહ્યો છે જે તેમના...

The post સુપ્રીમ કોર્ટે 20% ઈથેનોલવાળું પેટ્રોલ વિકલ્પની માંગ ફગાવી, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ચાલુ રહેશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટે દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ના વેચાણ પર વિકલ્પની માગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે જણાવ્યું કે, આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશના કરોડો વાહન ચાલકોને એવી ફ્યુઅલનો ઉપયોગ કરવા મજબૂર કરાય રહ્યો છે જે તેમના વાહનના એન્જિન માટે યોગ્ય નથી. અરજકર્તાઓએ ઈથેનોલ વિનાનું પેટ્રોલ પણ ઉપલબ્ધ કરાવવાની માગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તમામ પેટ્રોલ પંપ પર ઈથેનોલ મુક્ત પેટ્રોલ ઉપલબ્ધ હોવું, ઈથેનોલવાળા પેટ્રોલ પર સ્પષ્ટ લેબલ મુકવું, ગ્રાહકોને ફ્યુઅલ કોમ્પેટિબિલિટી વિશે માહિતી આપવી અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ સૂચનાઓ જાહેર કરવી જરૂરી છે.

એટર્ની જનરલ આર. વેંકટરમાને કોર્ટને જણાવ્યુ કે ઈથેનોલ બ્લેન્ડિંગથી શેરડીના ખેડૂતોને ઘણો લાભ થયો છે, અને તેથી આ માંગ યોગ્ય નથી. ભારત સરકાર પેટ્રોલમાં 20% સુધી ઈથેનોલ ઉમેરે છે, જેના કારણે શેરડીના ભાવ વધે છે અને ખેડૂતોને લાભ થાય છે. જો કે, કેટલીક અહેવાલો મુજબ ઈથેનોલવાળા પેટ્રોલથી વાહનોનું માઇલેજ ઓછું થાય છે અને કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે, જોકે સરકારે આ અહેવાલોને નકારી દીધું છે.

 

The post સુપ્રીમ કોર્ટે 20% ઈથેનોલવાળું પેટ્રોલ વિકલ્પની માંગ ફગાવી, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ચાલુ રહેશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-rejects-ethanol-petrol-option-india/feed/ 0
જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’ https://www.gujaratinside.com/2025/07/23/cji-gavai-recuses-from-justice-varma-case-supreme-court/ https://www.gujaratinside.com/2025/07/23/cji-gavai-recuses-from-justice-varma-case-supreme-court/#respond Wed, 23 Jul 2025 12:00:45 +0000 https://www.gujaratinside.com/?p=15113 ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય....

The post જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય.

તેમણે જણાવ્યું કે, “હું જસ્ટિસ વર્માની પસંદગીમાં સહભાગી રહ્યો છું, તેથી નિષ્પક્ષતાની દૃષ્ટિએ હું આ કેસની સુનાવણી કરી શકતો નથી.” સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં નવા બેન્ચની રચના કરશે. બીજી તરફ, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ વર્માની તરફથી અરજી રજૂ કરતા કોર્ટને ઝડપથી નિર્ણય લેવા અપીલ કરી છે.

મૂળ મામલો એ છે કે, જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કે જેમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલી આંતરિક તપાસ સમિતિના રિપોર્ટને રદ કરવાનો અનુરોધ કર્યો છે. સમિતિએ તેમને તેમના નિવાસસ્થાનમાં મળી આવેલ દાઝેલી રોકડના મામલામાં દોષિત ઠેરવ્યા છે. પરંતુ જસ્ટિસ વર્માનું કહેવું છે કે તેમને પોતાનો બચાવ રજૂ કરવાનો પૂરતો મોકો આપવામાં આવ્યો ન હતો.

આ કેસમાં મહાભિયોગની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. સંસદમાં રજૂ થયેલા મહાભિયોગ પ્રસ્તાવ પર 145 લોકસભા અને 63 રાજ્યસભા સાંસદોના હસ્તાક્ષર છે. તપાસ માટે તત્કાલીન CJI જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં ત્રણ ન્યાયાધીશોની સમિતિ રચાઈ હતી, જેમણે ગંભીર કથિત વિગતો દર્શાવી હતી. જેના આધારે જસ્ટિસ વર્માને રાજીનામું આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી. જસ્ટિસ વર્માએ આરોપોને ખોટા ગણાવ્યા છે અને જણાવ્યું છે કે તેઓ નિર્દોષ છે તથા તેમની વિરુદ્ધ કાવતરું રચાયું છે. તેમને દિલ્હી હાઇકોર્ટમાંથી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે.

The post જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/cji-gavai-recuses-from-justice-varma-case-supreme-court/feed/ 0
રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન https://www.gujaratinside.com/2025/07/20/raja-raghuvanshi-murder-case-bail-granted/ https://www.gujaratinside.com/2025/07/20/raja-raghuvanshi-murder-case-bail-granted/#respond Sun, 20 Jul 2025 17:00:42 +0000 https://www.gujaratinside.com/?p=15015 ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ત્રણ આરોપીઓને જામીન મળતાં તપાસ એજન્સી સામે અનેક સવાલો ઉભા થયા છે. શિલોંગ પોલીસની તપાસ પર હવે સંશય વ્યક્ત થવા લાગ્યો છે, કારણ કે આરોપીઓ લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને હજી ચાર્જશીટ દાખલ થયા વિના જામીન મળ્યા છે. આ માહિતી મળતાં...

The post રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ત્રણ આરોપીઓને જામીન મળતાં તપાસ એજન્સી સામે અનેક સવાલો ઉભા થયા છે. શિલોંગ પોલીસની તપાસ પર હવે સંશય વ્યક્ત થવા લાગ્યો છે, કારણ કે આરોપીઓ લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને હજી ચાર્જશીટ દાખલ થયા વિના જામીન મળ્યા છે.

આ માહિતી મળતાં જ રાજાની માતા આઘાતમાં તૂટી પડ્યા અને તેઓ બેભાન થઈ ગયા. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “સોનમના ભાઈએ આરોપીઓને જામીન મેળવવામાં મદદ કરી છે.” વિપિને વધુમાં કહ્યું કે, જો રાજાને ન્યાય નહીં મળે તો તેમનો પરિવાર સામૂહિક આત્મહત્યા કરશે. તેઓ ન્યાય માટે હાઈકોર્ટ અને જરૂરી જણાય તો સુપ્રીમ કોર્ટ સુધી પણ લડશે

રાજાની હત્યાની પાછળ તમામની ભુમિકા

23 મેના રોજ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ હનીમૂન માટે નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા. 2 જૂને રાજાનો મૃતદેહ મળ્યો હતો અને 8 જૂને સોનમ ગાઝીપુર, ઉત્તર પ્રદેશથી જીવિત મળી આવી હતી. શિલોંગ પોલીસના જણાવ્યા અનુસાર, સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા તથા ત્રણ સાથીઓ સાથે મળીને પતિની હત્યા કરાવી હતી. આ નિવેદન બાદ સોનમ અને તેના સાથીઓની ધરપકડ કરી જેલમાં મોકલાયા હતા.

ઘરેણાં પર પણ વિવાદ

સોનમના પિતાએ દહેજમાં આપવામાં આવેલા ઘરેણાં પાછા લેવા ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેમના પુત્ર ગોવિંદ રઘુવંશીએ તે ઘરેણાં રાજાના ભાઈ વિપિનને સોંપી દીધાં. આ ઘટનાએ પરિવાર વચ્ચેના સંબંધોને વધુ જટિલ બનાવી દીધાં છે. સોનમના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે, જો તેમની પુત્રી દોષિત સાબિત થાય છે તો તેઓ તેના તમામ સંબંધો તોડી નાંખશે.

The post રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/raja-raghuvanshi-murder-case-bail-granted/feed/ 0