Supreme Court order Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/supreme-court-order/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 08 Sep 2025 05:43:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Supreme Court order Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/supreme-court-order/ 32 32 TET ફરજિયાતના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરના શિક્ષકોમાં વિરોધ, સંઘે સંશોધનની માગ ઉઠાવી https://www.gujaratinside.com/2025/09/08/teachers-protest-against-mandatory-tet-supreme-court-order/ https://www.gujaratinside.com/2025/09/08/teachers-protest-against-mandatory-tet-supreme-court-order/#respond Mon, 08 Sep 2025 05:35:22 +0000 https://www.gujaratinside.com/?p=18707 નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું કે હવે શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણય બાદ દેશભરના શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને શિક્ષક સંઘોએ વિરોધની તૈયારી શરૂ કરી છે. અખિલ ભારતીય પ્રાથમિક સંઘે સ્પષ્ટ કર્યું છે...

The post TET ફરજિયાતના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરના શિક્ષકોમાં વિરોધ, સંઘે સંશોધનની માગ ઉઠાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું કે હવે શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણય બાદ દેશભરના શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને શિક્ષક સંઘોએ વિરોધની તૈયારી શરૂ કરી છે.

અખિલ ભારતીય પ્રાથમિક સંઘે સ્પષ્ટ કર્યું છે કે નિમણૂકના સમયે જે શરતો લાગુ પડતી હતી, તે જ શરતો પર શિક્ષકોની નોકરી યથાવત રહેવી જોઈએ. સંઘે દલીલ કરી છે કે જો ભરતી સમયે TET ફરજિયાત ન હતું, તો હવે તેને શરતોમાં સામેલ કરવું યોગ્ય નથી.

સંધના પ્રમુખ સુશીલ પાંડે અને સેક્રેટરી મનોજ કુમાર સહિત વિવિધ રાજ્યોના નેતાઓ દિલ્હી આવીને વકીલો સાથે ચર્ચા કરી રહ્યા છે. સંઘે સરકાર સાથે વાતચીત કરી કોર્ટના નિર્ણયમાં રાહત અપાવવાનો દબાણ બનાવવાની યોજના બનાવી છે. સાથે કાનૂની વિકલ્પો પણ શોધી રહ્યા છે.

ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું કે જેમની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તે શિક્ષકોને TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ નિષ્ફળ રહેશે, તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. હાંલકે, માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને આ મામલે રાહત આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ શિક્ષક સંઘે લાંબી લડાઈ લડવાનો સંકેત આપ્યો છે અને સરકારને સંશોધન કરવા દબાણ કરવાની તૈયારી કરી છે.

 

The post TET ફરજિયાતના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરના શિક્ષકોમાં વિરોધ, સંઘે સંશોધનની માગ ઉઠાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/teachers-protest-against-mandatory-tet-supreme-court-order/feed/ 0
‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ https://www.gujaratinside.com/2025/08/14/kapil-dev-appeal-for-stray-dogs-supreme-court-order/ https://www.gujaratinside.com/2025/08/14/kapil-dev-appeal-for-stray-dogs-supreme-court-order/#respond Thu, 14 Aug 2025 14:26:53 +0000 https://www.gujaratinside.com/?p=16289 સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હીની અને NCRની સડકો પરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા તથા નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રખડતા કૂતરાઓને ફરીથી જાહેર સ્થળોએ ન છોડવામાં આવે. આ નિર્ણય બાદ પ્રાણીપ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન...

The post ‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હીની અને NCRની સડકો પરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા તથા નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રખડતા કૂતરાઓને ફરીથી જાહેર સ્થળોએ ન છોડવામાં આવે. આ નિર્ણય બાદ પ્રાણીપ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે.

હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. પેટફેમિલિયા માટે જાહેર કરાયેલા વિડિઓ સંદેશમાં કપિલ દેવે અધિકારીઓને માનવીય અને સંવેદનશીલ ઉકેલો અપનાવવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, “પ્રાણીઓ પણ પ્રેમના હકદાર છે. આ આદેશને કારણે શેલ્ટર હોમમાં ભીડ વધશે અને પ્રાણીઓની યોગ્ય સંભાળ ન થઈ શકે.”

કપિલ દેવે વધુમાં કહ્યું કે, “કૂતરાઓ આપણા સમાજનો મહત્વનો ભાગ છે. કૃપા કરીને તેમની સંભાળ રાખો, તેમને વધુ સારું જીવન આપો અને તેમને બહાર ન ફેંકો.” ઉલ્લેખનીય છે કે, કપિલ દેવ ઘણા સમયથી રખડતા કૂતરાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે.

વર્ષ 2023માં કપિલ દેવે દિલ્હીની હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારવામાં આવી હતી, જે રખડતા કૂતરાઓનો નાશ કરવાની મંજૂરી આપતી હતી. નવેમ્બર 2022માં દિલ્હીમાં એક કૂતરાનું મોત થવા બાદ તેમણે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

 

The post ‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/kapil-dev-appeal-for-stray-dogs-supreme-court-order/feed/ 0
બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે https://www.gujaratinside.com/2025/08/14/bihar-sir-case-supreme-court-orders-publication-of-missing-voters-data/ https://www.gujaratinside.com/2025/08/14/bihar-sir-case-supreme-court-orders-publication-of-missing-voters-data/#respond Thu, 14 Aug 2025 11:16:59 +0000 https://www.gujaratinside.com/?p=16219 બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે. ચૂંટણી પંચે બૂથવાર...

The post બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે.

ચૂંટણી પંચે બૂથવાર યાદી તૈયાર કરવાની સાથે EPIC સર્ચ સુવિધા ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. જેથી મતદાર પોતાનો EPIC નંબર દાખલ કરીને યાદીમાં નામ ચકાસી શકે. યાદીમાં નામ ન હોવાનું કારણ સ્પષ્ટ દર્શાવવામાં આવશે. ઉપરાંત, આધાર કાર્ડની નકલ જોડીને દાવો કરવાની સુવિધા પણ મળશે.

આ માહિતી માત્ર જિલ્લા સ્તરની વેબસાઇટ પર જ નહીં પરંતુ સ્થાનિક મીડિયા અને સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જાહેર કરવામાં આવશે. બૂથ લેવલ ઓફિસર પંચાયત ભવન અને બ્લોક ઓફિસમાં પણ ગુમ થયેલા નામોની યાદી મૂકશે, સાથે હટાવવાના કારણો પણ દર્શાવશે.

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરની વેબસાઇટ પર જિલ્લાવાર યાદી અપલોડ કરવામાં આવશે. દરેક બૂથ અને જિલ્લા સ્તરના અધિકારીઓ અનુપાલન અહેવાલ રજૂ કરશે, જેના આધારે સુપ્રીમ કોર્ટને માહિતી આપવામાં આવશે. આ મામલે આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.

 

The post બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/bihar-sir-case-supreme-court-orders-publication-of-missing-voters-data/feed/ 0